________________
[૪૧
ભાષાંતર]
ગૌતમ ગણધરનો વાદ. સર્વગત-સર્વવ્યાપિપણું હોતું નથી. વળી એ રીતે આત્માને એક જ માનવાથી આત્માને કર્તાભોક્તા-મન્તા-સંસારી વિગેરે વિશેષણ વાળો પણ નહી કહી શકાય. કેમકે જે એક છે, તે આકાશની જેમ કર્તા-ભોક્તાદિ નથી. તથા નારકી તિર્યંચ વિગેરે અનન્તા જીવો અનેક પ્રકારની શારીરિક અને માનસિક દુઃખથી પીડિત છે, અને તેનો અનામો ભાગ જ માત્ર સુખી છે, એજ રીતે અનન્તા જીવો બંધાયેલા છે. અને તેનો અનન્તમો ભાગ જ મુક્ત છે. આથી એ સર્વને એકજ માનવાથી કોઈ પણ જીવ સુખી નહી કહેવાય, કારણ જેમ આખા શરીરે રોગી અને અંગુલી આદિ એક ભાગમાં નીરોગી મનુષ્ય રોગી જ કહેવાય છે, તેમ આત્મા પણ ઘણા ભાગે દુઃખ યુક્ત અને અલ્પ ભાગે સુખવાળો હોવાથી દુઃખી જ કહેવાશે. તે જ પ્રમાણે કોઈ જીવ મુક્ત પણ નહિ કહેવાય, કેમકે ઘણા ભાગમાં બંધાએલ અને થોડા જ ભાગમાં મુક્ત હોય છે. આ પ્રમાણે આત્માની એકતામાં તેને સુખ દુઃખ અને બંધ મોક્ષ ઘટશે નહિ. આત્માને એક જ માનવાથી સુખ દુઃખ ઘટે નહિં તેથી જીવો અનેક છે, તે સિદ્ધ થાય છે. ૧૫૮૪ - ૧૫૮૫.
जीवो तणुमेत्तत्थो जह कुंभो तग्गुणोवलंभाओ । अहवाऽणुवलंभाओ भिन्नम्मि घडे घडरसेव ॥१५८६।। तम्हा कत्ता भोत्ता बंधो मोक्खो सुहं च दुक्खं च ।
संसरणं च बहुत्ता-ऽसव्वगयत्तेसु जुत्ताई ॥१५८७॥ આત્મા શરીરપ્રમાણજ છે, કેમકે તે આત્માના ગુણો ત્યાંજ જણાય છે. જેમ ઘટનો આકાર દેખાય ત્યાંજ ઘડો છે એમ કહેવાય છે, અથવા જે જ્યાં પ્રમાણો વડે ન જણાય તેનો ત્યાં અભાવ હોય છે. જેમ તુટેલા ઘટમાં ઘટ નથી જણાતો તેમ શરીરની બહાર આત્મા જણાતો નથી. શરીર બહાર આત્મા નથી માટે આત્મા ઘણા અને અસર્વગત માનીએ તોજ તેને કર્તા-ભોક્તા બંધમોક્ષ-સુખ-દુ:ખ વિગેરે ધર્મો ઘટી શકે, અન્યથા નહિ, એ રીતે કરીને સિદ્ધ એવા જીવને તું અંગીકાર કર. ૧૫૮૬ થી ૧૫૮૭.
गोयम ! वेयपयाणं इमाणमत्थं च तं न याणासि । जं विन्नाणघणो च्चिय भूएहितो समुत्थाय ॥१५८८।। मण्णसि मज्जंगेसु व मयभावो भूयसमुदउन्भूओ । विन्नाणमेत्तमाया भूएऽणु विणस्सइ स भूओ ॥१५८९॥ अत्थि न य पेच्चसण्णा जं पुब्बभवेऽभिहाणममुगो त्ति ।
जं भणियं न भवाओ भवंतरं जाइ जीवो त्ति ।।१५९०॥ ગૌતમ ! આ પૂર્વે જણાવેલ વેદના પદનો અર્થ તું બરાબર જાણતો નથી, કેમકે તું એમ માને છે કે વિજ્ઞાનઅંશોનો જે સમુદાય, તે પૃથ્વી આદિ ભૂતોથી ઉત્પન્ન થઇને, મધના કારણોમાં મદભાવની પેઠે, ભૂતસમુદાયથી ઉત્પન્ન થયેલો વિજ્ઞાનમાત્ર આત્મા, ભૂતોનો નાશ થએ તરત ભૂતને વિષે નાશ પામે છે. માટે તેની પ્રેયસંજ્ઞા નથી, કે તેનું પૂર્વભવમાં અમુક નામ હતું એવું કંઇ જ નથી, અને તેથીજ કહ્યું છે કે જીવ એકભવથી બીજા ભવમાં જતો નથી. ૧૫૮૮-૧૫૮૯-૧૫૯૦.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org