SearchBrowseAboutContactDonate
Page Preview
Page 47
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૬] ગૌતમ ગણધરનો વાદ. [વિશેષાવશ્યક ભાષ્ય ભાગ. ૨ પ્રકારના અર્થને પ્રતિપાદન કરનાર નથી જ.” એ રીતે પણ એના ધર્મનો નિશ્ચય કરવો યોગ્ય નથી, કેમકે સર્વ વાચ્ય-વાચકાદિ વસ્તુ નિશ્ચય સ્વ-પર પર્યાયવડે સામાન્ય વિવક્ષાથી સવત્મિક છે, અને કેવળ સ્વપર્યાયની અપેક્ષાએ વિવક્તરૂપ-સર્વથી ભિન્ન છે, એટલે વિવફાવડે સર્વ વસ્તુ અસર્વમય પણ છે. આ કારણથી સર્વ પદોનો અર્થ વિવક્ષાના વશની સામાન્યમય અથવા વિશેષમય કહેવો યોગ્ય છે, પણ એકાન્ત “આ પ્રમાણે જ અર્થ છે, આ પ્રમાણે નથી જ” એમ કહેવું અયોગ્ય છે. કારણ કે સર્વ પદાર્થો વાચ્ય અથવા વાચકપણે વસ્તુના સ્વભાવ પર્યાયની અપેક્ષાએ વિવિધ પ્રકારે છે. આ કારણથી સામાન્ય વિવક્ષાવડે ઘટશબ્દ સર્વાત્મક હોવાથી દ્રવ્ય-ગુણ-ક્રિયા વિગેરે સર્વ અર્થનો વાચક છે, અને વિશેષ વિવસાવડે ઘટશબ્દ સર્વાત્મક હોવાથી દ્રવ્ય-ગુણ-ક્રિયા વિગેરે સર્વ અર્થનો વાચક છે, અને વિશેષ વિવક્ષાવડે ઘટશબ્દ પ્રતિનિયતરૂપ હોવાથી પહોળા પટારાદિ આકારવાળા પદાર્થનો વાચક છે, કેમકે વાચ્યપણે તેને જ તે પ્રતિપાદન કરે છે. એ જ પ્રમાણે બીજા શબ્દ પણ વિશેષ વિવક્ષાથી જે દેશ-કાળાદિમાં જે અર્થના વાચકપણે રૂઢ-સિદ્ધ હોય, તે શબ્દ તેના વાચક-પ્રતિપાદક જાણવા અને સામાન્ય વિવક્ષાવડે, સર્વશબ્દ સર્વના વાચક છે, તથા સર્વ વસ્તુ સર્વની વાચ્ય છે. આ જ પ્રમાણે સર્વ શબ્દોનો અર્થ પોતાની બુદ્ધિથી વિચારી લેવો. ૧૬૦૦ થી ૧૬૦૩. એ પ્રમાણે સર્વવિશ્વનું સ્વરૂપ જાણનાર શ્રમણ ભગવાન મહાવીર પ્રભુએ સમસ્ત પ્રકારે પરને બોધ કરવાના ઉપાયમાં કુશળતાથી, તીક્ષ્ણધારવાળા કુહાડાથી ગાઢ લતાઓનો સમૂહ જેમ છેદાય, તેમ નિપુણયુક્તિઓવડે આસન્નકલ્યાણી ઇન્દ્રભૂતિના સર્વ સંશય છેદી નાંખ્યા. જ્યારે એ પ્રમાણે સર્વથા સંશયનો નાશ થયો ત્યારે શ્રીમાનું ઇન્દ્રભૂતિ ગૌતમે(१४६) छिन्नम्मि संसयम्मि जिणेण जर-मरणविप्पमुक्केणं । सो समणो पब्बइओ पंचहिं सह खंडियसएहिं ॥१६०४॥६०१॥ જરા અને મરણથી મુકત એવા મહાવીર જિનેશ્વરે, તેના સંશયનો છેદ કર્યો, એટલે તે ઇન્દ્રિભૂતિએ પોતાના પાંચસો શિષ્યો સહિત પાપનો નાશ કરનાર કલ્યાણકારી દીક્ષા અંગીકાર કરી. ૧૬૦૪. આગળના વાદસ્થળોમાં આની સાથે જે સમાનતા અને વિશેષતા છે, તે જણાવવા કહે છે કે एवं कम्माईसु वि जं सामण्णं तयं समाउज्जं । जो पुण जत्थ विसेसो समासओ तं पवक्खामि ॥१६०५।। અહીં આત્મવાદના સ્થળમાં જે પ્રત્યક્ષ, અનુમાન, આગમ પ્રમાણોનું સ્વરૂપ કહ્યું છે, તે આગળ કર્મ આદિના વાદસ્થળોમાં પણ સમાન છે, તેથી ત્યાં પણ તે પ્રમાણે યોજી લેવું અને જે કંઈ જ્યાં વિશેષ છે, તે ત્યાં સંક્ષેપથી કહીશું. ૧૬૦૫. Iઇતિ પ્રથમ ગણધરવાદ સમાપ્ત Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004649
Book TitleVisheshavashyaka Bhasya Part 2
Original Sutra AuthorHemchandracharya
AuthorVajrasenvijay
PublisherBhadrankar Prakashan
Publication Year
Total Pages586
LanguageGujarati, Prakrit
ClassificationBook_Gujarati, Agam, Canon, Metaphysics, & agam_aavashyak
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy