________________
૪૮૬] સિદ્ધભગવંતની સ્થિતિ અને સ્પર્શનાનું સ્વરૂપ. [વિશેષાવશ્યક ભાષ્ય ભાગ. ૨
गत्ता एसपरिवुडिढ- हाणिओ तत्तो । होंत असंखेज्जगुणा संखपएसो जमवगाहो ||३१८०॥ एगक्त्तेऽणंता किह माया, मुत्तिविरहियत्ताओ । नेयम व नाणा दिट्टीओ वेगरूवम्मि ।। ३१८१॥
मुत्तमयामविय समाणदेसया दीसए पईवाणं ।
ગમ્મŞ પરમામૂળ ય મુત્તિવિમુક્ષુ ન સંવTM ? ||રૂ૮૨)) (૨૪૩) ગાથાર્થ :- જ્યાં એક સિદ્ધ છે, ત્યાં ભવક્ષય થવાથી મુક્ત થયેલા અનંતા સિદ્ધો રહ્યા છે, તે સર્વે લોકના અંતે પરસ્પર અવગાહીને રહેલા છે. નિયમથી એક સિદ્ધ સર્વપ્રદેશોવડે અનંતા સિદ્ધોને સ્પર્શે છે, અને જે એ પ્રમાણે દેશ-પ્રદેશોથી સ્પર્શાએલા છે, તે પણ તેનાથી અસંખ્યાત ગુણા છે, કેમકે સર્વપ્રદેશોવડે અનંતા સિદ્ધો સ્પર્શાયેલા છે, એ પ્રમાણે જીવના એકેક દેશપ્રદેશવડે અનંતા સ્પર્શાયેલા છે, એક જીવ અસંખ્યેયપ્રદેશાત્મક હોવાથી મૂળ અનંતાને સર્વ જીવના અસંખ્યેય દેશપ્રદેશની સાથે ગુણતા યથોક્ત પ્રમાણ થાય છે. “સિદ્ધાત્મા જીવ હોવાથી મનુષ્યની જેમ જરા અને મરણથી રહિત નથી.' એવી બુદ્ધિ થાય, તો તે અયોગ્ય છે, કેમકે પ્રાણ ધારણરૂપ જીવનનો તેમાં અભાવ છે, જીવનનો અભાવ કર્મના વિરહથી છે. વયની હાનિ થાય તેને જરા અને પ્રાણનો ત્યાગ થાય તેને મરણ કહ્યું છે. શરીર હોય, તો એ બન્ને હોય; શરીરના અભાવે એ બન્નેનો અભાવ હોય છે, તેથી આકાશની જેમ સિદ્ધોને તેનો અભાવ છે. એક ક્ષેત્રમાં અનંતા સિદ્ધો અવગાહીને રહેલા છે. તેના કરતાં પ્રદેશની વૃદ્ધિ હાનિથી જે અવગાહી રહ્યા છે, તે અસંખ્યેયગુણા છે, કેમકે એક સિદ્ધનો અવગાહ અસંખ્યેય પ્રદેશાત્મક છે, તો પછી એક ક્ષેત્રમાં અનંતા સિદ્ધો કેવી રીતે સમાય ? એમ પૂછવામાં આવે તો જેમ એક જ્ઞેયમાં અનેક જ્ઞાનોનો સમાવેશ થાય છે, અથવા એક રૂપમાં અનેક દૃષ્ટિઓ રહેલી છે, તેમ મૂર્તિના અભાવે એક ક્ષેત્રમાં અનંતા સિદ્ધો સમાય છે. અથવા મૂર્તિમાન પ્રદીપાદિના પરમાણુઓની પણ સમાનદેશતા દેખાય છે અને જણાય છે, તો પછી મૂર્તિરહિત સિદ્ધોમાં એ પ્રમાણે હોય, એમાં શંકા શી ? ૩૧૭૬ થી ૩૧૮૨.
આ સ્થળે ગસરીર ઈત્યાદિ ત્રણ ગાથાઓ નિર્યુક્તિની છે, તે સુગમ છે તે પછી મુત્તરળામાવે ઈત્યાદિથી આરંભીને સુવતર ઈત્યાદિ ગાથાપર્યંત નવ ગાથાઓ છે, તે પૂર્વે અગીયારમા ગણધરવાદમાં સવિસ્તર કહી છે, તેથી ફરી અહીં નથી કહેતા તે પછી વિચિ ઈત્યાદિથી આરંભીને રુપસવાન ઈત્યાદિ ગાથાપર્યંત સાત ગાથાઓ સુગમ છે, તે આવશ્યકની અંદર સવિસ્તર કહી છે, ત્યાંથી જોઈ લેવી.
હવે સિદ્ધિપદના સુખનું વર્ણન કરે છે ઃ
Jain Education International
तेसिं सिद्धत्तं पिव सोक्खमसाहारणं तओऽणुवमं । देसोवणयाओ पुण पुरिसोदाहरणमक्खायं ।। ३१८३।। जड़वा संसारे च्चिय होज्ज तयं कित्थ मोक्खचिंताए । तब्बिहमच्चंतसुहं जत्थ व सो केण संसारो ? || ३१८४ ॥
For Private & Personal Use Only
www.jainelibrary.org