________________
૪૫૪]
પાંચ ઇન્દ્રિયોનું સ્વરૂપ.
तं नामाइ चउद्धा दव्वं निव्वित्ति ओवगरणं च । आगारो निव्वित्ति चित्ता बज्झा इमा अंडतो ।। २९९४ ।।
વિશેષાવશ્યક ભાષ્ય ભાગ. ૨
पुष्कं कलंबुयाए-धन्नमसूराइमुत्तचंदो य । होइ खुर (भ)प्पो नाणागिई य सोइंदियाईणं ।। २९९५।। विसयग्गहणसमत्थं उवगरणं इंदियंतरं तंपि ।
जं नेह तदुवघा गेहड़ निव्वत्तिभावे वि ।। २९९६ ।।
સર્વ ઉપલબ્ધિ અને સર્વ ભોગના પરમેશ્વરપણાથી ઈન્દ્ર એટલે જીવ કહેવાય છે, તે જીવના લિંગાદિભાવથી શ્રોત્રાદિભેદે પાંચ પ્રકારની ઈન્દ્રિયો છે. તે ઈન્દ્રિય નામાદિ ચાર ભેદે છે. તેમાં દ્રવ્યઈન્દ્રિય નિવૃત્તિ અને ઉપકરણ એમ બે પ્રકારે છે. બાહ્યનિવૃત્તિ તે વિચિત્ર પ્રકારની આકૃતિ છે, અને અંતર નિવૃત્તિ અનુક્રમે કદંબ, પુષ્પ, મસૂર, ધાન્ય, અતિમુક્તપુષ્પના ચાંદલા અથવા ચંદ્ર, ક્ષુરપ્ર (અસ્ત્રો) અને વિવિધ પ્રકારના આકારવાળી શ્રોત્રાદિ ઈન્દ્રિયો છે. વિષયગ્રહણ કરવાને સમર્થ ઈન્દ્રિયાંતર તે પણ ઉપકરણેન્દ્રિય કહેવાય છે, કેમકે તેનો ઉપઘાત થવાથી અને નિવૃત્તિના સદ્ભાવે પણ વિષયગ્રહણ થતું નથી. ૨૯૯૩ થી ૨૯૯૬.
વિવેચન :- પરઐશ્વર્યપણાના યોગથી જીવ ઈન્દ્ર કહેવાય છે. કારણ કે આવરણનો અભાવ થવાથી સર્વ વસ્તુ તેને જણાય છે. વળી નાનાવિધ ભાવોમાં ભમતા સર્વ વસ્તુનો તેને ઉપભોગ થાય છે, તેથી જીવ પરઐશ્વર્યવાન્ કહેવાય છે, એ પરમૈશ્વર્યના યોગથી જીવ ઈન્દ્ર કહેવાય છે. તે જીવનું=ઈન્દ્રનું લિંગ ચિન્હ તે ઈન્દ્રિય અથવા ઈન્દ્રિયવડે દેખાયેલ આ સરજાયેલ તે ઈન્દ્રિય કહેવાય. તે ઈન્દ્રિય શ્રોત્ર, ચક્ષુ, ઘ્રાણ, રસના અને સ્પર્શન એમ પાંચ પ્રકારે છે. પુનઃ તે ઈન્દ્રિયો નામ, સ્થાપના, દ્રવ્ય અને ભાવ એમ ચાર ભેદે છે. નામ અને સ્થાપના ઈન્દ્રિયનું સ્વરૂપ સુગમ હોવાથી તેનું વ્યાખ્યાન મૂકી દઈને જ્ઞશરીર તથા ભવ્યશરીરવ્યતિક્ત દ્રવ્યેન્દ્રિયનું સ્વરૂપ કહીએ છીએ. તે દ્રવ્યેન્દ્રિય નિવૃત્તિ અને ઉપકરણ એમ બે પ્રકારે છે. તેમાં કાનનો નિવૃત્તિ એટલે આકાર, તે આકાર બાહ્ય અને અત્યંતર એમ પ્રકારે છે. તેમાં બાહ્યનિવૃત્તિ મનુષ્ય, અશ્વ, સસલા વગેરેની અપેક્ષાએ વિવિધ આકારની છે, અને અત્યંતર નિવૃત્તિ સર્વની સરખી હોય છે. શ્રોત્રેન્દ્રિયની અત્યંતર નિવૃત્તિ કદંબપુષ્પાકારે માંસના ગોળારૂપે છે, ચક્ષુની મસૂર ધાન્ય વિશેષના જેવી છે, ઘ્રાણેન્દ્રિયની અતિમુક્તપુષ્પના ચાંદલા જેવી છે, રસનેન્દ્રિયની ક્ષુરપ્ર (અસ્ત્રા)ના આકારે અને સ્પર્શનેન્દ્રિયની વિવિધાકારવાળી છે.
ઉપરોક્ત આકારવાળી અત્યંતર નિવૃત્તિની વિષય ગ્રહણ કરવાની જે શક્તિ, તેને ઉપકરણ દ્રવ્યેન્દ્રિય કહેવાય છે.
Jain Education International
શિષ્ય :- જેને આપ ઉપકરણેન્દ્રિય કહો છો, તે અંતર્નિવૃત્તિની શક્તિરૂપ હોવાથી અંતર્નિવૃત્તિ જ છે, તેનાથી કોઈ ભેદ જણાતો નથી.
આચાર્ય :- એ ઉ૫ક૨ણેન્દ્રિય પણ દ્રવ્યેન્દ્રિયનો એક ભેદ છે. કેમકે કદંબપુષ્પાદિ આકારવાળી શ્રોત્ર આદિ ઈન્દ્રિયોની શબ્દાદિ વિષય જાણનારી જે શક્તિ છે, તે શક્તિનો વાત-પિત્તાદિવડે
For Private & Personal Use Only
www.jainelibrary.org