________________
ભાષાંતર] વસુધાર અને અરિહંતનું વર્ણન.
૪િ૪૫ મિથ્યાષ્ટિ જીવ તે નોનમસ્કાર કહેવાય. તથા નોશબ્દને સર્વનિષેધવાચી માનીએ અને અકાર તો સર્વનિષેધવાચી છે જ, તેથી બે નિષેધવડે મૂળ અર્થ જણાય છે એટલે ચોથા ભાંગામાં પૂર્વોક્ત સમ્યગુષ્ટિ જીવ તે નોઅનમસ્કાર કહેવાય, અને “નો' શબ્દને દેશ પ્રતિષેધવાચી માનીએ તો પૂર્વોક્ત અનમસ્કારનો એક દેશ તે નોઅનમસ્કાર છે.
ઉપરોક્ત ચાર ભાંગામાનાં નોનમસ્કારરૂપ ત્રીજા ભાંગાને નમસ્કારનો દેશ કહેલ છે. ચોથા અનમસ્કારરૂપ ભાંગાનો અનમસ્કારનો એક દેશ કહ્યો છે, તે ઉપચારથી કહેલ છે, કેમકે નો શબ્દના દેશપ્રતિષેધવાચા અર્થથી નોનમસ્કાર અને નોઅનમસ્કાર રૂપ સંપૂર્ણ વસ્તુનો અભાવ છે. આ બે સિવાયના પહેલા બે ભાંગા નમસ્કાર અને અનમસ્કાર એ બન્ને ઉપચારરહિત સદ્દભૂત છે, કેમકે નમસ્કાર અને અનમસ્કારરૂપ સંપૂર્ણ વસ્તુનો સદ્ભાવ છે, તથા ઉપરના બે ભાંગા એટલે ત્રીજો અને ચોથો ભાંગો પણ નો-શબ્દને સર્વ નિષેધાર્થમાં માનીએ તો સબૂત છે. કેમકે એ ભાંગાથી વાચ્ય નમસ્કાર અને અનમસ્કારરૂપ સંપૂર્ણ વસ્તુનો સદ્ભાવ છે.
એ ચારે ભાંગાનો નયોથી વિચાર કરવામાં આવે, તો પણ શબ્દનયો શુદ્ધ હોવાથી વસ્તુને દેશ-પ્રદેશરહિત સંપૂર્ણ અખંડ રૂપે જ માને છે, અને બાકીના નૈગમાદિ નયો અશુદ્ધ હોવાથી વસ્તુને દેશ-પ્રદેશવાળી પણ માને છે, તેથી કરીને ત્રિવિધ શબ્દ નયના અભિપ્રાયે નમસ્કાર-અનમસ્કારનોનમસ્કાર અને નોઅનમસ્કાર એ ચાર પ્રકારનો નમસ્કાર વસ્તુતઃ નમસ્કાર અને અનમસ્કાર એ બે રૂપે જ રહે છે, કેમકે નોનમસ્કાર અને નોઅનમસ્કારથી વાચ્ય દેશ-પ્રદેશનો તેમના મતે અભાવ છે, તેથી તે બે ભાંગા શૂન્ય છે. અને બાકીના નૈગમાદિનયોના અભિપ્રાયે તો એ ચારે પ્રકારના નમસ્કાર સભૂત છે, કેમકે તેમને મતે દેશ-પ્રદેશ પણ વિદ્યમાન છે. ૨૯૩૪ થી ૨૯૩૯.
એ પ્રમાણે ચાર પ્રકારની પ્રરૂપણા કહેવાથી પ્રરૂપણા દ્વાર પુરું થયું. હવે વસ્તુકાર કહે છે :
वत्थु अरहा पुज्जा जोग्गा के जे नमोऽभिहाणस्स । संति गुणरासओ ते पंचारुहयाइजाईया ॥२९४०।। १३ भेओवयारओ वा वसन्ति नाणादओ गुणा जत्थ । तं वत्थुमसाहारणगुणालओ पंचजाईयं ॥२९४१॥ १४ ते अरिहंता य सिद्धा-यरिय-उवज्झाय-साहवो नेया । जे गुणमयभावाओ गुणा ब्ब पुज्जा गुणत्थीणं ॥२९४२॥ १५ मोक्खत्थिणो व जं मोक्खहेयवो दंसणादितियगं व ।
तो तेऽवि वंदणिज्जा जइ व मई हेअवो कह ते ? ॥२९४३।। १६ જે “નમસ્કાર' નામને લાયક-પૂજય અથવા યોગ્ય વસ્તુ છે, તે કોણ છે ? એમ પૂછવામાં આવે, તો તે ગુણના સમૂહભૂત અરિહંતાદિ પાંચ પ્રકારની વસ્તુ છે. અથવા ભેદોપચારથી કહીએ તો જ્યાં જ્ઞાનાદિ ગુણો વસે છે, તે અસાધારણ ગુણોના સ્થાન રૂપ પાંચ પ્રકારની વસ્તુ છે. તે પાંચ પ્રકારની વસ્તુ અરિહંત-સિદ્ધ-આચાર્ય-ઉપાધ્યાય અને સાધુ ભગવંત જાણવા. તેઓ ગુણમય
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org