SearchBrowseAboutContactDonate
Page Preview
Page 428
Loading...
Download File
Download File
Page Text
________________ ભાષાંતર]. નામાદિનમસ્કારનું સ્વરૂપ. [૪૨૭ નામાદિ ચાર પ્રકારે નમસ્કારનો નિક્ષેપ થાય છે, તે પૂર્વોક્ત મંગળની જેમ જાણવો. નમ: એવું નામ નમસ્કાર છે. અને નમ: એવા બે અક્ષરો લખવા તે, અથવા નમસ્કાર કરવાને પ્રવર્તેલા સાધુ આદિના સંકોચિત કર-ચરણાદિયુક્ત ચિત્રકર્માદિગત જે આકાર તે સ્થાપનાનમસ્કાર છે. આગમથી અને નોઆગમથી એમ બે પ્રકારે દ્રવ્ય નમસ્કાર છે. તેમાં ઉપયોગરહિત નમસ્કાર ભણનાર તે આગમથી દ્રવ્યનમસ્કાર છે. અને નોઆગમથી દ્રવ્યનમસ્કાર જ્ઞશરીર-ભવ્યશરીર અને તવ્યતિરિક્ત એમ ત્રણ પ્રકારે છે. મિથ્યાત્વથી ઉપહત નિદ્વવાદિ ભાવથી જે નમસ્કાર કરે છે તે અને સમ્યગુદૃષ્ટિ આત્મા ઉપયોગરહિત જે નમસ્કાર કરે છે તે તવ્યતિરિક્ત દ્રવ્યનમસ્કાર છે. સદ્ અને અસહ્ના વિશેષરહિત, ભવહેતુક, યદચ્છાથી ઉપલંભ=પ્રાપ્તિ અને જ્ઞાનના ફળનો અભાવ હોવાથી મિથ્યાષ્ટિનું જ્ઞાન અજ્ઞાનરૂપ છે, તેથી ભાવથી નમસ્કાર કરનારા નિદ્વવાદિને કરેલો દ્રવ્યનમસ્કાર છે. અથવા જે દ્રવ્યને માટે દેવાદિકને નમસ્કાર કરાય છે, અથવા ભયાદિ કારણથી ભિખારી જેમ રાજાને નમસ્કાર કરે તેમ અસંયતિને નમસ્કાર કરાય તે પણ દ્રવ્યનમસ્કાર જ કહેવાય છે. નમસ્કારના અર્થને જાણનાર અને તેમાં ઉપયોગવાન હોય તે આગમથી ભાવનમસ્કાર છે, તથા જે નમસ્કાર કરવામાં મનવડે ઉપયોગવંત, “અરિહંતને નમસ્કાર થાઓ” એમ વચન વડે બોલે, અને હાથ આદિ અંગોના સંકોચાદિ વડે નમસ્કાર કરે, ત્યારે તેનો આગમથી ભાવનમસ્કાર કહેવાય છે. (અહીં “નો' શબ્દ મિશ્નવાચી છે, તેથી ઉપયોગરૂપ આગમ અને વચન તથા કાયાની ક્રિયા તેમાં મિશ્ર છે.) ૨૮૪૧ થી ૨૮૪૬. હવે એ નામાદિ નમસ્કારનો નયો દ્વારા વિચાર કરે છે : भावं चिय सद्दनया सेसा इच्छंति सबनिक्नेवे । ठवणावज्जे संगह-ववहारा केइ इच्छंति ॥२८४७॥ दब्ब-ढवणावज्जे उज्जुसुओ, तं न जुज्जए जम्हा । ફુચ્છ સુર્યામ મળયે સો વં રિંતુ ન જુદુત્ત ર૮૪૮ો. इच्छंतो य स दव्वं तदणागारं पि भावहेउ त्ति । नेच्छेज्ज कहं ठवणं सागारं भावहेउ त्ति ? ॥२८४९।। नाम पि होज्ज सन्ना तब्बच्चं वा तदत्थपरिसुन्नं । હે ત્તિ તષ્ઠિતો ટ્ર-કુવા વરં નેચ્છે? ર૮૫૦ अह नामं भावम्मि वि तो णेच्छड़ तेण दव्व-ठवणा वि । भावस्सासन्नयरा हेऊ सद्दो उ बज्झयरो ॥२८५१॥ संगहिओ असंगहिओ सब्बो वा नेगमो ठवणमिच्छे । इच्छइ जइ संगहिओ तं नेच्छइ संगहो कीस ? ॥२८५२॥ अहव मयमसंगहिओ तो ववहारो वि किं न तद्धम्मा । अह सब्बो तो तस्समधम्माणो दो वि ते जुत्ता ॥२८५३॥ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004649
Book TitleVisheshavashyaka Bhasya Part 2
Original Sutra AuthorHemchandracharya
AuthorVajrasenvijay
PublisherBhadrankar Prakashan
Publication Year
Total Pages586
LanguageGujarati, Prakrit
ClassificationBook_Gujarati, Agam, Canon, Metaphysics, & agam_aavashyak
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy