________________
૪૪૬]
વસ્તુહાર અને અરિહંતનું વર્ણન.
વિશેષાવશ્યક ભાષ્ય ભાગ. ૨
હોવાથી મૂર્તિમાન ગુણો જેવા છે, તેથી ગુણાર્થી ભવ્ય જીવોને તેઓ પૂજવાયોગ્ય છે. અથવા સમ્યગ્દર્શનાદિ ત્રણની જેમ તે અર્હદાદિ પાંચેય મોક્ષાર્થી જીવોને મોક્ષના હેતુરૂપ છે, તેથી તેઓને તે પૂજવાયોગ્ય છે. કેવી રીતે એ અરિહંતાદિ મોક્ષના હેતુ છે ? એમ જો પૂછવામાં આવે, તો તે પણ હવે કહીએ છીએ. ૨૯૪૦ થી ૨૯૪૩.
અરિહંતાદિ પાંચ મોક્ષના હેતુ છે તેમાં પ્રથમ અરિહંતને મોક્ષના હેતુ કહે છે. (४३७) मग्गो अविप्पणासो आयारे विणयया सहायत्तं । पंचविहनमोक्कारं करेमि एएहिं हेऊहिं ॥। २९४४ ।। ९०३ मग्गोवएसणाओ अरिहंता हेअवो हि मोक्खस्स । तब्भावे भावाओ तदभावेऽभावओ तस्स || १ ||२९४५ ।। मग्गो च्चिय सिवहेऊ जुत्तो तद्धेयवो कहं जुत्ता ? | तदहीणत्तणओऽहव कारण कज्जोवयाराओ ।। २९४६ ॥ मग्गोवारिणो जइ पुज्जा गिहिणो वि तो तदुवगारी । तस्साहणदाणाओ सव्वं - पुज्जं परंपरया ।। २९४७ ।। जं पच्चासन्नतरं कारणमेगंतियं च नाणाई । मग्गो तद्दायारो सयं च मग्गो त्ति ते पुज्जा ॥ २९४८॥
भत्ताई बज्झयरो हेऊ न य नियमओ सिवरसेव । तद्दायारो गिहिणो सयं न मग्गो त्ति नो पुज्जा ।। २९४९||
મોક્ષમાર્ગ, અવિનાશીપણું, આચાર, વિનય અને સહાયત્વ એ હેતુઓ વડે હું પંવિધ નમસ્કાર કરૂં છું. (કેમકે એ પાંચે હેતુમાં અરિહંતાદિ પાંચ અનુક્રમે હેતુભૂત છે.) મોક્ષમાર્ગનો ઉપદેશ કરવાથી અરિહંતો મોક્ષના હેતુ છે, કેમકે સમ્યગ્દર્શનાદિ માર્ગના સદ્ભાવે મોક્ષનો સદ્ભાવ હોય છે, અને તેના અભાવે તેનો અભાવ હોય છે. જો એમ હોય તો સમ્યગ્દર્શનાદિ માર્ગ જ મોક્ષનો હેતુ કહેવા યોગ્ય છે, પણ તે માર્ગમાં હેતુભૂત અરિહંતાદિ મોક્ષના હેતુ કેવી રીતે યોગ્ય ગણાય ? એમ પૂછવામાં આવે તો ઉપદેશકપણાથી તે માર્ગ તેમને આધીન હોવાથી તેઓ તેના હેતુ છે. અથવા કારણમાં કાર્યનો ઉપચાર કરવાથી તેઓ મોક્ષના હેતુ છે. મોક્ષમાર્ગના ઉપકારીપણાથી જો તે અરિહંતાદિ પૂજ્ય છે, તો ગૃહસ્થો પણ તેના સાધનભૂત આહાર વસ્ત્રાદિ આપવાથી મોક્ષમાર્ગના ઉપકારી છે, અને એથી કરીને પરંપરાએ સર્વ કંઇ પૂજ્ય ગણાય. (એમ કહેવામાં આવે તો) જે વધારે નજીકનું અને એકાન્તિક કારણ જ્ઞાનાદિ ત્રણ મોક્ષમાર્ગ છે, તે આપનારા અરિહંતો છે, વળી તે પોતે જ મોક્ષમાર્ગભૂત છે, તેથી તેઓ પૂજ્ય છે. આહારાદિ વધારે દૂરવર્તિ મોક્ષના હેતુ છે, પણ જ્ઞાનાદિ ત્રણની જેમ નિયમથી મોક્ષના એકાંતિક હેતુ નથી. તેથી તે બાહ્ય સાધન આપનારા ગૃહસ્થો મોક્ષના હેતુ નથી, વળી તેઓ સ્વયં પણ માર્ગભૂત નથી માટે તેઓ પૂજ્ય નથી. ૨૯૪૪ થી ૨૯૪૯,
હવે નમસ્કાર કરવાને યોગ્ય સિદ્ધ ભગવાનનો અવિનાશીરૂપ હેતુ કહે છે :
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org