________________
૪૬૨] “નારૂપ રેન્ન ઈત્યાદિ ગાથાનું વ્યાખ્યાન. [વિશેષાવશ્યક ભાષ્ય ભાગ. ૨
કૃતનાશાદિ દોષોનો વિઘાત કર્યો છે. જો એમ ન માનવામાં આવે, તો અમોક્ષાદિ દોષો પ્રાપ્ત થશે. આયુષ્ય થોડું અને શેષ કર્યત્રય થોડાં નહિ, એવો નિયમ અસમાન સ્થિતિવાળા કર્મોનો શાથી છે ? (એમ પૂછવામાં આવે તો) બંધ પરિણામના સ્વભાવથી અધ્રુવ બંધની જેમ તેનો તેવો બંધ થાય છે. કેવળીસમુઘાત પામેલો જીવ વિષમ સ્થિતિવાળાં કર્મને બંધનવડે અને સ્થિતિવડે સમાન કરે છે. કર્મ દ્રવ્યબંધનો છે અને સ્થિતિ તે તેમનો કાળ છે. આયુષ્યના અવશેષ સમય સમાન અસંખ્ય ગુણી ગુણશ્રેણિવડે વેદનીયાદિ પૂર્વરચિત કર્મત્રયને જેમ શૈલેશી અવસ્થિતિમાં ખપાવે છે, તેમ તે ખપાવશે. ૩૦૩૯ થી ૩૦૪૭.
શિષ્ય :- વેદનીય, આયુ નામ અને ગોત્રકર્મ એ ચાર ભવોપગ્રાહી કર્મ મુમુક્ષુ જીવને મોક્ષગમન વખતે અનુક્રમે ક્ષય પામે છે કે યુગપએકીસાથે ક્ષય પામે છે ?
આચાર્ય - એ ચારે કર્મ યુગપદ્ ક્ષય પામે છે, પણ ક્રમશઃ નથી પામતાં.
શિષ્ય - એ પ્રમાણે એ ચારે કર્મની સમાન સ્થિતિનો નિયમ શાથી હોઈ શકે? સ્થિતિ જ તેઓને હોઈ શકે. અથવા આયુષ્યની અપેક્ષાએ દીર્ઘસ્થિતિવાળા વેદનીયાદિ કર્મત્રયને તે મુમુક્ષુ જીવ કેવી રીતે અલ્પસ્થિતિવાળા કરી શકે? અધિકસ્થિતિવાળા કર્મને અનુભવ્યા સિવાય નાશ કરવાથી કતના દોષ પ્રાપ્ત થાય. આયુષ્યકર્મ વધારીને વેદનીયાદિ કર્મ વધારીને વેદનીયાદિ કર્મની સમાન સ્થિતિવાળું કરીને એકીસાથે તે સર્વ ખપાવે છે એમ કહેવામાં આવે, તો હ્રસ્વસ્થિતિવાળાને દીર્ઘસ્થિતિવાળાની સમાન કરવાથી અકૃતઆગમ દોષ પ્રાપ્ત થાય માટે મુમુક્ષુ જીવના કર્મોનો ક્ષય અનુક્રમે કહેવો યોગ્ય છે, એટલે કે પ્રથમ આયુષ્યનો ક્ષય અને પછી બાકીનાં ત્રણે કર્મોનો ક્ષય થાય છે.
આચાર્ય :- એમ તારા કહેવા પ્રમાણે જો પ્રથમ આયુષ્યનો ક્ષય થાય, અને પછી અનુક્રમે બીજાં કર્મોનો ક્ષય થાય, તો સંસારમાં રહેવાના હેતુભૂત આયુષ્યના અભાવે ક્ષીણકર્મી જીવ શેષ કર્મનો ક્ષય કરવાને સંસારમાં કેવી રીતે રહી શકે? આયુષ્યના અભાવે તે જીવ મોક્ષ પામે એમ કહેવામાં આવે, તો તે અયોગ્ય છે, કારણ કે આયુષ્યનો ક્ષય થયા છતાં પણ વેદનીયાદિ કર્મો જીવને હોય છે, એટલે કર્મસહિત જીવ મોક્ષે કેવી રીતે જાય ? “સર્વ કર્મનો ક્ષય થવાથી જ મોક્ષ થાય છે.”
શિષ્ય :- ત્યારે એ બે પક્ષમાં ક્યો પક્ષ સત્ય માનવા યોગ્ય છે ?
આચાર્ય :- જે જીવનાં ચારે કર્મ સ્વભાવથી જ તુલ્ય સ્થિતિવાળા હોય, તે જીવ સમુદ્દઘાત કર્યા સિવાય એકીસાથે સર્વ કર્મનો ક્ષય કરીને સિદ્ધ થાય છે; પરંતુ જે જીવને આયુષ્યકર્મ થોડું હોય તથા શેષ કર્મ તેનાથી વધારે હોય, તે જીવ અપવર્તનાકરણથી કર્યત્રયને સમુઘાત પામીને આયુષ્યની સમાન કરે છે.
શિષ્ય - એ પ્રમાણે કરવાથી તો કૃતનાશાદિ દોષો પ્રાપ્ત થશે.
આચાર્ય - કૃતનાશાદિ દોષોનો પરિહાર પૂર્વે (૨૦૪૮મી ગાથામાં) ઉપક્રમ કાળના વિચારમાં કર્યો છે, તે પ્રમાણે અહીં પણ સમજવો. આ સંબંધમાં ઉપક્રમ જો ન માનવામાં આવે, તો અમોક્ષાદિ દોષો પ્રાપ્ત થાય.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org