SearchBrowseAboutContactDonate
Page Preview
Page 485
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૮૪] સિદ્ધપરમાત્માની અવગાહનાનું સ્વરૂપ. [વિશેષાવશ્યક ભાષ્ય ભાગ. ૨ जेट्टा उ पंचसयधणुस्स मज्झा य सत्तहत्थस्स । देहत्तिभागहीणा जहन्निया जा बिहत्थरस ॥३१६६॥ कह मरुदेवीमाणं नाभीओ जेण किंचिदूणा सा । तो किर पंचसय च्चिय अहवा संकोयओ सिद्धा ॥३१६७।। सत्तूसिएसु सिद्धी जहन्नओ कहमिहं बिहत्थेसु ? । સો વિફર તિત્યયનું એસા સિમા રૂટ ते पुण होज्ज विहत्था कुम्मापुत्तादओ जहन्नेणं । अन्ने संवट्ठियसत्तहत्थसिद्धस्स हीण त्ति ।।३१६९।। बाहुल्लाओ सुत्तम्मि सत्त पंच य जहन्नमुक्कोसं । इहरा हीणभहियं होज्जंगुल-धणुपुहुत्तेहिं ॥३१७०॥ अच्छेरयाइं किंचिवि सामन्नसुए न देसि सव्वं । होज्ज व अणिबद्धं चिय पंचसयाएसवयणं वा ॥३१७१॥ ગાથાર્થ - શરીરનો ત્રીજો ભાગ પોલાણવાળો છે, તેને જીવ પ્રદેશોવડે પૂર્ણ કરવાથી ત્રીજે ભાગે હીન અવગાહના થાય છે. તે પ્રથમ યોગનિરોધકાળે જ થાય છે, તેથી સિદ્ધ પરમાત્મા પણ તેટલી જ અવગાહનાવાળા હોય છે. એ પ્રમાણે સ્વપ્રદેશો સંકોચીને જીવ એક આકાશ-પ્રદેશમાં જ કેમ નથી રહેતો? એમ પૂછવામાં આવે, તો તેનો ઉત્તર એ છે કે તથાવિધ સામર્થ્યના અભાવે યોગનિરોધકાળે સકર્મક હોવાથી અને જીવના એવા જ સ્વભાવને લીધે તેના કરતાં અધિક સંકોચ નથી થતો, તેથી દેહરહિત સિદ્ધ પણ સ્વપ્રયત્નના અભાવે (તે પ્રમાણે સ્વપ્રદેશોનો) સંકોચ ન કરતા પ્રયત્નરહિત હોય, તેની સિદ્ધક્ષેત્રમાં ગતિ શી રીતે થાય ? એમ પૂછવામાં આવે તો પૂર્વે કહેલું જ છે કે અસંગત્વાદિ કારણોથી ગતિ થાય છે. ત્રીજે ભાગે હીન પાંચસે ધનુષપ્રમાણ શરીરવાળાની ઉત્કૃષ્ટ અવગાહના, સાત હાથ પ્રમાણવાળાની મધ્યમ અવગાહના અને બે હાથવાળાની જઘન્ય અવગાહના થાય છે. મરૂદેવીમાતાની એ પ્રમાણે અવગાહના કેવી રીતે ઘટે ? કેમકે નાભિકુલકર અને તેમના શરીરની ઉંચાઈ પાંચસો પચ્ચીસ ધનુષ છે એમ પૂછવામાં આવે, તો તે નાભિકુલકરથી કંઈક ન્યૂન અવગાહનાવાળા છે, તેથી પાંચસો ધનુષની જ અવગાહના કહેવાય. અથવા હાથી ઉપર ચડેલા હોવાથી સંકુચીત અંગે મોક્ષપદને પામેલા છે. (તેથી તે અવગાહનામાં કંઈ જ વિરોધ આવતો નથી) સિદ્ધાંતમાં જઘન્યથી સાત હાથ પ્રમાણ ઉંચાઈવાળાને મોક્ષની પ્રાપ્તિ કહેલ છે, અને અહીં બે હાથ પ્રમાણવાળો શાથી કહો છો ? (એમ પૂછવામાં આવે તો) તે સાત હાથ પ્રમાણ તીર્થકરોને વિષે જાણવું અને શેષ સામાન્ય કેવળીઓ મોક્ષ પામતા હોય, તેઓને બે હાથ પ્રમાણ જાણવું. તે બે હાથ પ્રમાણવાળા કૂર્માપુત્ર વગેરે જઘન્યથી હોય છે, અને બીજાઓ કહે છે કે – યંત્રપીલનાદિ વડે સંવર્તિત સાત હાથ પ્રમાણવાળા સિદ્ધની જઘન્ય અવગાહના છે. અથવા સૂત્રની અંદર જઘન્યથી સાત હાથ પ્રમાણ અને ઉત્કૃષ્ટથી પાંચસો ધનુષ પ્રમાણ મોક્ષમાં જનારા જીવોની અવગાહના કહી છે, તે બહુલતા છે. અન્યથા કોઈ વખત જઘન્યપદે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004649
Book TitleVisheshavashyaka Bhasya Part 2
Original Sutra AuthorHemchandracharya
AuthorVajrasenvijay
PublisherBhadrankar Prakashan
Publication Year
Total Pages586
LanguageGujarati, Prakrit
ClassificationBook_Gujarati, Agam, Canon, Metaphysics, & agam_aavashyak
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy