SearchBrowseAboutContactDonate
Page Preview
Page 416
Loading...
Download File
Download File
Page Text
________________ ભાષાંતર સૂત્રસ્પર્શક નિયુક્તિ. [૪૧૫ અહીં સામાયિકસૂત્રની આદિમાં જે નમસ્કાર કહ્યો છે, તે નમસ્કાર ઉપોદ્ઘાત નિર્યુક્તિરૂપ શાસ્ત્રનું અંત્ય મંગળ કહે છે, પણ સૂત્રની આદિમાં નમસ્કાર છે એમ નથી માનતા. કારણ કે શાસ્ત્રની આદિમાં-મધ્યમાં અને અંતમાં એમ ત્રણ મંગળ કરવાં જોઇએ. તેમાં પ્રથમ ઉપોદઘાતનિર્યુક્તિની આદિમાં નદિરૂપ મંગળ છે, મધ્યમાં જિનેશ્વર તથા ગણધરની ઉત્પત્તિ આદિ ગુણોત્કીર્તનરૂપ મંગળ છે અને અંતમાં આ નમસ્કારરૂપ મંગળ છે. - એ પ્રમાણે કહેનારાઓની માન્યતા યોગ્ય નથી, કારણકે શાસ્ત્રનું જે અંત્ય મંગળ તેઓ કહે છે, તે અંત્ય મંગળ તો ભગવાન શ્રીભદ્રબાહુસ્વામીએ પડધ્યયનાત્મક સમગ્ર આવશ્યકશાસ્ત્રના અંતે પ્રત્યાખ્યાનરૂપે કહેલ છે. પ્રત્યાખ્યાન તે તપ છે, તપ એ ધર્મ છે, અને “ધર્મ તે ઉત્કૃષ્ટ મંગળ છે” માટે આ નમસ્કાર રૂપ મંગળ તે સામાયિકની આદિમાં પ્રસ્તુત હોવાથી કહી શકાય નહિ. શિષ્ય - નમસ્કાર સામાયિકની આદિમાં કહેલ છે, તેથી તેને આદિમંગળ કહેવામાં શું હરકત છે ? આચાર્ય - પ્રથમ નંદિનું સ્વરૂપ કહેવાથી આદિમંગળ તો કરેલું જ, તે પછી પુનઃ કરવાનું શું કારણ? કરેલું આદિ મંગળ પુનઃ પણ કરાય, તો પછી તેનું અવસ્થાન ક્યાં થાય ? વારંવાર કરવાથી કેવળ અનવસ્થા જ પ્રાપ્ત થાય. શિષ્ય - જો એમ હોય તો અહીં પ્રથમ નમસ્કાર કહેવાનું શું કારણ છે ? આચાર્ય -. કિમંતે સામા” ઇત્યાદિ સ્ત્રાવયવની જેમ નમસ્કાર સામાયિકની આદિમાં કહેલ હોવાથી પરમાર્થથી સામાયિક સૂત્ર જ છે, પણ મંગળ માટે નથી. આ કારણથી પ્રથમ નમસ્કારનું વ્યાખ્યાન કરીને પછી સામાયિકના અર્થનું વ્યાખ્યાન કરાશે. ૨૮૦૦ થી ૨૮૦૪. હવે નમસ્કારનું વ્યાખ્યાન કહેવાને અનુયોગદ્વારો કહે છે :(४२१) उप्पत्ती निक्लेवो पयं पयत्थो परूवणा वत्थु ।। - ૩àવ સિદ્ધિ માં પોયણ નં નામોવારો ર૮૦૮૮૭ (४२२) उप्पण्णाणुप्पण्णो इत्थ नया (भाइ) णेगमस्सणुप्पण्णो । सेसाणं उप्पण्णो जइ कत्तो तिविहसामित्ता ॥२८०६।८८८।। (४२३) समुट्ठाण-वायणा-लद्धिओ य पढमे नयत्तिए तिविहं ।। उज्जसुय-पढमवज्ज सेसनया लद्धिमिच्छति ॥२८०७॥८८९॥ ઉત્પત્તિ-નિક્ષેપ-પદ-પદાર્થ-પ્રરૂપણા-વસ્તુ-આક્ષેપ-પ્રસિદ્ધિ-કમ-પ્રયોજન અને ફળ. એટલાં કારોથી નમસ્કારનો વિચાર કરાશે. ઉત્પન્નાનુત્પન્ન નમસ્કાર છે. તેમાં નૈગમ નયાનુસારે અનુત્પન્ન છે અને શેષ નયાનુસારે ઉત્પન્ન છે. જો ઉત્પન્ન છે, તો તે કેવી રીતે ? સમુત્થાન-વાચના અને લબ્ધિ એ ત્રિવિધ સ્વામિત્વરૂપ કારણથી નૈગમાદિ ત્રણ નયોમાં એ ત્રિવિધ કારણ છે, ઋાસૂત્રમાં પ્રથમ સિવાયના બે કારણ છે અને શેષ નયો એક લબ્ધિને જ કારણ જ માને છે. ૨૮૦૫ થી ૨૮૦૭. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004649
Book TitleVisheshavashyaka Bhasya Part 2
Original Sutra AuthorHemchandracharya
AuthorVajrasenvijay
PublisherBhadrankar Prakashan
Publication Year
Total Pages586
LanguageGujarati, Prakrit
ClassificationBook_Gujarati, Agam, Canon, Metaphysics, & agam_aavashyak
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy