SearchBrowseAboutContactDonate
Page Preview
Page 48
Loading...
Download File
Download File
Page Text
________________ ભાષાંતર ] - બીજા ગણધરનો વાદ. [૪૭ હવે બીજા ગણધર સંબંધી શંકાનું સમાધાન કરે છે. (१४७) तं पब्बइअं सोउं बीओ आगच्छइ अमरिसेणं । वच्चामि णं आणेमी पराजिणित्ताण तं समणं ॥१६०६॥६०२॥ (१४८) छलिओ छलाइणा सो मण्णे माइंदजालिओ वाऽवि । વા વાળ વ વત્તે પત્તાદે માળા રે ? ૦૭/ (મન્નછનિ.) (१४९) सो पक्वंतरमेगंपि जाइ जइ मे तओ मि तरसेव । सीसत्तं होज्ज गओ वोत्तं पत्तो जिणसगासे ॥१६०८॥ (मल्ल०नि०) (૨૦) ૩મો જ નિ ગજ્જર-મરવિપૂFri. नामेण य गोत्तेण य सब्बण्णू सव्वदरिसीणं ॥१६०९॥६०३॥ (१५१) किं मन्ने अत्थि कम्मं उयाहु नत्थि त्ति संसओ तुझं । वेयपयाण य अत्थं न याणसी तेसिमो अत्थो ॥१६१०॥६०४॥ તે ઇન્દ્રભૂતિએ દીક્ષા લીધેલ છે-એમ સાંભળીને બીજા અગ્નિભૂતિ ગણધર આવેશ પૂર્વક આવે છે અને વિચારે છે કે, હું ત્યાં જઈને તે શ્રમણનો પરાભવ કરીને મારા ભાઈને પાછો લાવીશ.” વળી તે વિચારવા લાગ્યા કે “જરૂર તે માયા ઇન્દ્રજાલિક હોવો જોઇએ, તેણે છળનિગ્રહ સ્થાનાદિ વડે ઇન્દ્રભૂતિને છળ્યો-ઠગ્યો છે. અથવા કોણ જાણે ત્યાં તેની પાસે શું હકીકત બની હશે. પણ જો તે મારા એક પણ પક્ષ (શંકાનો) યોગ્ય ઉત્તર આપશે, તો હું તે સાધુનો શિષ્ય થઈશ,” એ પ્રમાણે (મનમાં) વિચારીને તે જિનેશ્વર પાસે ગયા. ત્યાં ગયા એટલે જન્મજરા-અને મરણથી રહિત સર્વજ્ઞ અને સર્વદર્શી જિનેશ્વરે તેમને નામ અને ગોત્ર વડે બોલાવ્યા; અને કહ્યું કે હે અગ્નિભૂતિ ! તું એમ માને છે કે “કર્મ છે, કે નથી ?” આવો તને સંશય છે. તેનું કારણ એ છે, કે તું તે વેદ પદોનો અર્થ બરાબર જાણતો નથી. ૧૬૦૬ થી ૧૬૧૦. ઇન્દ્રભૂતિના બીજા ભાઈ અગ્નિભૂતિને પૂર્વોક્ત બનાવની ખબર પડી એટલે તે ક્રોધ પૂર્વક વિચારવા લાગ્યા કે, જરૂર તે સાધુ કોઈ માયિક અથવા ઇન્દ્રજાલિક હોવો જોઇએ નહિ તો જેને ત્રિભુવનમાં કોઇ પણ પરાભવ ન પમાડી શકે એવા મારા ભાઇ ઇન્દ્રભૂતિને કેમ જીતી શકે ? અથવા એ દુષ્ટ જરૂર છળ-જાતિ-નિગ્રહસ્થાન આદિમાં કુશળ હોવો જોઇએ, તેથી જ તેણે જગગુરૂ એવા મારા ભાઈનું ચિત્ત ભ્રમિત કરી નાંખ્યું. અથવા તે બન્નેનો વાદ થયો, ત્યાં શું બન્યું એ કોને ખબર ? કેમકે હું તો ત્યાં હતો નહીં એટલે હવે હું પોતે જ ત્યાં જઈને દેવ-દાનવ અને માનવના સમૂહને ઇન્દ્રજાળથી ભમાવનાર તે ધૂર્ત સાધુનો પરાભવ કરીને મારા ભાઈને પાછો લાવીશ. પરંતુ જો તે હેતુ અને ઉદાહરણ પૂર્વક મેં કહેલા પક્ષનો યોગ્ય ઉત્તર આપશે, તો હું તેનો શિષ્ય થઇશ. “આ પ્રમાણે વાગર્જના કરીને તે અગ્નિભૂતિ કલ્યાણકારી ભગવત શ્રીમાનું Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004649
Book TitleVisheshavashyaka Bhasya Part 2
Original Sutra AuthorHemchandracharya
AuthorVajrasenvijay
PublisherBhadrankar Prakashan
Publication Year
Total Pages586
LanguageGujarati, Prakrit
ClassificationBook_Gujarati, Agam, Canon, Metaphysics, & agam_aavashyak
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy