SearchBrowseAboutContactDonate
Page Preview
Page 477
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૭૬] ઉપયોગદ્વયની સિદ્ધિ. [વિશેષાવશ્યક ભાષ્ય ભાગ. ૨ સાકાર જ્ઞાન હોય છે, અને અનાકાર દર્શન હોય છે, તેથી એમ કહેવાય છે. એ પ્રમાણે સિદ્ધાંતમાં પણ યુગપ બે ઉપયોગનો નિષેધ કર્યા છતાં પણ જેઓ ક્રમસર ઉપયોગ નથી માનતા તે તેઓનો કદાગ્રહ જ છે. ૩૧૦૮ થી ૩૧૧૨. इवसद्द-मतुप्पच्चयलोवा तं केइ बिंति छउमत्थो । अन्ने पुण परतित्थियवत्तवमिणं ति जंपंति ॥३११३॥ जं छउमत्थो-होहिय-परमावहिणो विसेसिउं कमसो । निद्दिसइ केवलिं तो एयस्स छउमत्थिया नत्थि ॥३११४॥ न य पासइ अणुमन्नो छउमत्थो मोत्तुमोहिसंपन्नं । तत्थ वि जो परमावहिनाणी तत्तो य किंचूणो ॥३११५॥ ते दो वि विसेसेऊ अन्नो छउमत्थकेवलो को सो।। जो पासइ परमाणुगहणमिणं जस्स होज्जाहि ? ॥३११६।। तेसिं चिय छउमथाइयाण मग्गिज्जए जहिं सुत्ते । केवल संवर-संजम बंभाईएहि निव्वाणं ॥३११७॥ तिण्णि वि पडिसेहेऊ तीसु वि कालेसु केवली तत्थ । सिज्झिंसु सिज्झइ त्ति य सिज्झिस्सइ वा विनिद्दिट्ठो ॥३११८॥ ઈવ' શબ્દ અથવા ‘મતુ' શબ્દનો લોપ થવાથી તેને કેટલાક છદ્મસ્થ કહે છે. વળી બીજાઓ પરતીર્થિક વક્તવ્ય સંબંધી એ સૂત્ર છે એમ કહે છે, તેથી તે અમારે માન્ય નથી. સૂત્રમાં છપસ્થ, આધોવધિક અને પરમાવધિક એ ત્રણ ક્રમશઃ બતાવીને પછી કેવળીનો નિર્દેશ કરે છે તેથી એને છઘસ્થતા નથી. વળી અવધિજ્ઞાની સિવાય અન્ય છઘસ્થ પરમાણુને જોતા નથી, તેમાં પણ જે પરમાવધિજ્ઞાની અને તેનાથી કંઈક ન્યૂન અધોઅવધિજ્ઞાની છે, તે જ તે જુએ છે. તે બંનેનો સૂત્રમાં પ્રથમ નિર્દેશ કરેલ છે, તે સિવાય અન્ય છદ્મસ્થ કેવળી કોણ છે કે જે પરમાણુને જુએ છે ? અને જેનું આ પ્રમાણે ગ્રહણ થાય ? તથા જે સૂત્રમાં છvસ્થાદિકને કેવળ સંવર, સંયમ અને બ્રહ્મચર્ય આદિ વડે મોક્ષ વિચારાય છે, અને તેમાં પણ પ્રસ્થાદિ ત્રણનો નિષેધ કરીને ત્રણેય કાળમાં કેવળી સિદ્ધ થયા છે, અને સિદ્ધ થશે એમ કહ્યું છે. ૩૧૧૩ થી ૩૧૧૮. વિવેચન :- ભગવતીસૂત્રમાં કેવળીને યુગપદ્ બે ઉપયોગનો નિષેધ કર્યો છે, ત્યાં કેટલાક “કેવળી” શબ્દનો અર્થ “છઘસ્થ” કરે છે. વર્તી રૂવ વત્ની કેવલી જેવા તે કેવળી અર્થાત્ કેવળી નહિ પણ કેવળી જેવા તે કેવળી. અહીં “ઈવ' શબ્દનો લોપ કરીને કેવળીનો એવો અર્થ કરે છે, અથવા વતી શારતાડરતિ રેવનમાન કેવળી જેને શિક્ષાદાતા છે, તે કેવળી. એમાં મત પ્રત્યયનો લોપ કરીને એવો અર્થ કરે છે. આવા છઘસ્થ કેવળીને યુગાબે ઉપયોગનો નિષેધ છે, એમ તેઓનું માનવું છે, પણ નિરૂપચરિત કેવળીને નથી બીજાઓ વળી એમ કહે છે કે ભગવતીમાં કેવળીને યુગપદ્ ઉપયોગ નિષેધ કરનારું જે સૂત્ર છે, તે અન્યદર્શનનીની વક્તવ્યતા Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004649
Book TitleVisheshavashyaka Bhasya Part 2
Original Sutra AuthorHemchandracharya
AuthorVajrasenvijay
PublisherBhadrankar Prakashan
Publication Year
Total Pages586
LanguageGujarati, Prakrit
ClassificationBook_Gujarati, Agam, Canon, Metaphysics, & agam_aavashyak
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy