SearchBrowseAboutContactDonate
Page Preview
Page 435
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૩૪] “નમસ્કાર કોનો છે ?” એ દ્વાર. [વિશેષાવશ્યક ભાષ્ય ભાગ. ૨ અહીં એક વાત વિશેષ સમજવાની છે કે - પૂજ્ય વસ્તુ બે પ્રકારની છે, એક જીવરૂપ અને બીજી અજીવરૂપ. તેમાં જીવરૂપ પૂજ્ય વસ્તુ તે શ્રી જિનેશ્વરાદિ અને અજીવરૂપ પૂજ્ય વસ્તુ તે તેમની પ્રતિમા વગેરે જાણવી. આ જીવ તથા અજીવપદના એકવચન અને બહુવચનવડે આઠ ભાગ છે. જેમકે ૧-જીવનો નમસ્કાર, ૨-અજીવનો નમસ્કાર, ૩-જીવોનો, ૪-અજીવોનો, પ-જીવનો અને અજીવનો, ૬-જીવનો અને અજીવોનો, ૭- જીવોનો અને અજીવનો અને ૮-જીવોનો અને અજીવોનો નમસ્કાર. આ આઠે ભાંગા ભાષ્યકાર મહારાજે ઉદાહરણ પૂર્વક કહ્યા છે. તેમાં ૧પ્રથમ જિનેશ્વરને નમસ્કાર કરવો, તે જીવનો નમસ્કાર. ૨-જિનેશ્વરની પ્રતિમાને નમસ્કાર કરવો તે અજીવનો નમસ્કાર, ૩-મુનિઓને નમસ્કાર કરવો તે જીવોનો નમસ્કાર, ૪-પ્રતિમાઓને નમસ્કાર કરવો તે અજીવોનો નમસ્કાર, પ-મુનિને તથા પ્રતિમાને સાથે નમસ્કાર કરવો તે જીવનો અને અજીવનો નમસ્કાર, ૬-મુનિઓને તથા પ્રતિમાઓને સાથે નમસ્કાર કરવો તે જીવોનો અને સાથે અજીવોનો નમસ્કાર, ૭-ઘણા મુનિઓને અને એક પ્રતિમાને સાથે નમસ્કાર કરવો તે જીવોનો તથા અજીવનો નમસ્કાર, ૮-ઘણા મુનિઓને તથા ઘણી પ્રતિમાઓને સાથે નમસ્કાર કરવો તે જીવોનો અને અજીવોનો નમસ્કાર કહેવાય છે. શિષ્ય - મહારાજ પૂર્વે ૨૮૬૨ મી ગાથામાં “જીવનમસ્કાર છે,” એમ સર્વ નયોને સંમત સમાન અધિકરણ આપે કહ્યું છે અને અહીં જિનેશ્વરને નમસ્કાર કરવો તે “જીવનો નમસ્કાર” ઇત્યાદિ છઠ્ઠી વિભક્તિનો નિર્દેશ કરીને બંનેનો ભેદ શાથી કહો છો ? આચાર્ય :- સમાને અધિકરણવાળો જીવરૂપ નમસ્કાર એ પૂજ્ય આત્માનો છે? કે નમસ્કાર કરનારનો છે ? એનો વિચાર અહીં પ્રસ્તુત હોવાથી છઠ્ઠી વિભક્તિનો નિર્દેશ કર્યો છે. તેથી કાંઇ બાધ નથી. ૨૮૭૦ થી ૨૮૭૭. હવે સંગ્રહનયના મતે નમસ્કારનું સ્વામિત્વ વિચારતા કહે છે કે : सामण्णमेत्तगाही स-परजिए-यरविसेसनिरवेक्खो । संगहनओऽभिमण्णइ तमिहेगरसाविसिट्ठस्स ॥२८७८।। जीवरसाजीवरस व सस्स परस्स व विसेसणेऽभिण्णो । न य भेयमिच्छइ सया स नमो सामण्णमेत्तस्स ॥२८७९।। जीवो नमो त्ति तुल्लाऽहिगरण तं बेइ न उ स जीवस्स । સુચ્છ વાડસુદ્ધયો વરસેવ નન્નરરા ર૮૮૦|| ગાથાર્થ - સ્વ-પર જીવાજીવ આદિ વિશેષની અપેક્ષારહિત સંગ્રહનય સામાન્ય માત્રગ્રાહી હોવાથી તે નમસ્કારને એક અવિશિષ્ટ સત્તારૂપ માને છે. જીવનો કે અજીવનો અથવા સ્વ-પરનો અભેદ વિશેષણમાં અભિન્ન આ નયભેદ નથી માનતો પણ નમસ્કાર સામાન્યરૂપે જ તેને માને છે. જીવ એ જ નમસ્કાર છે, એ પ્રમાણે સમાન અધિકરણ આ નય કહે છે. પણ જીવનો નમસ્કાર એમ ભિન્ન અધિકરણ નથી માનતો. અથવા આ અશુદ્ધતર સંગ્રહનય તે નમસ્કારને જીવનો જ માને છે, બીજા સાત ભાંગે નથી માનતો. ૨૮૭૮ થી ૨૮૮૦. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004649
Book TitleVisheshavashyaka Bhasya Part 2
Original Sutra AuthorHemchandracharya
AuthorVajrasenvijay
PublisherBhadrankar Prakashan
Publication Year
Total Pages586
LanguageGujarati, Prakrit
ClassificationBook_Gujarati, Agam, Canon, Metaphysics, & agam_aavashyak
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy