SearchBrowseAboutContactDonate
Page Preview
Page 445
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૪૪) નમસ્કારની ચાર પ્રકારની પ્રરૂપણા. [વિશેષાવશ્યક ભાષ્ય ભાગ. ૨ पयइ त्ति नमोक्कारो जीवो तप्परिणओ स चाभिहिओ । अनमोक्कारो परिणइरहिओ तल्लद्धिरहिओ वा ।।२९३५॥ ८ नोपुब्बो तप्परिणयदेसो देसपडिसेहपक्खम्मि । पुणरनमोक्कारो च्चिय सो सबनिसेहपक्खम्मि ॥२९३६।। ९ नोअनमोक्कारो पुण दुनिसेहप्पयइगमयभावाओ । होइ नमोक्कारो च्चिय, देसनिसेहम्मि तद्देसो ॥२९३७॥ १० उवयारदेसणाओ देस पएसो त्ति नोनमोक्कारो । નોડનમોવારો વા યનિરદાય સમૂયા ૫ર રૂટો ? सब्बो वि नमोक्कारो अनमोक्कारो य वंजणनयरस । होउं चउरूवो वि हु सेसाणं सबभेया वि ॥२९३९।। १२ પ્રકૃતિ, અકાર, નોકાર અને ઉભય નિષેધ સહિત, એ નમસ્કાર શું છે? એવો અહીં પુનઃ પણ વિચાર કરવો. પ્રકૃતિથી વિચાર કરતાં નમસ્કાર શું છે? તેના ઉત્તરમાં નમસ્કારપરિણામ યુક્ત જીવ તે નમસ્કાર કહેલ છે, અને અનમસ્કાર એટલે નમસ્કારના પરિણામરહિત અથવા તલબ્ધિરહિત જીવ જાણવો. દેશપ્રતિષેધપક્ષમાં તો નમસ્કાર તે તેના પરિણામવાળા જીવનો એકદેશ જાણવો. અને સર્વ નિષેધ પક્ષમાં તે પુનઃ અનમસ્કાર જ છે. તથા નોઅનમસ્કાર એ બે નિષેધ વચન વડે પ્રકૃતિભાવ જણાવનાર હોવાથી નમસ્કાર જ થાય છે અને દેશનિષેધપક્ષમાં નમસ્કારનો એક દેશ સમજાય છે તો નમસ્કારથી દેશ અને નોઅનમસ્કારથી પ્રદેશ એ બે ભાંગા ઉપચારથી કહ્યા છે, તથા નમસ્કાર અને અનમસ્કાર એ બે ભાંગા સભૂત કહ્યા છે. વ્યંજનનયના (શબ્દાદિ ત્રણ નયોના) અભિપ્રાયે સર્વ ચારે ભાંગા થઇને નમસ્કાર તથા અનમસ્કાર એ બે ભાંગા જ સદ્ભુત છે, શેષ નયોના અભિપ્રાયે ચારે ભાંગા થાય છે. ૨૯૩૪ થી ૨૯૩૯. વિવેચન :- પ્રકૃતિથી, અકારથી, નોકારથી અને નોકાર અકાર-રૂપ ઉભય નિષેધ વચનથી પુનઃ પણ નમસ્કારનો અહીં વિચાર કરવો તેમાં પ્રકૃતિથી નમસ્કાર, અકાર સહિત કરતાં અનમસ્કાર, નોકારરહિત નોનમસ્કાર અને ઉભયનિષેધ વચનથી નો અનમસ્કાર આ ચાર ભાંગાનો વિચાર કરવો. એટલે નમસ્કાર શું વસ્તુ છે ? અનમસ્કાર શું વસ્તુ છે ? નોનમસ્કાર શું વસ્તુ છે ? અને નોઅનમસ્કાર શું વસ્તુ છે? એ પ્રમાણે વિચાર કરવો તે ચાર પ્રકારની પ્રરૂપણા જાણવી. પ્રથમ ભાંગે પ્રકૃતિથી વિચાર કરતાં નમસ્કાર અને અનમસ્કાર એ શું વસ્તુ છે? એમ પૂછવામાં આવે, તો તેના ઉત્તરમાં કહ્યું કે નમસ્કારના પરિણામવાળો સમ્યગ્દષ્ટિ જીવ તે નમસ્કાર છે અને નમસ્કારની પરિણતિરહિત-અનુપયોગી સમ્માષ્ટિ જીવ, અથવા તદાવરણીય કર્મના ક્ષયોપશમરૂપ લબ્ધિ રહિત મિથ્યાષ્ટિ જીવ તે અનમસ્કાર છે. નોનમસ્કાર અને નોઅનમસ્કાર એટલે શું? એ પ્રશ્નના ઉત્તરમાં કહેવું કે નો શબ્દનો અર્થ દેશપ્રતિષેધવાચી માનીએ તો નમસ્કારના પરિણામવાળા સમ્યગુદૃષ્ટિ જીવનો એક દેશ તે નોનમસ્કાર અને નો શબ્દનો સર્વ પ્રતિષેધવાચી માનીએ તો પૂર્વે કહ્યા મુજબ નમસ્કારના પરિણામ રહિત Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004649
Book TitleVisheshavashyaka Bhasya Part 2
Original Sutra AuthorHemchandracharya
AuthorVajrasenvijay
PublisherBhadrankar Prakashan
Publication Year
Total Pages586
LanguageGujarati, Prakrit
ClassificationBook_Gujarati, Agam, Canon, Metaphysics, & agam_aavashyak
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy