SearchBrowseAboutContactDonate
Page Preview
Page 41
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૦]. ગૌતમ ગણધરનો વાદ. [વિશેષાવશ્યક ભાષ્ય ભાગ. ૨ એટલે આ ચેતન અચેતન વાળું જે દેખાય છે, તે સર્વ પુરુષ-આત્મા જ છે. જે થઈ ગયું, જે થશે, જે મોક્ષનો સ્વામી છે, જે આહાર વડે વૃદ્ધિ પામે છે, જે કંપે છે જે ચાલે છે એવા અશ્વાદિ, જે પર્વતાદિ સ્થિર છે, જે મેઘ વિગેરે દૂર છે, જે નજીકમાં છે, જે સર્વ ચેતન અચેતનની અંદર અને બહાર છે, તે સર્વ પુરુષજ આત્માજ છે, ઇત્યાદિ પ્રકારે તેઓ આત્મા સર્વત્ર એકજ છેએમ માને છે પણ તે અયોગ્ય છે, તે માટે કહે છે કે. जइ पुण सो एगो च्चिय हवेज्ज वोमं व सबपिंडेसु । गोयम ! तदेगलिंगं पिंडेसु तहा न जीवोऽयं ॥१५८१॥ नाणा जीवा कुंभादउ ब भूवि लक्खणाइभेयाओ । सुह-दुक्ख-बंध-मोक्खाभावो य जओ तदेगत्ते ॥१५८२॥ जेणोवओगलिंगो जीवो भिन्नो य सो पइसरीरं । उवओगो उक्करिसा-वगरिसओ तेण तेऽणंता ॥१५८३॥ જો એ પ્રમાણે નર-નારક આદિના સર્વ શરીરોમાં, આકાશની જેમ, એકજ આત્મા હોય, (પણ સંસારી ને મોક્ષ ઇત્યાદિ ભિન્ન ભિન્ન ન હોય,) તો હે ગૌતમ ! જેમ એ આકાશ સર્વપિંડોમાંસર્વ સ્થળે ભિન્નતા રહિત એકલિંગ વાળું છે, તેમ આ જીવ પણ દરેક પિંડમાં એકલિંગવાળો જણાવો જોઈએ, (પણ તેમ નથી; કારણ કે દરેક પિંડમાં શરીરમાં તે ભિન્ન છે, લક્ષણના ભેદથી લક્ષ્યનો ભેદ હોય છે.) વળી જગતમાંના જુદા જુદા સર્વ જીવો, ઘટાદિની જેમ, લક્ષણ આદિના ભેદથી ભિન્ન ભિન્ન છે, જે ભિન્ન ભિન્ન નથી; તેનો આકાશની જેમ લક્ષણ ભેદ પણ નથી.) અને જો આત્મા સર્વત્ર એક જ માનવામાં આવે; તો સુખ-દુખ-બધ-અને મોક્ષનો અભાવ થાય. માટે ઉપયોગ લક્ષણવાળો આત્મા છે, અને તે આત્મા દરેક શરીરમાં ભિન્ન ભિન્ન છે, કેમકે દરેક શરીરમાં ઉપયોગની ન્યુનાધિકતાથી અનન્તા ભેદ થાય છે, તેથી જીવો પણ અનન્તા છે. ૧૫૮૧-૧૫૮૨-૧૫૮૩. एगत्ते सबगयत्तओ न मोक्खादओ नभस्सेव । कत्ता भोत्ता मंता न य संसारी जहाऽऽगासं ॥१५८४॥ एगत्ते नत्थि सुही बहुवघाउ त्ति देसनिरुउ ब । बहुतरबद्धत्तणओ न य मुक्को देसमुक्को ब ॥१५८५।। આત્માને એક અને સર્વગત માનવાથી તેને આકાશની જેમ મોક્ષ વિગેરે ઘટશે નહિ. વળી આકાશની જેમ આત્મા કર્તા-ભોક્તા-મંતા અને સંસારી નહિ કહી શકાય. આત્માને એકજ માનવાથી આખા શરીરે રોગી અને અલ્પ ભાગમાં નીરોગી મનુષ્યની જેમ સુખી નહી ગણાય, તેમજ ઘણા ભાગમાં સર્વથા બંધાએલ અને અલ્પ ભાગમાં છુટા એવા મનુષ્યની પેઠે કોઇ મુક્ત નહી કહેવાય. અને તેમ થવાથી સુખાદિકની અસિદ્ધિ થાય માટે જીવો અનેક છે. ૧૫૮૪-૧૫૮૫. આત્મા એકજ અને સર્વવ્યાપિ છે, એમ માનવામાં આવે, તો આકાશની પેઠે આત્માને સુખદુઃખ-બંધ-મોક્ષ વિગેરે સંભવશે નહિ. કેમકે જ્યાં સુખ દુઃખ વિગેરે હોય છે, ત્યાં દેવદત્તની જેમ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004649
Book TitleVisheshavashyaka Bhasya Part 2
Original Sutra AuthorHemchandracharya
AuthorVajrasenvijay
PublisherBhadrankar Prakashan
Publication Year
Total Pages586
LanguageGujarati, Prakrit
ClassificationBook_Gujarati, Agam, Canon, Metaphysics, & agam_aavashyak
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy