________________
ભાષાંતર] ઉપયોગદ્વયની સિદ્ધિ.
૪િ૭૫ ઉભય ઉપયોગ વર્તે છે. જો ક્રમવડે ઉપયોગ માનીએ તો ફરી ફરી નાશ અને ફરી ફરી ઉત્પાદ થાય અને તેથી કેવલીઓ અપ્રથમ થાય.
એ પ્રમાણે સૂત્રના બહાનાથી “કેવળોપયોગવડે” કેવળજ્ઞાન અને કેવળદર્શનનું ગ્રહણ કરવામાં આવે, તો તે એક ઉપયોગથી અવ્યતિરિક્ત હોવાથી પરસ્પર અનર્થાન્તરતા થશે, એટલે કે જ્ઞાનદર્શન એક જ વસ્તુ થશે. ભલે બન્નેની એકરૂપતા થાય, એમ થવાથી સૂરમાં શું દોષ આવે છે ? કંઈ જ નહિ, અમારે તો તે અનુકૂળ છે. એમ કહેવામાં આવે, તો અમે પૂછીએ છીએ કે
કેવળોપયોગ વડે” કેવળજ્ઞાન અને કેવળદર્શનને ગ્રહણ કરવાથી ફળ શું સિદ્ધ થાય છે ? એમ કહેવામાં આવે કે કેવળજ્ઞાન અને કેવળદર્શનની એકરૂપતા જણાવવા માટે એમ ગ્રહણ કર્યું છે, અથવા એક જ કેવળરૂપ વસ્તુ કેવળજ્ઞાન અને કેવળદર્શનરૂપ પર્યાયશબ્દવડે વિશેષિત છે. સિદ્ધાંતમાં અને લોકવ્યહારમાં પણ એ પ્રમાણે એક જ વસ્તુ અનેક પર્યાયશબ્દોવડે વિશેષિત છે. જેમકે સિદ્ધાંતની અંદર એક જ મુક્તાત્માને સિદ્ધ, અકાયિક, નોસંયત, નો ભવ્ય, નોબાદર, નો પર્યાપ્ત, નોપરીત, નોસંજ્ઞી, પરિનિવૃત્ત આદિ પર્યાયો વડે વિશેષિત કરાય છે, તેવી જ રીતે અહીં પણ એક જ ક્ષાયિકજ્ઞાનરૂપ વસ્તુ કેવળજ્ઞાન અને કેવળદર્શનરૂપ પર્યાયશબ્દવડે વિશેષિત કરાય છે. એ જ પ્રમાણે લોકવ્યવહારમાં પણ ઈન્દ્ર, પટ, વૃક્ષ વિગેરે વસ્તુઓ સ્વસ્વપર્યાયવાચી શબ્દોવડે વિશેષિત કરાય છે. તો પછી અહીં કેવળોપયોગમાં પણ એવા પર્યાયશબ્દવડે વિશેષિત માનવામાં શું હરકત છે ?
એ પ્રમાણે આગમવિરુદ્ધ યુક્તિથી કહેવામાં આવે, તો તે પણ અયોગ્ય છે, કેમકે ભગવતીમાં અને પ્રજ્ઞાપનામાં ફુટ રીતે કહેલું છે, કે જિનેશ્વર પરમાણુ અને રત્ન પ્રભા વગેરે વસ્તુઓને જે સમયે જાણે છે, તે સમયે જોતા નથી; પરંતુ અન્ય સમયે જાણે છે, અને અન્ય સમયે જુએ છે. ભગવતીસૂત્રના અઢારમા શતકના આઠમા ઉદ્દેશમાં એ જ વાત સ્પષ્ટ રીતે કહી છે કે :
छउमत्थेणं भंते ! मणुरसे परमाणुपोग्गलं किं जाणइ न पासइ, न ताओ न जाणइ न पासइ ? गोयमा ! अत्थेगइए जाणइ, न पासड़; अत्थेगइए न जाणइ न पासइ; एवं जाव असंखिज्जपएसिए खंधे । एवं ओहिए वि । परमोहिए णं भंते ! मणूसे परमाणुपोग्गलं जं समयं जाणइ तं समयं पासइ, जं समयं पासइ तं समयं जाणइ ? नो इणढे समटे । से केणट्टेणं भंते ? एवं वुच्चइ ? गोयमा ! सागारे से नाणं भवइ, अणागारे से दंसणे भवइ, तेणटेणं एवं वुच्चइ ॥ ભગવંત! છઘસ્થ મનુષ્ય પરમાણુપુદ્ગલ જાણે છે અને નથી જોતો, અથવા નથી જાણતો અને નથી જોતો? ગૌતમ ! કેટલાક જાણે છે અને જોતા નથી, અને કેટલાક જાણતા નથી તેમ જોતા પણ નથી. એ પ્રમાણે યાવત્ અસંખ્યાતપ્રદેશી ઢંધોમાં પણ સમજવું. (અહીં જે છઘસ્થ કહેલ છે, તે નિરતિશયી છધસ્થ સમજવા. તેમાં ઉપયોગવાન શ્રુતજ્ઞાની શ્રુતજ્ઞાન વડે પરમાણુને જાણે છે, પણ જોતા નથી. કેમકે શ્રુતમાં દર્શનનો અભાવ હોય છે. અનુપયુક્ત શ્રુતજ્ઞાની તો જાણતા નથી, અને જોતા ય નથી.) એ જ પ્રમાણે અવધિજ્ઞાનમાં પણ સમજવું. હે ભગવંત ! પરમાવધિ જ્ઞાનવાળો મનુષ્ય જે સમયે પરમાણુ-પુદ્ગલને જાણે છે, તે સમયે જુએ છે? અને જે સમયે જુએ છે તે સમયે જાણે છે? હે ગૌતમ ! તારો એ અર્થ યોગ્ય નથી. ભગવંત ! શા કારણથી એમ કહો છો ? ગૌતમ ! તેને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org