SearchBrowseAboutContactDonate
Page Preview
Page 40
Loading...
Download File
Download File
Page Text
________________ ભાષાંતર] ગૌતમ ગણધરનો વાદ. [૩૯ એ પ્રમાણે અનેક યુક્તિથી સમજાવ્યા છતાં ઇન્દ્રભૂતિ હજી બોધ ન પામ્યા, એટલે કરૂણાસાગર ભગવન્ત પુનઃ કહે છે કે, जीवोऽत्थि वओ सच्चं मब्बयणाओऽवसेसवयणं व । सव्वण्णुवयणओ वा अणुमयसवण्णुवयणं व ॥१५७७॥ -રા-હોસ-મોહમાવા સમગફવા જ ! सव्वं चिय मे वयणं जाणयमज्झत्थवयणं व ॥१५७८॥ कह सबष्णुत्ति मई जेणाहं सब संसयच्छेई । पुच्छसु व जं न जाणसि जेण व ते पच्चओ होज्जा ॥१५७९॥ તારા સંશયાદિ સર્વ વચનોની જેમ “જીવ છે” એ કથન મારું વચન હોવાથી સત્ય છે. (જે વચન ખોટી સાક્ષીની જેમ સત્ય નથી, તે મારું વચન નથી.) અથવા “જીવ છે” એ કથન સર્વજ્ઞનું વચન હોવાથી, તને ઇષ્ટ એવા સર્વજ્ઞના વચનની જેમ સત્ય છે. વળી મારા સર્વ વચનો, હું ભય-રાગ-દ્વેષ-અને મોહ (અજ્ઞાન) રહિત હોવાથી દોષ રહિત અને સત્ય છે, જે ભયાદિ રહિત છે, તેનું વચન માર્ગ જાણનાર મધ્યસ્થ પુરુષની જેમ સત્ય છે. હું પણ ભયાદિ રહિત છું, તેથી મારાં સર્વ વચન સત્ય અને દોષ રહિત છે. કદી ‘તમે સર્વજ્ઞ છો, તથા ભયાદિનો અભાવ છે. એમ કેમ મનાય ?' એવી તને શંકા હોય, તો તે અયુક્ત છે, કેમકે હું સર્વસંશયનો છેદનાર છું અને સર્વસંશયનો છેદનાર તેજ સર્વજ્ઞ કહેવાય છે. અને તે બાબતમાં જે તું-સ્વર્ગ, મૃત્યુ અને પાતાલ એમ ત્રણ લોકમાં રહેલી વસ્તુ ન જાણતો હોય, તે મને પૂછે, કે જેથી તારા સર્વ સંશયોનો હું છેદ કરું અને તેથી તને મારે વિષે સર્વજ્ઞપણાનો પ્રત્યય થાય. ૧૫૭૯. હવે ઉપસંહાર કરતાં ભગવત્ત કહે છે કે, एवमुवओगलिंगं गोयम ! सबप्पमाणसंसिद्धं । संसारी-यर-थावर-तसाइभेयं मुणे जीवं ॥१५८०॥ હે ગૌતમ ! એ પ્રમાણે ઉપ્રયોગ લિંગવાળો આત્મા સર્વ પ્રમાણથી સિદ્ધ છે, તેના સંસારી અને મોક્ષ પામેલા તેમજ ત્રસ અને સ્થાવર આદિ શબ્દ થકી સૂક્ષ્મ બાદર પર્યાપ્તા અપર્યાપ્તા આદિ ભેદો જાણવા. ૧૫૮૦. એવી રીતે આત્માની સિદ્ધિ કર્યા પછી આ સંબંધમાં વેદાન્તવાદી એમ કહે છે, કે આત્માના ઘણા પ્રકાર હોઈ શકે નહિ, કેમકે આત્મા સર્વત્ર એકજ છે. તેઓ કહે છે કે- “એકજ ભૂતાત્મા દરેક ભૂતમાં રહેલો છે, તે એક છતાં પણ પાણીમાં ચન્દ્રની જેમ અનેક પ્રકારે જણાય છે; જેમ તિમિરના દોષવાળો મનુષ્ય વિશુદ્ધ આકાશને ભિન્ન ભિન્ન માત્રાઓ વડે સંકીર્ણ માને છે, તેમ આ નિર્મળ-નિર્વિકલ્પ બ્રહ્મ મલિનતા પામ્યું હોય તેમ અવિદ્યા વડે ભેદ રૂપે જણાય છે, જેનાં મૂળ ઊંચે છે, શાખા નીચે છે અને છંદો જેના પાંદડાં છે, એવો જે આત્મા તેને વેદ-જાણનાર અવ્યય અશ્વત્થ કહે છે. તથા “પુ વેટું નિ સર્વ, યદું મૂર્ત, ચર્ચ માર્ચ, તામૃતત્વરચેશાન , यदन्नेनातिरोहति यदेजति, यद् नैजति, यद् रे, यद् अन्तिके, यदन्तरस्य सर्वस्य, यत् सर्वस्यास्य बाह्यतः" Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004649
Book TitleVisheshavashyaka Bhasya Part 2
Original Sutra AuthorHemchandracharya
AuthorVajrasenvijay
PublisherBhadrankar Prakashan
Publication Year
Total Pages586
LanguageGujarati, Prakrit
ClassificationBook_Gujarati, Agam, Canon, Metaphysics, & agam_aavashyak
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy