SearchBrowseAboutContactDonate
Page Preview
Page 449
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૪૮] સિદ્ધ ભગવંત મોક્ષના હેત. [વિશેષાવશ્યક ભાષ્ય ભાગ. ૨ નિશ્ચયનયના મતે આત્મા જ મોક્ષમાર્ગ છે અને રૂચિ તે સમ્યકત્વ છે, એ પણ આત્મા જ છે, બીજું કંઈ નથી તો પછી અવિનાશીરૂપ બાહ્ય હેતુ અહીં કહેવાથી શું ? એમ કહેવામાં આવે, તો તે સત્ય છે. પરંતુ વ્યવહારનયમતે જેમ જિનેશ્વરો માર્ગોપકારી છે, તેમ ક્ષીણ સંસારી એવા સિદ્ધભગવંતો પણ અવિનાશીભાવે માર્ગોપકારી છે. ર૯૫૦ થી ર૯૫૬. હવે આચાર્ય, ઉપાધ્યાય અને સાધુના નમસ્કારની યોગ્યતામાં હેતુ કહે છે : आयारदेसणाओ पुज्जा परमोवगारिणो गुरवो । विणयाइगाहणा उवज्झाया सुत्तया जं च ॥२९५७॥ आयार-विणय-साहणसाहज्ज साहवो जओ दिति । तो पुज्जा तह पंच वि तग्गुणपूयाफलनिमित्तं ।।२९५८॥ (૪૩૮) ૩ વીજ રિત્તિ તદેવ નિષ્ણામથી મુખ્ય છે छक्कायरक्खणट्ठा महगोवा तेण वुच्चंति ॥२९५९।।९०४।। આચારનો ઉપદેશ કરવાથી પરમોપકારી આચાર્ય ભગવંત પૂજ્ય છે, અને વિનયાદિ ગુણોને ગ્રહણ કરાવવાથી સૂત્ર-પાઠ આપનાર ઉપાધ્યાય ભગવંત પૂજ્ય છે. આચારવાનું વિનયવાનું સાધુ મહારાજ મોક્ષસાધનમાં સહાય આપે છે, તેથી તે પણ પૂજ્ય છે. વળી અરિહંતાદિ પાંચ જ્ઞાનાદિ ગુણોની પૂજાના સ્વર્ગ-અપવર્ગાદિ ફળનું નિમિત્ત થાય છે, તેથી તેઓ પૂજ્ય છે. અરિહંતોએ સંસારાટવીમાં માર્ગોપદેશકપણું કર્યું છે, ભવોદધિમાં નિર્ધામકપણું કર્યું છે, અને છક્કાય જીવોની રક્ષા માટે વન કર્યો છે, તેથી તેઓ મહાગોપ કહેવાય છે. ૨૯૫૭ થી ૨૫૯. આ પછી “નિવૃરપુરમ” ઈત્યાદિ સત્તર ગાથાઓ ઉપરોક્ત અર્થ પ્રતિપાદન કરનારી છે, તે સુગમ હોવાથી તેનું વ્યાખ્યાન ભાષ્યકાર અને ટીકાકારે નથી કર્યું. હવે પ્રકારાન્તરે નમસ્કારની યોગ્યતામાં અરિહંતોના ગુણો કહે છે. (૪૬) રાગ-દોસ-સાઈ ય ક્રિયામાં પંથ વિ. परीसहे उवसग्गे नामयंता नमोरिहा ॥२९६०-९१८॥ रज्जंति तेण तम्मि व रंजणमहवा निरूविओ राओ । नामाइ चउब्भेओ दब्बे कम्मेयरविभिण्णो ॥२९६१॥ जुग्गा बद्धा बझंतया य पत्ता उईरणावलियं । अह कम्मदब्बराओ चउबिहा पोग्गला हुंति ॥२९६२।। नोकम्मदब्बराओ पओगओ सो कुसुंभरागाई। बितिओ य वीससाए नेओ संझब्भरागाई ॥२९६३॥ जं रागवेयणिज्जं समुइण्णं भावओ तओ राओ। सो दिट्ठि-विसय-नेहाणुरायरूवो अहिस्संगो ॥२९६४।। Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004649
Book TitleVisheshavashyaka Bhasya Part 2
Original Sutra AuthorHemchandracharya
AuthorVajrasenvijay
PublisherBhadrankar Prakashan
Publication Year
Total Pages586
LanguageGujarati, Prakrit
ClassificationBook_Gujarati, Agam, Canon, Metaphysics, & agam_aavashyak
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy