________________
ભાષાંતર ]
નયાભિપ્રાયથી રાગદ્વેષનો વિચાર.
[૪૫૧
વિવેચન :અપ્રીતિરૂપ જાતિસામાન્યથી ક્રોધ અને માન દ્વેષ છે, તથા માયા અને લોભ પ્રીતિરૂપ સામાન્ય જાતિથી રાગ છે, એમ સંગ્રહનય માને છે.
ક્રોધ-માન અને માયા. એ ત્રણેને વ્યવહારનય દ્વેષરૂપ માને છે, કેમકે માયા બીજાને ઠગવા માટે કરાય છે, તેથી માયા પણ ક્રોધ-માનની જેમ પરોપઘાતનો હેતુ હોવાથી દ્વેષ જ છે, અને ન્યાયથી દ્રવ્યાદિ ઉપાર્જન કરવામાં જે મૂર્છાત્મક લોભ થાય છે, તે લોભ રાગ છે, પરંતુ અન્યાયોપાદાનમાં માયાદિક કષાયનો સંભવ હોવાથી તે જ લોભ દ્વેષરૂપ છે.
ઋજીસૂત્રનયના મતે અપ્રીત્યાત્મક ક્રોધ જ દ્વેષ છે, શેષ માન-માયા અને લોભના સંબંધમાં એકાંત નિશ્ચય નથી. એ ત્રણમાં પરિણામવશાત્ કોઈ રાગ છે અને કોઈ દ્વેષ છે. કારણ કે આ નય વર્તમાન એક ક્ષણગ્રાહી હોવાથી ક્રોધ-માન એ દ્વેષ છે, અને માયા-લોભ એ રાગ છે, એમ નથી માનતો. જ્યારે પરગુણોમાં અપ્રીતિરૂપ ઉપયોગ થાય, ત્યારે માન એ દ્વેષ છે, અન્યથા નહિ. ભલે ક્રોધ-માન વગેરે વિધમાન સમકાળે હોય, તોપણ એક કાળે બે ઉપયોગ ન હોય, તેથી બે મિશ્ર કષાયના ઉપયોગથી રાગ અથવા દ્વેષ કેવી રીતે થાય ? એમ પૂછવામાં આવે, તો અપ્રીત્યાત્મક અને પ્રીત્યાત્મક ઉપયોગથી માનાદિ કષાયને આ નય રાગ અથવા દ્વેષ કહે છે એટલે કે સ્વગુણોમાં બહુમાનરૂપ અભિષ્યંગાત્મક ઉપયોગકાળે માન તે રાગ છે, અને પરગુણોમાં અપ્રીત્યાત્મક ઉપયોગ વખતે દ્વેષ છે. એ જ પ્રમાણે પરોપઘાત માટે કરાતી માયા અને લોભ દ્વેષ છે, અને સ્વશરીરસ્વધન-સ્વજનાદિકની અંદર મૂર્છાત્મક ઉપયોગ કાળે તે જ માયા-લોભ રાગુ છે. કેમકે મૂર્છાત્મક આસક્તિ તે રાગ છે.
શબ્દાદિ ત્રણ નયોના અભિપ્રાયે માન અને માયા સ્વઉપકાર માટે વપરાતાં જે ઉપયોગ થાય છે, તે લોભ જ છે. કેમકે સ્વગુણોપકારાત્મક ઉપયોગ પોતાની અંદર મૂર્ધાત્મક હોય છે, તેથી તે બંનેનો લોભમાં અંતર્ભાવ થાય છે, તેમ થવાથી માન-માયાનો સ્વગુણોપકારાત્મક ઉપયોગ મૂર્છાત્મક હોવાથી લોભની જેમ તે પણ રાગ જ કહેવાય છે. સ્વગુણોપકારાત્મક સિવાયના પરોપઘાતાત્મક માન-માયાના અંશો, ક્રોધ, અને તે સાથે પરોપઘાતાત્મક ઉપયોગરૂપ લોભ એ સર્વપરોપઘાતમય હોવાથી દ્વેષરૂપ સમજવા. તાત્પર્ય એ છે કે ક્રોધ સિવાયના માન-માયા અને લોભની અંદર જે મૂર્છાત્મક અનુરંજન, અથવા જે મૂર્છાત્મક ઉપયોગ તે રાગ છે અને એ ત્રણેમાં અપ્રીત્યાત્મક ઉપયોગ તે દ્વેષ છે. આ પ્રમાણે શબ્દનય અને ઋજીસૂત્રનયની ભજના છે. બાકીના સંગ્રહ-વ્યવહારનય નિયમિત પક્ષવાળા છે, એટલે કે સંગ્રહનય ક્રોધ તથા માનને દ્વેષ માને છે, અને માયા તથા લોભને રાગ માને છે. વ્યવહારનય એક લોભને જ રાગ માને છે, બાકીના ત્રણને દ્વેષ માને છે. અને શબ્દાદિનયો ભજનાએ રાગ-દ્વેષ માને છે. નૈગમનયનો અભિપ્રાય જુદો નથી કહ્યો, કેમકે સંગ્રહ-વ્યવહાર નયમાં તેનો અંતર્ભાવ થાય છે. ૨૯૬૯ થી ૨૯૭૭.
હવે કષાયોની વ્યાખ્યા કરે છે ઃ
Jain Education International
कम्मं कस भवो वा कसमाओ सिं जओ कसाया तो । कसमाययंति व जओ गमयंति कसं कसायति ।। २९७८ ।।
For Private & Personal Use Only
www.jainelibrary.org