SearchBrowseAboutContactDonate
Page Preview
Page 473
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૭૨] બે ઉપયોગની એકતા. [વિશેષાવશ્યક ભાષ્ય ભાગ. ૨ મિથ્યા થશે. પરસ્પર આવરણરૂપ થશે, અથવા નિષ્કારણ આવરણ થશે, બેમાંથી એકનો ઉપયોગ ન હોય તો અસર્વજ્ઞપણું અને અસર્વદર્શીપણું થશે. એમ કહેવામાં આવે, તો તેનો ઉત્તર કહીએ છીએ કે એકાંતર ઉપયોગમાં એ સર્વ (દોષજાળ) છદ્મસ્થને પણ સમાન છે. કેવળી સર્વથા ક્ષીણાવરણ છે, છદ્મસ્થ આત્મા તેવો નથી, તેથી ઉભય ઉપયોગમાં આવરણયુક્ત હોવાથી પ્રસ્થને વિદન છે, જિનેશ્વરને નથી, કેમકે તે આવરણરહિત છે.) અને જો તું માનતો હોય, તો (છદ્મસ્થને) દેશથી આવરણનો ક્ષય થયે છતે સમગ્ર ઉભય ઉપયોગનો સદ્ભાવ યુગપદ્ માનવો અયોગ્ય છે, પરંતુ દેશથી તે ઉભય ઉપયોગના યુગપદ્ સદ્ભાવને શા માટે નિષેધાય છે ? જેમાં ઉપયોગ ન હોય, તે નથી એમ કહેવામાં આવે, તો દર્શનાદિ ત્રણમાં યુગપદ્ ઉપયોગ ન હોવાથી, એમાંના એકથી પણ રહિત હોય, તો સાધુ કેમ થાય ? વળી એ પ્રમાણે તારા અભિપ્રાયે જ્ઞાન-દર્શનના સ્થિતિકાળનો વિસંવાદ થાય, તેમ જ ચાર જ્ઞાની અને ત્રણદર્શની છઘસ્થ છે, એમ સિદ્ધાંતમાં કહ્યું છે, તે પણ તેવા નહિ થાય. ૩૧૦૦-૩૧૦૭. વિવેચન - કેવળજ્ઞાન-કેવળદર્શન અવિનાશી હોવાથી સદા અવસ્થિત છે, તેથી તેનો ઉપયોગ યુગપ છે એમ અમે માનીએ છીએ, કેમકે જે બોધસ્વરૂપ અને સદા અવસ્થિત હોય છે તેનો ઉપયોગ પણ હંમેશા હોય છે, અન્યથા તેનો બોધસ્વભાવ ન ઘટે. સદા ઉપયોગ હોવાથી બંને ઉપયોગ પણ એકી વખતે સિદ્ધ થાય છે. એમ કહેવામાં આવે, તો તે યોગ્ય નથી, કેમકે એવો કંઈ નિયમ નથી કે જે લબ્ધિની અપેક્ષાએ કેવળજ્ઞાન-કેવળદર્શન સદા વિદ્યમાન છે, તેથી તે બંનેનો ઉપયોગ પણ સદાય હોવો જોઇએ, કારણ કે જેમ કેવળજ્ઞાન-કેવળદર્શન સિવાયના શેષ જ્ઞાન-દર્શનનો ઉપયોગ સ્વસ્વસ્થિતિકાળ પર્યત નહિ હોવા છતાં પણ તેઓની વિદ્યમાનતા જણાય છે, તેવી રીતે કેવળજ્ઞાનદર્શનનો ઉપયોગ સ્વસ્થિતિકાળપર્યત ન હોય, તો પણ તેની વિદ્યમાનતા કેમ ન હોય ? હોય જ. જો એ પ્રમાણે હોય, તો પછી “વિદ્યમાન જ્ઞાન-દર્શનનો ઉપયોગ નિરંતર હોય” એ અનેકાન્તિક જ થયું. તાત્પર્ય એ છે કે પ્રજ્ઞાપનામાં કાયસ્થિતિની અંદર શેષ જ્ઞાન-દર્શનોનો કાળ દીર્ઘ સ્થિતિવાળો કહ્યો છે. “મના અંતે ! મનાઇ ત્તિ ત્નિો ચિરં દો ? ગયા ! जहन्नेणं अन्तोमुहुत्तेणं उक्कोसेणं छावष्टुिं सागारोवमाइं साइरेगाइं । एवं सुयनाणीवि । ओहीनाणी वि एवं चेव नवरं जहन्नेणं एक्क समयं । मणपज्जवनाणी जहन्नेणं एक्कं समयं उक्कोसेणं देसूणं पुब्बकोडिं चक्खुदंसणी जहन्नेणं अन्तोमुहुत्तं उक्कोसेणं सागरोवमसहस्सं साइरेगं अचक्नुदंसणि अणाइए वा समज्जवसिए, अणाइए अपज्जवसिए वा । ओहिदंसणी जहा ओहिनाणित्ति ।' है ભગવંત ! મતિજ્ઞાની કાળથી કેટલો વખત હોય છે? ગૌતમ! જઘન્યથી અન્તર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટથી છાસઠ સાગરોપમ અધિક. એ જ પ્રમાણે શ્રુતજ્ઞાની પણ જાણવા. અવધિજ્ઞાની પણ એ જ પ્રમાણે માત્ર એટલું વિશેષ કે જઘન્યથી એક સમય સુધી. મન:પર્યવજ્ઞાની જઘન્યથી એક સમય અને ઉત્કૃષ્ટથી પૂર્વક્રોડ વર્ષમાં કંઈક ન્યૂનકાળપર્યત ચક્ષુદર્શની જઘન્ય અંતર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટથી હજાર થી અધિક અચક્ષદર્શની અનાદિ-સપર્યવસિત, અથવા અનાદિઅપર્યવસિતકાળ સુધી. અવધિદર્શનીનો કાળ અવધિજ્ઞાનીના જેટલો જાણવો. આ પ્રમાણે એ સર્વની સ્વસ્વ-સ્થિતિકાળપર્યત વિદ્યમાનતા કહી છે. પણ ઉપયોગ તો અંતર્મહર્નનો જ છે. આથી “વિદ્યમાન જ્ઞાન-દર્શનનો ઉપયોગ નિરંતર હોવો જોઈએ” એ અનેકાંતિક જ છે. લબ્ધિથી એ સર્વ એટલા કાળ સુધી હોય Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004649
Book TitleVisheshavashyaka Bhasya Part 2
Original Sutra AuthorHemchandracharya
AuthorVajrasenvijay
PublisherBhadrankar Prakashan
Publication Year
Total Pages586
LanguageGujarati, Prakrit
ClassificationBook_Gujarati, Agam, Canon, Metaphysics, & agam_aavashyak
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy