SearchBrowseAboutContactDonate
Page Preview
Page 474
Loading...
Download File
Download File
Page Text
________________ ભાષાંતર] બે ઉપયોગની એકતા. ૪િ૭૩ છે, પણ બોધાત્મક ઉપયોગથી નથી હોતા. એ પ્રમાણે કેવળજ્ઞાન-દર્શન પણ લબ્ધિથી અનંતકાળાવસ્થાયી છે, પરંતુ ઉપયોગથી તો એક સમયની જ સ્થિતિવાળા છે. એક સમયે કેવળજ્ઞાનોપયોગ અને બીજા સમયે કેવળદર્શનોપયોગ એ પ્રમાણે ક્રમસર ઉપયોગ માનવામાં આવે, તો તે જ્ઞાન-દર્શનનો પ્રતિસમય અંત થશે, અને તેથી સિદ્ધાન્તમાં કહેલ તેમના અનંતપણાનો પણ અભાવ થશે. વળી સેંકડો કષ્ટ કરીને જ્ઞાનાવરણાદિ કર્મનો ક્ષય કર્યો હોય, તે પણ જિનેશ્વરને નિરર્થક થાય, કેમકે દરેક સમય પછી કેવળજ્ઞાન-દર્શનનો વારંવાર અભાવ થાય છે તથા આવરણરહિત થયેલા બે પ્રદીપ જેમ વસ્તુને અનુક્રમે નથી પ્રકાશતા, પરંતુ સાથે જ પ્રકાશે છે, તેવી રીતે સર્વથા આવરણ રહિત થયેલ આ કેવળજ્ઞાન-દર્શન પણ સર્વ વસ્તુને યુગપતુ એકીસાથે જ પ્રકાશે છે. અથવા કેવળજ્ઞાન અને કેવળદર્શન એકબીજાને આવરનારા થશે, કેમકે કર્માવરણનો અભાવ હોવા છતાં પણ એકના સભાવે બીજાનો અભાવ થાય. જો એક બીજાને તે આવનાર નહીં માનો તો એકના ઉપયોગ કાળે બીજાને નિષ્કારણ આવરણ પ્રાપ્ત થશે, અને તેમ થવાથી “નિત્ય સત્તા વા અસત્તા પ્રાપ્ત થશે.” તથા જ્ઞાન અથવા દર્શનમાં અનુપયુક્ત કેવળીને માનવાથી તેને અસર્વજ્ઞપણું અથવા અસર્વદર્શીપણું પ્રાપ્ત થશે એટલે કે જ્ઞાનના અનુપયોગકાળે અસર્વજ્ઞપણું અને દર્શનના અનુપયોગકાળે અસર્વદર્શીપણું થશે. તેવું અસર્વજ્ઞપણું અને અસર્વદર્શીપણું જિનેશ્વરને માનવું ઈષ્ટ નથી, કેમકે તે તો સર્વદા સર્વજ્ઞ અને સર્વદર્શી હોય છે. એ પ્રમાણે કોઈ કહેવા માગે, તો છઘસ્થને પણ જ્ઞાન-દર્શનનો એકાંતર ઉપયોગ માનવાથી એ સર્વ દોષોને સમૂહ સરખી જ રીતે લાગુ થશે, એટલે કે જ્ઞાનના અનુપયોગ વખતે અજ્ઞાનીપણું, દર્શનના અનુપયોગ વખતે અદર્દીપણું, મિથ્યા આવરણનો ક્ષય અને નિષ્કારણ આવરણતા એ દોષો છઘસ્થને પણ લાગુ થશે. કેવળી સર્વથા આવરણ રહિત છે, અને છાસ્થ સર્વથા આવરણરહિત નથી, તેથી જ્ઞાનદર્શનના યુગપદ્ ઉપયોગમાં છપસ્થને વિન છે. કેમકે તે આવરણયુક્ત છે. અને જિનેશ્વર સર્વથા આવરણરહિત હોવાથી યુગપદ્ ઉપયોગમાં તેમને કંઈ બાધ નથી. એમ કહેવામાં આવે, તો છઘસ્થ જો કે સર્વથા આવરણરહિત નથી, તો પણ તેને દેશથી આવરણનો ક્ષય તો છે તેથી સર્વ વસ્તુવિષયી જ્ઞાન-દર્શનનો ઉપયોગ યુગપદ્ તેને ન કહી શકાય, પરંતુ દેશથી-અસર્વવસ્તુવિષયી જ્ઞાન - દર્શનનો ઉપયોગ તો કહી શકાય, તો પછી છઘસ્થને તેનો નિષેધ શા માટે કરાય છે? જો છાસ્થને યુગપદ્ ઉપયોગ ન હોય, તો કેવળીને પણ તે યોગ્ય નથી. કેવળીને ક્રમસર ઉપયોગવાળા માનવામાં આવે, તો જે વખતે જે જ્ઞાન અથવા દર્શનમાં ઉપયુક્ત હોય, તે જ જ્ઞાન અથવા દર્શન હોય છે, અને જેમાં અનુપયુક્ત હોય છે, તે વખતે તે ખરશંગવત્ નહિ જણાતું હોવાથી નથી જ. એ પ્રમાણે કહેવામાં આવે, તો દર્શન જ્ઞાન અને ચારિત્રમાં છદ્મસ્થસાધુને યુગપદ્ ઉપયોગ નથી, કેમકે છાસ્થને યુગપદ્ ઉપયોગનો અભાવ માનેલ છે, અને તેથી દર્શનાદિ ત્રણમાં જ્યાં અનુપયુક્ત તે હોય, તે પણ એ અભિપ્રાયે નથી જ એમ સિદ્ધ થયું. અને જો એમ હોય તો એમના એક પણ દર્શનાદિથી રહિત હોય, તો તેને સાધુ ન કહેવાય; પરંતુ લોકમાં અને સિદ્ધાન્તમાં તેવાને સાધુ કહેલ છે માટે ક્રમસર ઉપયોગમાં આ દૂષણ નકામું છે. ૬૦. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004649
Book TitleVisheshavashyaka Bhasya Part 2
Original Sutra AuthorHemchandracharya
AuthorVajrasenvijay
PublisherBhadrankar Prakashan
Publication Year
Total Pages586
LanguageGujarati, Prakrit
ClassificationBook_Gujarati, Agam, Canon, Metaphysics, & agam_aavashyak
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy