________________
ભાષાંતર ]
ગૌતમ ગણધરનો વાદ.
[૪૩
વિજ્ઞાનથી અભિન્ન એવો જીવ જ વિજ્ઞાનઘન છે, અથવા દરેક પ્રદેશ અનન્ત વિજ્ઞાન સમૂહથી વ્યાપ્ત હોવાથી આત્મા જ વિજ્ઞાનઘન છે, તે ઘટ પટાદિ ભૂતોથી ઘટાદિ વિજ્ઞાનભાવે આત્મા બીજા ઉપયોગ વાલો થાય છે; અને તે વિજ્ઞાનના આલંબન ભૂત ઘટાદિ વિનાશ પામ્યેથી, આત્મા પણ અનુક્રમે અર્થાન્તરમાં ઉપયોગવાળો થવાથી તે વિશેયભાવે જ વિનાશ પામે છે. (સર્વથા વિનાશ પામે છે એમ નહિ.) પૂર્વાપર વિજ્ઞાનના ઉપયોગથી વિનાશ અને ઉત્પાદ સ્વભાવ વાળો આત્મા છે, અને વિજ્ઞાનસંતતિવડે આ વિજ્ઞાનઘન-આત્મા અવિનાશી છે. ૧૫૯૩-૧૫૯૪-૧૫૯૫.
અહિં વિજ્ઞાનઘન જીવ કહેવાથી વિશિષ્ટજ્ઞાન તે વિજ્ઞાન, અથવા જ્ઞાન-દર્શન ઉપયોગ તે વિજ્ઞાન, એ વિજ્ઞાનનું અભિન્નપણું હોવાથી વિજ્ઞાન સાથે એકરૂપતાએ નિબિડપણું પામેલ આત્મા તે વિજ્ઞાનઘન કહેવાય. અથવા આત્માનાં દરેક પ્રદેશો અનન્તાનન્ત વિજ્ઞાનપર્યાયના સમૂહથી વ્યાપ્ત હોવાથી વિજ્ઞાનઘન કહેવાય. વૅ શબ્દ નિશ્ચયવાચી હોવાથી આત્મા વિજ્ઞાનધન જ છે, પણ નૈયાયિક વિગેરેના અભિપ્રાય પ્રમાણે તે આત્મા સ્વરૂપે વિજ્ઞાન રહિત જડ સ્વભાવવાળો, અને તેમાં બુદ્ધિ સમવાય સંબંધે થાય છે-એવો નથી તેથી એ અભિપ્રાયનો નિરાસ કરવા માટે એવકાર છે. એ વિજ્ઞાનઘન-આત્મા ઘટ-પટ આદિ જ્ઞેયવસ્તુ રૂપ ભૂતોથી ઉત્પન્ન થઇને, એટલે કે “આ ઘટ છે, આ પટ છે,” ઇત્યાદિ વિજ્ઞાનભાવે ઘટાદિજ્ઞાનપર્યાયરૂપે થઇને, જ્ઞાનના અવલંબન ભૂત ઘટાદિભૂતો, અનુક્રમે કોઇ આવરણ આવવાથી અથવા અન્યમનસ્કતાદિ કારણથી આત્માને અર્થાન્તરમાં ઉપયોગ થએથી વિશેયભાવે એટલે જ્ઞાનના વિષયપણાથી જ્યારે વિનાશ પામે, ત્યારે તે બોધરૂપ પર્યાયવડે વિજ્ઞાનઘન આત્મા પણ નાશ પામે છે. અર્થાત્ જ્ઞેયઘટાદિ ભૂતોથી જ્ઞાનપર્યાયવડે આત્મા ઉત્પન્ન થઇને, કાળક્રમે વ્યવધાન આદિના કારણથી બીજા પદાર્થમાં ઉપયોગ થવાથી, શેયભાવે તે ભૂતો નાશ પામે છે, તેની પાછળ તજ્ઞાનભાવે આ આત્મા પણ નાશ પામે છે; પરંતુ તે સાથે એટલું યાદ રાખવું કે આત્મા સર્વથા નાશ નથી પામતો, કેમકે એક જ આત્મા ત્રણે સ્વભાવવાળો છે. જ્યારે અન્ય અર્થમાં ઉપયોગ થાય, ત્યારે તે આત્મા પૂર્વના જ્ઞાનોપયોગની અપેક્ષાએ વિનાશસ્વરૂપ છે, બીજા જ્ઞાનોપયોગની અપેક્ષાએ ઉત્પાદ સ્વરૂપે છે, અને અનાદિ કાળથી પ્રવર્તેલ સામાન્ય વિજ્ઞાનમાત્રની પરંપરાથી અવિનષ્ટ સ્વભાવવાળો છે. આજ પ્રમાણે સર્વ વસ્તુ ઉત્પાદ-વ્યય-અને ધ્રૌવ્ય સ્વભાવ વાળી છે, કોઇપણ વસ્તુ એવી નથી, કે જે સર્વથા ઉત્પન્ન થાય, અને સર્વથા વિનાશ પામે. ૧૫૯૩-૧૫૯૪-૧૫૯૫.
“ન પ્રેત્ય સંજ્ઞાતિ” એ પદનો યોગ્ય અર્થ કહે છે.
Jain Education International
न च पेच्चनाणसण्णाऽवतिट्टए संपओवओगाओ । विणाणघणाभिक्खो जीवोऽयं वेयपयमिहिओ ।। १५९६ ।। एपि भूयधम्मो नाणं तब्भावभावओ बुद्धी । तं नो तदभावम्मिवि जं नाणं वेयसमयम्मि ।। १५९७ ।।
अत्थमिए आइच्चे चंदे संतासु अग्गि- वायासु । किंजोइयं पुरिसो ? अप्पज्जोइ त्ति निट्ठिो ? ।।१५९८।।
For Private & Personal Use Only
www.jainelibrary.org