SearchBrowseAboutContactDonate
Page Preview
Page 450
Loading...
Download File
Download File
Page Text
________________ ભાષાંતર] પ્રકરાન્તરે નમસ્કારની યોગ્યતામાં અરિહંતના ગુણો. [૪૪૯ कुप्पवयणेसु पढमो बिइओ सद्दाइएसु विसएसु । विसयादनिमित्तो वि हु सिणेहराओ सुयाईसु ॥२९६५॥ दुसंति तेण तम्मि व दूसणमह देसणं व देसो त्ति । देसो च सो चउद्धा दब्बे कम्मेयरविभिन्नो ॥२९६६॥ जोग्गा बद्धा बज्झंतगा य पत्ता उदीरणावलियं । अह कम्मदब्बदोसो इयरो दुट्ठबणाईओ ॥२९६७॥ जं दोसवेयणिज्जं समुइण्णं एस भावओ दोसो । वत्थुविकिइस्सहावोऽनिच्छियमप्पीइलिंगो वा ॥२९६८।। રાગ, દ્વેષ, કષાય, પાંચ ઈન્દ્રિયો, પરિષહ, અને ઉપસર્ગોને જે નમાવે તે નમસ્કારને યોગ્ય છે. તે વડે અથવા તેની હાજરીમાં પ્રાણીઓ સ્ત્રી આદિક પદાર્થોમાં પ્રીતિ પામે તે રાગ, અથવા પૌદ્ગલિક વસ્તુ ઉપર રંજન થવું તે રાગ. તે રાગ નામાદિ ચાર પ્રકારે કહેલ છે. તેમાં નામ, સ્થાપના અને જ્ઞશરીર. ભવ્ય શરીર. દ્રવ્ય રાગનો વિચાર સમજી શકાય એવો છે, પરંતુ જ્ઞશરીર. ભવ્ય શરીરથી વ્યતિરિક્ત દ્રવ્યરાગમાં કર્મદ્રવ્યરાગ અને નોકર્મદ્રવ્યરાગ એવા બે ભેદ છે. કર્મદ્રવ્યરાગનાં પદગલો ચાર પ્રકારનાં છે. બંધન યોગ્ય એટલે બંધપરિણામને સન્મુખ થયેલા બંધાતા, બંધાયેલા અને ઉદીરણાવલિકાને પામેલા (ઉદય નહિ પામેલા) નોકર્મ દ્રવ્યરાગ બે પ્રકારે છે. પ્રયોગથી તે કસુંબાનો રંગ વગેરે, અને બીજો વિસસાભાવથી તે સંધ્યા સમયના રંગ વગેરે જાણવા. જે રાગવેદનીયકર્મ એટલે માયા અને લોભ લક્ષણરૂપ કર્મનો ઉદય પ્રાપ્ત થવાથી થયે જીવના પરિણામ તે ભાવથી રાગ કહેવાય છે. તે રાગ દ્રષ્ટિરાગ, વિષયાનુરાગ અને સ્નેહાનુરાગ એમ ત્રણ પ્રકારે કહ્યો છે. કુપ્રવચનમાં આસક્તિ તે પહેલો દ્રષ્ટિરાગ, શબ્દાદિ પાંચ વિષયોમાં જે રાગ થાય તે બીજો વિષયાનુરાગ, અને વિષયાદિ નિમિત્ત સિવાય પુત્રાદિકમાં જે પ્રેમ થાય તે ત્રીજો સ્નેહાનુરાગ કહેવાય છે. તે વડે અથવા તે હોતે છતે પ્રાણીઓ વિકાર પામે છે તે દ્વેષ અથવા દોષ છે. અથવા દૂષણ તે દ્વેષ યા દોષ કહેવાય છે. તે દ્વેષ નામાદિ ચાર પ્રકારે છે. (નામ, સ્થાપના અને જ્ઞશરીર, ભવ્યશરીરદ્રવ્યષનો વિચાર સુગમ છે) જ્ઞશરીર, તથા ભવ્ય શરીર વ્યતિરિક્ત દ્રવ્ય રાગની જેમ દ્રવ્ય દ્વેષના કર્મદ્રવ્યદોષ અને નોકર્મદ્રવ્યદોષ એ બે ભેદ છે. બંધનયોગ્ય, બંધાતા, બંધાયેલા, અને ઉદીરણાવલિકાને પામેલા (ઉદય નહિ પામેલા) કર્મયુગલો, એમ ચારે પ્રકારે કર્મદ્રવ્યદોષ છે. અને નોકર્મદ્રવ્યદોષ તે ખરાબ વર્ણાદિ જાણવા. તથા જે દોષ અથવા કેષવેદનીયકર્મ ઉદય પામેલું હોય, તે ભાવદોષ અથવા ભાવàષ કહેવાય છે. સ્વભાવમાં રહેલી વસ્તુ જે શરીરના દેશાદિકનો વિકૃતિ સ્વભાવ અથવા અનિષ્ટ કે અપ્રીતિ એ તેનું ચિન્હ છે. ર૯૬૦ થી ૧૯૬૮. હવે નાભિપ્રાયથી રાગ-દ્વેષનો વિચાર કહે છે. कोहं माणं वाऽपीइजाईओ बेइ संगहो दोसं । माया-लोभे य स पीइजाइसामण्णओ रागं ॥२९६९॥ ૫૭ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004649
Book TitleVisheshavashyaka Bhasya Part 2
Original Sutra AuthorHemchandracharya
AuthorVajrasenvijay
PublisherBhadrankar Prakashan
Publication Year
Total Pages586
LanguageGujarati, Prakrit
ClassificationBook_Gujarati, Agam, Canon, Metaphysics, & agam_aavashyak
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy