SearchBrowseAboutContactDonate
Page Preview
Page 451
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૫O] નયાભિપ્રાયથી રાગદ્વેષનો વિચાર. (વિશેષાવશ્યક ભાષ્ય ભાગ. ૨ मायं वि दोसमिच्छइ ववहारो जं परोवघायाय । नाओवादाणे च्चिय मुच्छा लोभो त्ति तो रागो ।।२९७०।। उज्जुसुयमयं कोहो दोसो सेसाणमयमणेगंतो । रागो त्ति व दोसो त्ति व परिणामवसेण उ वसेओ ॥२९७१।। संपयगाहि त्ति तओ न उवओगदुगमेगकालम्मि । अप्पीइ-पीइमेत्तोवओगओ तं तहा दिसइ ।।२९७२।। माणो रागो त्ति मओ साहंकारोवओगकालम्मि । सो च्चिय होइ दोसो परगुणदोसोवओगम्मि ॥२९७३॥ माया लोभो चेवं परोवघाओवओगओ दोसो । मुच्छोवओगकाले रागोऽभिस्संगलिंगो त्ति ॥२९७४।। सद्दाइमयं माणे मायाए चिय गुणोवगाराय । उवओगो लोभो च्चिय जओ य तत्थेव अवरुद्धो ॥२९७५।। सेसंसा कोहो वि य परोवघायमइय त्ति तो दोसो। तल्लखणो य लोभो अह मुच्छा केवलो रागो ॥२९७६॥ मुच्छाणुरंजणं वा रागो यं दूसणं ति तो दोसो । सद्दरस व भयणेयं इयरे एक्केक्कट्ठियपक्खा ॥२९७७॥ ગાથાર્થ :- અપ્રીતિજાતિવાળા ક્રોધ અને માનને સામાન્યથી સંગ્રહનય દોષ અથવા ષ કહે છે, અને પ્રતિજાતિવાળા માયા-લોભને સામાન્યથી સંગ્રહનય રાગ કહે છે. ક્રોધ, માનની સાથે માયાને પણ વ્યવહારનય દોષ યા દ્વેષ માને છે, કેમકે તે પણ બીજાને વંચના માટે કરાય છે. તથા ન્યાયપાદન દ્રવ્યમાં પણ મૂર્છા થાય છે. તેથી વ્યવહાર-નયના મતે લોભ એ રાગ છે. (પણ અન્યાયોપાદાન દ્રવ્યમાં માયાદિકદોષને લીધે દ્વેષ છે.) ઋજાસૂત્રનયના મતે ક્રોધ એ ઠેષ છે, અને બાકીનામાં અનેકાન્તિક મત છે, કોઈ રાગ છે અને કોઈ દોષ છે એ સર્વ પરિણામના વશથી જણાય છે. આ નય સાંપ્રતગ્રાહી હોવાથી એક કાળમાં બે ઉપયોગ નથી માનતો, અપ્રીતિ અને પ્રીતિમાત્રરૂપ ઉપયોગથી તે તે કષાયને તે તે નામે કહે છે અહંકારસહિત ઉપયોગ સમયે માન એ રાગ છે, એમ આ નયને સંમત છે, અને એ જ માન અન્યના ગુણના દોષોપયોગ સમયે દ્વેષ છે. એ જ પ્રમાણે માયા અને લોભ પરોપઘાતરૂપ ઉપયોગસમયે દ્વેષ છે, અને પોતાના શરીર, ધન, સગા-સંબંધીને વિષે મૂછરૂપ ઉપયોગસમયે અભિધ્વંગ લક્ષણ રાગ છે. શબ્દાદિ નયોનો મત આ પ્રમાણે છે. સ્વગુણોપર માટે માન-માયાની અંદર જે ઉપયોગ છે, તે લોભ જ છે, કેમકે તે તેમાં જ અંતર્ભત થાય છે. તેથી તે રાગ છે. શેષ અંશો અને ક્રોધ પણ પરોપઘાતના ઉપયોગમય હોવાથી તેઓ દ્વેષ છે, શું મૂછત્મક લોભ જ માત્ર રાગ છે? (એમ પૂછવામાં આવે તો) મૂછત્મક જે અનુરંજન તે રાગ છે, અને અપ્રીત્યાત્મક દૂષણ તે દ્વેષ છે. શબ્દનયના અભિપ્રાયે આ પ્રમાણે ભજના છે, અને બાકીના નયો (સંગ્રહ-વ્યવહાર) એકેક પક્ષમાં સ્થિત છે. ર૯૬૯ થી ૨૯૭૭. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004649
Book TitleVisheshavashyaka Bhasya Part 2
Original Sutra AuthorHemchandracharya
AuthorVajrasenvijay
PublisherBhadrankar Prakashan
Publication Year
Total Pages586
LanguageGujarati, Prakrit
ClassificationBook_Gujarati, Agam, Canon, Metaphysics, & agam_aavashyak
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy