________________
ભાષાંતર].
કષાયની વ્યાખ્યા.
[૪૫૩
ઉપાદાન હેતુ જે હોય તે કષાય. તે કષના ઉપાદાન હેતુઓ જીવના પરિણામરૂપ ક્રોધાદિ જાણવા. તે કપાય નામાદિ આઠ પ્રકારે છે. નામકષાય, સ્થાપનાકષાય, દ્રવ્યકષાય, ઉત્પત્તિકષાય, આદેયકષાય, રસકષાય અને ભાવકષાય. એમની પ્રરૂપણા આ પ્રમાણે છે. (નામ-સ્થાપના કષાયનો વિચાર સુગમ હોવાથી તે નથી કહેતા.) જ્ઞશરીર ભવ્યશરીર વ્યતિરિક્ત દ્રવ્યકષાય બે પ્રકારે છે, કર્મદ્રવ્યકષાય અને નોકર્મદ્રવ્યકષાય. તેમાં પૂર્વે ૯૨૬રમી ગાથામાં કહ્યા મુજબ દ્રવ્યકષાયના અનુદિત પુલો ચાર પ્રકારના જાણવા. સર્જ, બીભિતક, હરીતકી વગેરે વનસ્પતિ વિશેષ નોકર્પદ્રવ્યકષાય જાણવા. જેનાથી કષાયોની ઉત્પત્તિ થાય તે ઉત્પત્તિકષાય કહેવાય. કેમકે દ્રવ્ય યા ક્ષેત્રાદિ રૂપ વસ્તુ કષાયની ઉત્પત્તિમાં હેતભૂત હોવાથી તે વસ્તુ ઉત્પત્તિકષાય કહેવાય છે. કષાયોના અવિરતિ આદિરૂપ અંતરંગબંધનું જે કારણ તે પ્રત્યયકષાય કહેવાય. શબ્દાદિ વિષયોને કેટલાક પ્રત્યયકષાય કહે છે, તે યોગ્ય નથી, કેમકે તેમ માનવાથી ઉત્પત્તિ કષાયનો ભેદ ન થાય. અંતરંગ કષાય સિવાય, આ કુપિત છે. એમ કહેવાય તે કૃત્રિમ ભ્રકુટિબંગાદિ રૂપ કરેલો આકાર આદેશકષાય કહેવાય. કેટલાક તેવા આકારવાળો ચિત્રાદિગત જીવ તે આદેશકષાય, એમ કહે છે, તે અયોગ્ય છે. કેમકે તેવો આકાર સ્થાપનાથી જુદો ન ગણાય. હરીતકી વગેરેનો રસ તે રસકષાય છે, અને મોહનીય કર્મનો ઉદય તે ભાવકષાય છે. એ ભાવકષાય ક્રોધાદિ ચાર પ્રકારે છે. (ક્રોધ-માન-માયા અને લોભ) તે દરેક પુનઃ નામાદિ ચાર ભેદે છે. શબ્દાદિ શુદ્ધ નયો (ભાવકષાયને જ માને છે.) નામાદિ કષાયને નથી માનતા. નૈગમાદિ અશુદ્ધનયો આઠ પ્રકારના નામાદિ કષાયોને માને છે, તથા શેષ નૈગમાદિ વિશુદ્ધનયો અને ઋજુસૂત્રનય આદેશ અને ઉત્પત્તિ કષાયને નથી માનતા કેમકે તે બન્ને પ્રત્યયકષાયના વિકલ્પો છે. (એટલે પ્રત્યય કષાયથી ભિન્ન નથી.) અથવા (જ્ઞશરીર-ભવ્યશરીર વ્યતિરિક્ત) દ્રવ્યક્રોધ બે પ્રકારે છે. કર્મદ્રવ્યક્રોધ અને નોકર્પદ્રવ્યક્રોધ તેમાં. (બંધયોગ્ય બંધાતા વગેરે ચાર પ્રકારના અનદિત ક્રોધના પદગલો તે કર્મ છે, અને ચર્મકાર નીલિક્રોધ વગેરે નોકર્પદ્રવ્યક્રોધ જાણવો તથા ક્રોધવેદનીયકર્મ ઉદયમાં આવવાથી થયેલા જે ક્રોધના પરિણામ, તે ભાવક્રોધ છે. આ જ પ્રમાણે માન વગેરે પણ યથાયોગ્ય નામાદિ ચાર પ્રકારે જાણવા અથવા એ સર્વે પૃથક પૃથક ક્રોધાદિ અનંતાનુબંધિ આદિ ચાર પ્રકારે જાણવા, પાણીની રેખા જેવો, રેતીની રેખા જેવો, ભૂમિની રેખા જેવો અને પર્વતની રેખા જેવો, એમ ચારે પ્રકારે ક્રોધ છે. નેતરની લત્તા જેવા, કાષ્ટના સ્તંભ જેવો, હાડકાના સ્તંભ જેવો અને પત્થરના સ્તંભ જેવો, એમ ચાર પ્રકારે માન છે. વાંસની છાલ જેવી, ગાયના મૂત્ર જેવી, ઘેટાના શીંગડા જેવી, અને નક્કર વાંસના મૂળ જેવી એમ માયા ચાર પ્રકારે છે. હળદરના રંગ જેવો, અંજન જેવો, કાદવના રંગ જેવો અને કિરમજીના રંગ જેવો એમ લોભ ચાર પ્રકારે છે. તેઓ પશ્ચાનુપૂર્વીક્રમથી એક પક્ષ, ચાર માસ, વરસ અને માવજીવ પર્યત સ્થિતિવાળા છે, તથા દેવ, મનુષ્ય, તિર્યંચ અને નરકગતિના હેતુભૂત છે. એમ જાણવું. ૨૯૭૮ થી ૨૯૯૨. હવે ઈન્દ્રિયોનું સ્વરૂપ કહે છે :
इंदो जीवो सब्बोवलद्धिभोगपरमेसरत्तणओ । सोत्ताइभेयमिंदियमिह तल्लिंगाइभावाओ ॥२९९३॥
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org