SearchBrowseAboutContactDonate
Page Preview
Page 433
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૩૨] પ્રરૂપણા દ્વાર અને નમસ્કાર શું છે?' તે દ્વાર. [વિશેષાવશ્યક ભાષ્ય ભાગ. ૨ શબ્દાદિ ત્રણ નયોના અભિપ્રાયે જીવ નમસ્કાર કહેવાય છે, અને શેષ નૈગમાદિ નયોના અભિપ્રાય નમસ્કારમાં ઉપયોગરહિત હોય તો પણ જો લબ્ધિસહિત હોય અથવા નમસ્કારને યોગ્ય હોય તેવો જીવ પણ નમસ્કાર કહેવાય છે. સંગ્રહનય નમસ્કાર જાતિ સામાન્યથી હંમેશાં એક જ નમસ્કારને ઇચ્છે છે, અને વ્યવહારનય (લોક વ્યવહારમાં તત્પર હોવાથી) એક નમસ્કારવાનું જીવને એક નમસ્કાર માને છે, તથા બહુ જીવોને બહુ નમસ્કાર માને છે. તેમ જ ઋજુસૂત્રાદિનય વર્તમાન સમયવર્તિ સ્વકીય વસ્તુને વસ્તુ માને છે, તેથી તે પ્રત્યેકના જુદા જુદા નમસ્કાર માને છે. ૨૮૬૩ થી ૨૮૬૯. હવે “નમસ્કાર કોનો છે ?” એ દ્વારા કહેવાને પુલ્વપડિવન્નઓ' ઇત્યાદિ ગાથાની વ્યાખ્યા કરે છે કે : पडिवज्जमाणओ पुण एगोऽणेगो व संगहं मोत्तुं । इट्ठो सेसनयाणं पडिवन्ना णियमकोऽणेगे ॥२८७०॥दारं करस त्ति नमोक्कारो पुज्जस्स हि संपयाणभावाओ । નેઇમ-વહારમાં ગદ રમવા રસ ઝરૂખો ત્તિ ર૮૭ पुज्जस्सव पज्जाओ तप्पच्चयओ घडाइधम्म व । त उभावओ वा घडविण्णाणाभिहाणं ब्व ॥२८७२।। अहवा स करेंतो चेव तस्स जं मिच्चभावमावन्नो । का तस्स नमोक्कारे चिंता दासखरोवम्मे ॥२८७३॥ जीवरस सो जिणस्स व अज्जीवस्स उ जिणिंदपडिमाए । जीवाण जईणं पिव अज्जीवाणं तु पडिमाणं ।।२८७४॥ जीवस्साजीवस्स य जइणो बिंबस्स चेगओ समयं । जीवाणमजीवाण य जईणो पडिमाण चेगत्थं ॥२८७५।। जीवरसाजीवस्स य जईणं बिम्बस्स चेगओ समयं । जीवास्सजीवाण य जईण पडिमाण चेगत्थं ।।२८७६॥ जीवो त्ति नमोक्कारो नणु सब्बमयं कई पुणो भेओ । इह जीवरसेण सओ भण्णइ सामित्तचिंतेयं ॥२८७७॥ નમસ્કાર પામનાર જીવ એક હોય કે અનેક હોય, એ પક્ષ સંગ્રહનય સિવાયના શેષનયોને સંમત છે, અને પૂર્વપ્રતિપન્ન તો તે સર્વેને અનેક જીવો ઈષ્ટ છે. નમસ્કાર કોનો છે? પૂજ્યનો. કેમકે તે તેમને અપાય છે. જેમકે ભિક્ષા કોની ? યતિની, (તે પ્રમાણે અહીં પણ સમજવું.) આ મત નૈગમ તથા વ્યવહારનયનો છે. અથવા નમસ્કાર એ પૂજ્યનો પર્યાય છે, કેમકે ઘટના આત્મીયસ્વરૂપની જેમ તેમાં “આ પૂજ્ય છે,' એવો પ્રત્યય થાય છે. અથવા પૂજ્ય નમસ્કારનો હેતુ હોવાથી ઘટ વિજ્ઞાનના અભિધાનની જેમ નમસ્કાર પૂજ્યનો પર્યાય છે, અથવા તે નમસ્કાર Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004649
Book TitleVisheshavashyaka Bhasya Part 2
Original Sutra AuthorHemchandracharya
AuthorVajrasenvijay
PublisherBhadrankar Prakashan
Publication Year
Total Pages586
LanguageGujarati, Prakrit
ClassificationBook_Gujarati, Agam, Canon, Metaphysics, & agam_aavashyak
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy