SearchBrowseAboutContactDonate
Page Preview
Page 475
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૭૪]. ઉપયોગદ્વયની સિદ્ધિ. [વિશેષાવશ્યક ભાષ્ય ભાગ. ૨ વળી સિદ્ધાન્તમાં જ્ઞાન-દર્શનનો ઉપયોગ અન્તર્મુહૂર્તનો કહ્યો છે, તે પણ “જ્યાં ઉપયોગ ન હોય ત્યાં અવિદ્યમાન છે” એ કથનાનુસાર અવિદ્યમાન થશે. અને એમ થવાથી જ્ઞાન-દર્શનનો ઉપયોગ જે છાસઠ સાગરોપમથી અધિક કાળપર્યંતનો કહ્યો છે, તે પણ અયોગ્ય ગણાશે. વળી ચાર જ્ઞાનવાળા અને ત્રણ દર્શનવાળા છદ્મસ્થ ગૌતમાદિ પ્રસિદ્ધ છે, તે પણ અવિદ્યમાન થશે કેમકે એક વખતે એક જ ઉપયોગી હોય છે, અને અનુપયોગવાનું અવિદ્યમાન માનેલ છે. ૩૧૦૦ થી ૩૧૦૭. आह भणियं नणु सुए केवलिणो केवलोवओगेण । पढम त्ति तेण गम्मइ सओवओगोभयं तेसिं ॥३१०८॥ ऊवओगग्गहणाओ इह केवलनाण-दसणग्गहणं । जड़ तदणत्यंतरया हवेज्ज सुत्तमि को दोसो ? ॥३१०९॥ तग्गहणे किमिह फलं नणु तदणत्यंतरोवएसत्थं । तह वत्थुविसेसत्थं सयसो सुत्ताइं समयम्मि ॥३११०॥ सिद्धा काइय-नोसंजयाइपज्जायओ स एवेगो । सुत्तेसु विसेसिज्जइ जहेह तह सव्ववत्थूणि ।।३१११॥ भणियं पि य पन्नती-पन्नवणाईसु जह जिणो समयं । जं जाणइ न वि पासइ तं अणु-रयणप्पभाईणि ॥३११२॥ શ્રુતમાં કહ્યું છે કે કેવળી કેવળોપયોગ વડે પ્રથમ છે, તેથી તેઓને હંમેશાં ઉભય ઉપયોગ જણાય છે. કેવળોપયોગ ગ્રહણ કરવાથી અહીં કેવળજ્ઞાન અને કેવળદર્શન ગ્રહણ થાય છે. અને તેથી તે બેની અનર્થાન્તરતા થાય છે. જો તે બેની અનર્થાન્તરતા થાય, તો સૂત્રમાં શો દોષ છે? તે બેને અનર્થાન્તરપણે ગ્રહણ કરવામાં શું ફળ છે ? તે બેનું અનર્થાન્તરપણું જણાવવા માટે તથા વસ્તુના વિશેષણ માટે સિદ્ધાન્તમાં સેંકડો સૂત્રો તેવાં છે. જેમ સિદ્ધ, અકાયિક, નોસંયત વગેરે પર્યાયથી સૂત્રોમાં તે જ એક સિદ્ધ કહેવાય છે, તેમ અહીં પણ સર્વ વસ્તુઓ અનેક પર્યાયથી કહેવાય છે. જેમ પ્રજ્ઞપ્તિ અને પન્નવણાદિ સૂત્રમાં કહ્યું છે, કે જિનેશ્વર જે સમયે પરમાણુ રત્નપ્રભા વગેરે વસ્તુઓ જાણે છે, તે સમયે તેને જોતા નથી. (આમ છતાં ક્રમસર ઉપયોગ શા માટે નથી માનતા.) ૩૧૦૮ થી ૩૧૧૨. ભગવતીસૂત્રના અઢારમા શતકના પહેલા ઉદ્દેશમાં કહ્યું છે કે : केवलीणं भंते ! केवलोवओगेणं किं पढमा अपढमा ? गोयमा ! पढमा नो अपढमा “हे ભગવંત ! કેવળીઓ કેવળોપયોગ વડે પ્રથમ છે કે અપ્રથમ છે ? ગૌતમ ! પ્રથમ છે અપ્રથમ નથી.” અહીં જે કોઈ જે ભાવે પ્રથમ ન હોય અને હમણાં થયો હોય, તે તે ભાવે પ્રથમ કહેવાય છે, અને તેથી કેવળીઓ કેવળોપયોગથી પ્રથમ છે, અર્થાત્ કેવળજ્ઞાન અને કેવળદર્શનનો ઉપયોગ તે કેવળોપયોગ છે, તે કેવળોપયોગ વડે કેવળી પ્રથમ છે, પણ અપ્રથમ નથી, કેમકે તેમને તે પૂર્વે પ્રાપ્ત થયેલ નથી અને પ્રાપ્ત થયેલનો પુનઃ ધ્વંસ થતો નથી, તેથી જણાય છે કે તેમને હંમેશાં Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004649
Book TitleVisheshavashyaka Bhasya Part 2
Original Sutra AuthorHemchandracharya
AuthorVajrasenvijay
PublisherBhadrankar Prakashan
Publication Year
Total Pages586
LanguageGujarati, Prakrit
ClassificationBook_Gujarati, Agam, Canon, Metaphysics, & agam_aavashyak
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy