SearchBrowseAboutContactDonate
Page Preview
Page 45
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૪] ગૌતમ ગણધરનો વાદ. [વિશેષાવશ્યક ભાષ્ય ભાગ-૨ तदभावे भावाओ भावे चाभावओ न तद्धम्मो । जह घडभावाभावे विवज्जयाओ पडो भिन्नो ॥१५९९॥ વર્તમાન ઉપયોગને લીધે પૂર્વસંજ્ઞા રહેતી નથી, તેથી વેદપદોમાં આ જીવને વિજ્ઞાનઘન નામે કહેલ છે. કદી તું એમ માને કે “એ પ્રમાણે તો જ્ઞાન ભૂતધર્મ છે, એમ થયું, કેમકે ભૂતનો સદ્ભાવ હોય, તો જ્ઞાનનો પણ સદ્ભાવ હોય, પણ તારી તે માન્યતા અયોગ્ય છે, કેમકે ભૂતનો અભાવ હોય, તો પણ જ્ઞાન હોય છે, એમ વેદમાં કહેલું છે. કે સૂર્ય-ચંદ્ર અસ્ત થયે છતે, અગ્નિ અને વાણી શાન્ત થયે છતે, આ પુરૂષને કઇ જ્યોતિ છે ? એ પ્રશ્નના ઉત્તરમાં આત્મા જ્યોતિ-જ્ઞાનાત્મક છે-એમ કહેલ છે. તેથી ભૂતનો અભાવ હોય તો પણ જ્ઞાનનો અભાવ હોય છે, અને ભૂતોનો સભાવ હોય, તો પણ જ્ઞાનનો અભાવ હોય છે; માટે જેમ ઘટના ભાવ અને અભાવમાં વિપરીતપણાથી પટ ભિન્ન છે, તેમ જ્ઞાન પણ તે ભૂતનો ધર્મ નથી. ૧૫૯૬૧૫૭-૧૫૯૮-૧૫૯૯. - વર્તમાન સાંપ્રતકાલીન વસ્તુના ઉપયોગને લીધે, પૂર્વકાલમાં જે જ્ઞાનસંજ્ઞા હતી તે નથી હોતી, જેમકે જ્યારે ઘટનો ઉપયોગ નિવૃત્ત થાય, અને પટનો ઉપયોગ ઉત્પન્ન થાય ત્યારે પૂર્વના ઘટોપયોગની સંજ્ઞા નથી હોતી પરંતુ પટજ્ઞાનોપયોગ સંજ્ઞા હોય છે માટે વિજ્ઞાનધન એવા નામથી વેદ પદોમાં આત્મા કહેલ છે, તેથી હે ગૌતમ ! આત્મા છે, એમ તું અંગીકાર કર. આ સંબંધમાં તને એમ પણ શંકા થતી હોય, કે “તમારા કહેવા મુજબ તો જ્ઞાન એ ભૂતોનો ધર્મ થયો એટલે કે ભૂત સ્વભાવાત્મક જ્ઞાન થયું. કેમકે ભૂતોથી ઉત્પન્ન થએલું જ્ઞાન ભૂતો નાશ પામેથી નાશ પામે છે, એમ તમે કહ્યું, એ ઉપરથી તો એમ સિદ્ધ થયું, કે ભૂતનો સદ્ભાવ હોય, તો જ્ઞાનનો પણ સભાવ હોય, અને ભૂતનો અભાવ હોય, તો જ્ઞાનનો પણ અભાવ થાય છે. જેના સભાવમાં જે હોય, અને જેના અભાવમાં જે ન હોય, તે જેમ ચંદ્ર અને ચન્દ્રિકા તેમ તે તેનો ધર્મ હોય છે. એ જ પ્રમાણે જ્ઞાન પણ ભૂતની સાથે અન્વયે વ્યતિરેકપણે વર્તે છે. માટે જ્ઞાન એ ભૂતનોજ ધર્મ છે.' ઉપરોક્ત તારી શંકા અયોગ્ય છે, કેમકે નીલ-પીત આદિ ભૂતગ્રાહક વિશિષ્ટ જ્ઞાનજ ભૂતની સાથે અન્વય-વ્યતિરેકપણે વર્તે છે, પણ સામાન્યજ્ઞાન એ પ્રમાણે વર્તતું નથી, કેમકે વેદમાં પણ ભૂતનો અભાવ હોય ત્યારે પણ જ્ઞાન છે, એમ કહ્યું છે. યાજ્ઞવક્ય અને સમ્રા આચાર્ય શ્રુતિમાં કહે છે કે “કૌંમતે મરત્યે, પદ્મચર્તામતે, શાન્તનો શાન્તાચં વારિ, વિંડ્યોતિરેવા પુરૂષ ? ૩ત્મજ્યતિ ,” મતલબ કે સૂર્યાદિ અસ્થ થયે કઇ જ્યોતિ હોય છે ? આત્મજ્યોતિ. જ્યોતિ એટલે જ્ઞાન. અર્થાત્ આત્મજ્યોતિ જ્ઞાનાત્મક છે. આ પ્રમાણે વેદ જાણનારાઓએ જ્ઞાનધર્મ વાળો આત્મા કહેલ છે, માટે જ્ઞાન એ ભૂતનો ધર્મ નથી, પણ આત્માનો ધર્મ છે. કેમકે મુક્તાવસ્થામાં ભૂતનો અભાવ છતાં પણ જ્ઞાન હોય છે. અને મૃતક શરીરમાં ભૂતો છતાં પણ જ્ઞાનનો અભાવ હોય છે. ઉદાહરણ તરીકે જેમ ઘટનો ભાવ અને અભાવ હોય, ત્યારે પટનો એથી વિપરીતપણાથી અભાવ અને ભાવ પણ હોય છે, તેથી પટ એ ઘટનો ધર્મ થતો નથી, તેમ અહીં પણ ભૂતના ભાવાભાવ છતાં પણ જ્ઞાનનો અભાવ ને ભાવ હોય છે, તેથી તે તેનો ધર્મ નથી. પણ આત્માનો ધર્મ છે. એમ માન. ૧પ૯૬-૧પ૯૯. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004649
Book TitleVisheshavashyaka Bhasya Part 2
Original Sutra AuthorHemchandracharya
AuthorVajrasenvijay
PublisherBhadrankar Prakashan
Publication Year
Total Pages586
LanguageGujarati, Prakrit
ClassificationBook_Gujarati, Agam, Canon, Metaphysics, & agam_aavashyak
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy