________________
ભાષાંતર]
નમસ્કારની ઉત્પત્તિના નિમિત્તો.
[૪ ૨૩
બીજું સમુત્થાન એ શું છે ? અતીત ક્રિયાવાળી વસ્તુ કરેલા ઘડાની જેમ તેને ક્રિયા ઉપરમ= શાંત થવાથી પુનઃ ઉત્પન્ન થતી નથી. અને જો કરેલી વસ્તુ પણ કરતી હોય, તો નિત્ય કરાઓ, પણ તેને નિષ્ઠા ક્યાંથી થશે ? અથવા ભલે નમસ્કારનો પૂર્વોત્પાદ હો, તો પણ તે લબ્ધિ અને વાચનાથી ભિન્ન નથી. કારણ કે પૂર્વે પણ સ્વયં અથવા બીજાથી નમસ્કારનો લાભ થાય છે. ૨૮૨૭ થી ૨૮૩૪.
વિવેચનઃ- જે વસ્તુ ઉત્પત્તિમાન હોય છે, તે અવશ્ય નિમિત્તવાળી હોય છે, એ નિયમાનુસાર અશુદ્ધ નૈગમ, સંગ્રહ અને વ્યવહાર એ ત્રણ નયો નમસ્કારને ઉત્પત્તિમાન માનતા હોવાથી, તેના સમુત્થાન-વાચના-અને લબ્ધિ એ ત્રણ નિમિત્ત માને છે, કારણ કે એ ત્રિવિધ નિમિત્ત-કારણ વિના બીજી રીતે નમસ્કારની ઉત્પત્તિ નથી થતી.
ઉપરોક્ત નમસ્કારના ત્રણ નિમિત્તોમાંનું પહેલું નિમિત્ત સમુત્થાન (શરીર) છે. કેમકે શરીરથી નમસ્કાર ઉત્પન્ન થાય છે. અહીં એવી શંકા કરવામાં આવે કે સ્વઆવરણના ક્ષયથી અન્ય ભવમાં નમસ્કાર ઉત્પન્ન થયો હોય, તો તેને આ ભવનું શરીર કેવી રીતે હેતુભૂત થઈ શકે ? આના ઉત્તરમાં કહેવાનું કે જેમ તીર્થંકરાદિ સંબંધી ભવ પ્રત્યયિક અવધિજ્ઞાન પૂર્વે ઉત્પન્ન થયા છતાં પણ આ ભવના શરીર સિવાય તે નથી હોતું, તેવી રીતે આ ભવનું શરીર પણ તે નમસ્કારનું કારણ થાય છે. અથવા જેમ ઘટાદિક પૂર્વે ઉત્પન્ન થયા હોય છે, છતાં તે વસ્તુઓને દીપકવડે પ્રગટ કરાય છે, તેવી રીતે નમસ્કાર પણ પૂર્વે ઉત્પન્ન થયેલ હોય, છતાં પણ તે આ ભવના શરીરથી પ્રગટ થાય છે, તેથી સમુત્થાન=દેહ નમસ્કારનું નિમિત્ત કહેવાય છે.
બીજા આચાર્યો અન્ય ઉપકારની અપેક્ષાથી વિમુખ એવા સ્વવીર્યને નમસ્કારનું સમુત્થાનકારણ કહે છે, તે અયોગ્ય છે, કેમકે નમસ્કારના અનંતર કારણપણે તે વ્યભિચારી છે. વીર્ય વિદ્યમાન છતાં કોઈકને નમસ્કાર પ્રાપ્ત થયો હોય, તે સ્વઆવરણના ઉદયથી પુનઃ ભ્રષ્ટ થાય છે અને ભ્રષ્ટ થયા છતાં પણ પુનઃ તદાવરણના ક્ષયોપશમથી પ્રાપ્ત પણ થાય છે. એ પ્રમાણે વીર્ય હોવા છતાં નમસ્કારનો લાભાલાભ થાય છે, તેથી જણાય છે કે લબ્ધિ છે કે લબ્ધિ સિવાય નમસ્કારનું કારણ વીર્ય નથી કેમકે નમસ્કારના લાભાલાભમાં વિર્ય અન્વય-વ્યતિરેકાનુસારી નથી, તેથી તે વ્યભિચારી છે; અને લબ્ધિ તો અન્વયવ્યતિરેકાનુસારી હોવાથી અવ્યભિચારી કારણરૂપ છે. - હવે બીજા નિમિત્ત વાચના અને ત્રીજા નિમિત્ત લબ્ધિનું સ્વરૂપ કહીએ છીએ. પરથી શ્રવણ એટલે ગુરુ પાસેથી સાંભળીને બોધ લેવો અથવા પરોપદેશ કરવો તેને વાચના કહેવાય છે. અને એ વાચના સિવાય તદાવરણના ક્ષયોપશમથી જે નમસ્કારનો લાભ થાય તે લબ્ધિ કહેવાય છે. વસ્તુતઃ તો તદાવરણ એટલે નમસ્કારાવરણકર્મનો ક્ષયોપશમ તે જ લબ્ધિ છે, અને નમસ્કારનો લાભ તે તેનું કાર્ય છે, પરંતુ અહીં જે નમસ્કારના લાભને લબ્ધિ કહી છે, તે કાર્યમાં કારણનો ઉપચાર કરીને કહી છે. એ પ્રમાણે અશુદ્ધ નૈગમ-સંગ્રહ અને વ્યવહાર નથના અભિપ્રાયે નમસ્કારનાં ત્રણ કારણ છે. ઋજુસૂત્રનય તો વાચના અને લબ્ધિ એ બે જ કરણ માને છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org