SearchBrowseAboutContactDonate
Page Preview
Page 43
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૨] ગૌતમ ગણધરનો વાદ. [વિશેષાવશ્યક ભાષ્ય ભાગ. ૨ गोयम ! पयत्थमेवं मनंतो नत्थि मन्नसे जीवं ।। वक्कंतरेसु य पुणो भणिओ जीवो जमत्थि त्ति ।।१५९१॥ अग्गिहवणाइकिरियाफलं च तो संसयं कुगसि जीवे । मा कुरु न पयत्थोऽयं इमं पयत्थं निसामेहि ॥१५९२॥ હૈ ગૌતમ! “વિજ્ઞાનધન તેઓ ભૂતેશ્ય મુલ્યાતાન્યવાન વિનશ્યતિ ન પ્રેચરાંતિ.” ઇત્યાદિ વેદના પદોના યથાર્થ અર્થને તું જાણતો નથી, કેમકે તું તેનો એવો અર્થ માને છે કે પૃથ્વી આદિ ભૂતોના વિજ્ઞાનઅંશોનો જે સમુદાય, તે વિજ્ઞાનઘન. અહિં જે પૂર્ણ કર છે, તે આત્મવાદિએ માનેલ ભૂતસમુદાયથી અતિરિક્ત અને જ્ઞાનદર્શનાદિગુણોના આશ્રયભૂત એવો જે આત્મા તેનો નિષેધ કરવા અર્થે છે. એટલે કે પૃથ્વી આદિ ભૂતોના વિજ્ઞાનઅંશનો સમુદાય તે જ આત્મા છે પણ તે સિવાય જ્ઞાનાદિ ગુણવાનું આત્મા નથી, જેમ ઘાતકી વિગેરે મદિરાના કારણોમાં મદ ભાવ છે, તેમ પૃથ્વી આદિ ભૂતોમાં વિજ્ઞાનભાવ છે, એ આત્મા પૃથ્વી આદિ ભિન્ન ભિન્ન ભૂતોથી થતો નથી, પણ સમુદિત ભૂતોથી ઉત્પન્ન થએલ છે. નરકાદિ પરભવથી પણ આવેલ નથી, તેથી જ એવો વિજ્ઞાનમાત્ર આત્મા, પૃથ્વી આદિ ભૂતોનો વિનાશ થએ, તેની પાછળ તરતજ (તે પણ તે માત્ર રૂપ આત્મા) વિનાશ પામે છે, પણ આત્માદીઓ કહે છે, તેમ તે આત્મા કોઈ અન્ય ભવમાં નથી જતો. કેમકે પ્રેત્ય સંજ્ઞીજ નથી, એટલે કે પરભવમાં તે નારકી અથવા દેવ હતો, અને હવે તે મનુષ્ય થયો, એ પ્રમાણે પૂર્વભવમાં આત્માનું કોઈ નામ નથી. આ જ કારણથી કહ્યું છે કે આત્મા ઉત્પન્ન થઈને નાશ પામે છે, પણ એક એક ભવથી બીજા ભવમાં નથી જતો. હે ગૌતમ ! શ્રુતિનો એ પ્રમાણે અર્થ તું માને છે, તે અયોગ્ય છે, કેમકે- ૧૫૮૮-૧૫૮૯-૧૫૯૦. - હે ગૌતમ ! એ પદનો અર્થ એ પ્રમાણે માનવાથી “જીવ નથી,” એમ હું માને છે. અને वणी न हि वै सशरीरस्य प्रिया-प्रिययोरपहतिरस्ति, अशरीरं वा वसन्तं प्रियाप्रिये न स्पृशत: इत्यादि બીજા વેદવાક્યોમાં “જીવ છે” એમ કહ્યું છે. તથા નદોડ્યું જુહુયા રવવામ: ઇત્યાદિ વચન વડે અગ્નિહોમ આદિ ક્રિયાનું ફળ જણાવવાથી પરભવ છે, એમ જ જણાય છે. આ પ્રમાણે પરસ્પર વિરૂદ્ધ વેદવાક્યોના અર્થથી, તું આત્મામાં સંશય કરે છે, કે “આત્મા છે, યા નહિ ?” પણ મહાનુભાવ! એવો સંશય ન કર કેમકે એ વેદના પદોનો અર્થ એમ નથી, પણ આગલ હું કહું છું. તે પ્રમાણે છે. તું તે અર્થને સાંભળ. ૧૫૯૧-૧૫૯૨. विण्णाणाओऽणण्णो विण्णाणघणोत्ति सबओ वावि । स भवइ भूएहितो घडविण्णाणाइभावेणं ॥१५९३।। ताई चिय भूयाई सोऽणु विणस्सइ विणरूपमाणाई । अत्यंतरोवओगे कमसो विण्णेयभावेणं ॥१५९४॥ पवावरविण्णाणावओगओ विगम-संभवसहावो । विण्णाणसंतईए विष्णाणघणोऽयमविणासी ॥१५९५।। Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004649
Book TitleVisheshavashyaka Bhasya Part 2
Original Sutra AuthorHemchandracharya
AuthorVajrasenvijay
PublisherBhadrankar Prakashan
Publication Year
Total Pages586
LanguageGujarati, Prakrit
ClassificationBook_Gujarati, Agam, Canon, Metaphysics, & agam_aavashyak
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy