SearchBrowseAboutContactDonate
Page Preview
Page 431
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૩૦] પ્રરૂપણાકાર. વિશેષાવશ્યક ભાષ્ય ભાગ. ૨ ઋજુસૂત્ર પર્યંતના ચાર નયો ઈચ્છે છે, તેથી કરીને નયોને નામાદિ ચારે નિક્ષેપા માન્ય છે. ૨૮૪૭ થી ૨૮૫૫. હવે “નેવાડ્યું પરં” ઈત્યાદિ ૨૮૪૭ મી ગાથાનું વ્યાખ્યાન કરે છે. निवयइ पाइपज्जंतओ जओ तो नमो निवाउ त्ति । सो च्चिय निययत्थपरो पयमिह नेवाइयं नाम ।। २८५६ ॥ पूयत्थमिणं सा पुण सिर-कर- पायाइदव्वसंकोओ । भावरस य संकोओ मणसा सुद्धस्स विणिवेसो || २८५७ ।। एत्थं तु भावकरणं हाणमेगंतियं ति तस्सेव । सुद्धिनिमित्तं भावावेयं तु तं विफलं ॥। २८५८ ।। जं जुज्जंतो वि तयं न तप्फलं लहइ पालगाइ व्व । तबिरहिया लहंति य फलमिह जमणुत्तराईया । २८५९ ।। तह वि विसुद्धी पाएण बज्झ-सहियस्स जा न सा इहरा । संजायतेोभयमिट्टं संबस्स नमओ || २८६०॥ નમઃ પદ પદની આદિમાં અથવા અંતમાં પડતું હોવાથી તે નિપાત કહેવાય છે. એ નિપાત સ્વઅર્થમાં તત્પર હોવાથી તેને નૈપાતિકપદ કહેવાય છે. એમાં નમઃ પદ પૂજાના અર્થમાં છે, Jain Education International તે પૂજા બે પ્રકારે છે. એક શિર-હાથ-પગ આદિના દ્રવ્યસંકોચરૂપ અને બીજી શુદ્ધ મનનો વિનિવેશ તે ભાવસંકોચરૂપ, એ બેમાં ભાવસંકોચ જ એકાંત શ્રેષ્ઠ છે, કેમકે તે જ બાહ્ય-શુદ્ધિનું કારણ છે. ભાવરહિત દ્રવ્યસંકોચ નિષ્ફળ છે, (કારણ કે ભાવરહિત દ્રવ્ય સંકોચથી) નમસ્કારમાં યોજાયેલ હોય, તેને પાલકાદિની જેમ તેનું ફળ મળતું નથી. પણ દ્રવ્યરહિત ભાવસંકોચવાળા અનુત્તર વિમાનવાસી દેવોની જેમ ફળ પામે છે. તો પણ પ્રાયઃ બાહ્ય વિશુદ્ધિસહિત જે ન હોય, તેને તેવા પ્રકારનું ઉત્તમ ફળ ન મળે, માટે શાંબકુમારની જેમ નમસ્કાર કરનારાને ઉભય વિશુદ્ધિ ઉત્તમ ફળને માટે થાય છે. ૨૮૫૬ થી ૨૮૬૦. હવે પ્રરૂપણાદ્વાર કહે છે : (४२५) दुविहा परूवणा छप्पया य नवहा य छप्पयाइ णमो । किंकरस केण व कहिं केवच्चिरं कविहो व भवे ? || २८६१ ।। ८९१ ।। (४२६) किं जीवो तप्परिणओ पुव्यप्पडिवण्णओ व जीवाणं । નીવસ ય નીવાળ ય પડુ ડિવપ્નમાળ તુ ર૮૬૨ીટી પ્રરૂપણા બે પ્રકારે છે, એક પ્રરૂપણા છ પ્રકારે અને બીજી પ્રરૂપણા નવ પ્રકારે છે. તેમાં નમસ્કાર એ શું છે ?, કોનો છે ?, કોના વડે થાય છે ?, ક્યાં થાય છે ?, કેટલો વખત રહે છે ?, અને કેટલા પ્રકારે છે ?, એ છ પ્રકારે પ્રરૂપણા છે. નમસ્કાર શું છે ? તે જીવ છે, અથવા તે પરિણામ છે. પૂર્વપ્રતિપત્રની અપેક્ષાએ ઘણા જીવોનો અથવા એક જીવનો નમસ્કાર છે, અને For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004649
Book TitleVisheshavashyaka Bhasya Part 2
Original Sutra AuthorHemchandracharya
AuthorVajrasenvijay
PublisherBhadrankar Prakashan
Publication Year
Total Pages586
LanguageGujarati, Prakrit
ClassificationBook_Gujarati, Agam, Canon, Metaphysics, & agam_aavashyak
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy