________________
૪૨૬] નિક્ષેપ, પદ અને પદાર્થદ્વાર. [વિશેષાવશ્યક ભાષ્ય ભાગ. ૨
વિવેચન - નમસ્કાર અને નમસ્કારવાના અભેદ ઉપચારથી નિદ્વવાદિનો દ્રવ્ય-નમસ્કાર કહેવાય છે. આદિ શબ્દથી દ્રવ્યને માટે જે કોઈ વિદ્યા-મંત્ર-દેવતા વગેરેને નમસ્કાર કરે, તે પણ દ્રવ્ય નમસ્કાર કહેવાય છે. તથા જે ઉપયોગવાનું સમ્યગુષ્ટિ જીવો અહંદાદિને જે નમસ્કાર કરે છે, તેને ભાવનમસ્કાર કહેવાય છે.
હવે પદાર કહે છે - જેના વડે અર્થ જણાય, તેને પદ કહેવાય છે. તે પદ નામિકનૈપાતિક ઔપસર્ગિક-આખ્યાતિક અને મિશ્ર એમ પાંચ પ્રકારે છે. તેમાં “અશ્વ' એ નામિષ્પદ છે, “ખલું એ નૈપાતિક (અવ્યય) પદ છે, “પરિ’ એ ઔપસર્ગિક પદ છે, “ધાવતિ' એ આખ્યાતિપદ છે, અને “સંત” એ મિશ્રપદ છે. આ પાંચ પ્રકારનાં પદોમાંથી અહીં નૈપાતિકનો અધિકાર છે. જે પદ અહંદાદિની આદિમાં કે અંતમાં આવેલું હોય તે નૈપાતિકપદ કહેવાય છે. નમ: એ પદ અહીં નિપાતિક છે. - હવે પદાર્થતાર કહે છે - “નમો ” ઈત્યાદિ પદોમાં જે નમ: પદ છે, તેનો દ્રવ્યસંકોચ અને ભાવસંકોચરૂપ અર્થ, તેને પદાર્થ કહેવાય છે. તેમાં હાથ-મસ્તક-પગ વગેરેનો સંકોચ તે દ્રવ્યસંકોચ કહેવાય અને અહિંદાદિના ગુણોમાં વિશુદ્ધ મનનો પ્રવેશ તેને ભાવસંકોચ કહેવાય છે. અહીં ચાર ભાંગા થાય તેમાં પ્રથમ ભાંગો પાલકાદિની જેમ દ્રવ્યસંકોચ હોય, પણ ભાવસંકોચ ન હોય. બીજો ભાંગો અનુત્તર વિમાનવાસી દેવાદિકની જેમ ભાવસંકોચ હોય, પણ દ્રવ્યસંકોચ ન હોય. ત્રીજો ભાંગો શાંબકુમારાદિની જેમ દ્રવ્યસંકોચ હોય અને ભાવસંકોચ પણ હોય. ચોથો ભાંગો દ્રવ્યસંકોચ ન હોય, અને ભાવસંકોચ પણ ન હોય એ ભાંગો શૂન્ય છે. ૨૮૪૦. હવે નામ-સ્થાપનાદિ ચારે પ્રકારના નમસ્કારનું સ્વરૂપ ભાષ્યકાર મહારાજ કહે છે :
नामाइचउन्भेओ निक्लेवो मंगलं च सो नेओ । નામ નમોfમણા વા નાસડવા રો ર૮૪શી
आगमओऽणुवउत्तो अज्झेया दब्बओ नमोक्कारो । નોમ નાચ-મવસરીરાત્તિોડયું .ર૮૪રી/ मिच्छोवहया जं भावओ वि कुब्बन्ति निण्हवाईया । જો નમોવાર સમાણુવત્તર : ૨ ૨૮૪રૂરી सदसदविसेसणाओ भवहेऊ जहिच्छओवलंभाओ । नाणफलाभावाओ मिच्छद्दिट्ठिस्स अन्नाणं ॥२८४४॥ जो वा दबत्थमसंजयस्स व भयाइणाऽहवा सो वि । दव्बनमोक्कारो च्चिय कीरइ दमएण रण्णो ब्व ॥२८४५॥ आगमाओ विन्नाया तच्चित्तो भावओ नमोक्कारो । नोआगमओ सो च्चिय सेसयकरणोवउत्तो त्ति ॥२८४६।।
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org