SearchBrowseAboutContactDonate
Page Preview
Page 488
Loading...
Download File
Download File
Page Text
________________ ભાષાંતર] આચાર્ય ભગવાનનું સ્વરૂપ. [૪૮૭. अतुलमणन्नसरिसयं निवाणं नेव्बुई परं सोक्खं । अन्नेसिं निव्वाणं दीवस्स व सब्बहा नासो ।।३१८५।। जं च तणु-कम्मसंतइनासो बीयंकुराण वा मोक्खो। अन्नो न य संताणी संताणाओ तओ नासो ॥३१८६॥ जं नारगाइभावो भवो व न य नारगाइओ भिन्नो । कोई जीवो तो नारगाइनासम्मि तन्नासो ॥३१८७॥ जह तंतमओ त्तिपडो तंत्रविणासम्मि सब्बहा नत्थि । તદ નાર/I3મરૂ૩ો નવો તદ્માવડો નત્યિ રૂ૩૮૮ ગાથાર્થ - તેઓને સિદ્ધત્વની જેમ અસાધારણ સુખ છે, તેથી તે અનુપમ છે એ સંબંધમાં દેશોપનયથી પુરૂષનું ઉદાહરણ કહેલું છે. જો સંસારમાં જ મોક્ષ જેવું સુખ હોય, તો મોક્ષની ચિંતા અહીં શા માટે કરવી ? અથવા તેવા પ્રકારનું આત્મત્તિક સુખ જ્યાં હોય, તેને સંસાર શાથી કહેવાય ? (મોક્ષ જ કહેવાય.) અતલ એટલે અનન્ય સદેશ, નિર્વાણ એટલે નિવૃત્તિ. તેનું સુખ અત્યંત છે. બીજા મતવાળાઓ દીપની જેમ જીવનો સર્વથા નાશ થાય તેને નિર્વાણ કહે છે. કારણ કે બીજ અને અંકુરની જેમ શરીર અને કર્મસંતાનનો નાશ થાય તે મોક્ષ છે. સંતાનથી સંતાની (જીવ) ભિન્ન નથી, તેથી સંતાનનો નાશ થયે જીવનો પણ નાશ થાય તે યુક્તિ ઘટે છે. વળી નારકાદિ ભાવ તે જ સંસાર છે, અને તે નારકાદિ ભાવથી કોઈ પણ જીવ જુદો નથી, તેથી નારકાદિ ભાવનો નાશ થયે, તે સંસારનો પણ નાશ થાય છે. જેમ તંતુમય પટ તંતુનો વિનાશ થયે સર્વથા નથી હોતો, તેવી રીતે નારકાદિ ભાવમય જીવ છે, તે જીવ પણ નારકાદિ ભાવનો અભાવ થયે સર્વથા તે ભાવોમાં હોતો નથી. ૩૧૮૩ થી ૩૧૮૮. આ સ્થળે મદિ નાર; ઈત્યાદિથી હું મારો ઈત્યાદિ ગાથા પર્યત ઓગણત્રીસ ગાથાઓ છે, તે પૂર્વે અગીયારમા ગણધરવાદમાં કહી ગયા છીએ. તે પછી સિદ્ધ કરવા ઈત્યાદિ છ ગાથાઓ સુગમ છે, તેથી તેની વ્યાખ્યા નથી કરી. હવે આચાર્ય ભગવાનનું સ્વરૂપ કહે છે :(४५४) नाम ठवणा दविए भावय चउबिहो उ आयरिओ । दबम्मि एगभवियाइ लोईए सिप्पसत्थाई ॥३१८९॥९९३॥ (४५५) पंचविहं आयारं आयरमाणा तहा पयासेंता । आयारं दंसेता आयरिया तेण वुच्चंति ॥३१९०॥९९४॥ आगमदब्वायरिओ आयरियवियाणाउ अणुवउत्तो । नो आगमओ जाणय-भव्बसरीराइरित्तोऽयं ॥३१९१॥ भविओ बद्धाऊ अभिमुहो य मूलाईनिम्मिओ वावि । अहवा दव्वभूओ दव्बनिमितायरणओ वा ॥३१९२।। Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004649
Book TitleVisheshavashyaka Bhasya Part 2
Original Sutra AuthorHemchandracharya
AuthorVajrasenvijay
PublisherBhadrankar Prakashan
Publication Year
Total Pages586
LanguageGujarati, Prakrit
ClassificationBook_Gujarati, Agam, Canon, Metaphysics, & agam_aavashyak
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy