SearchBrowseAboutContactDonate
Page Preview
Page 415
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૧૪] સૂત્રસ્પર્શક નિર્યુક્તિ. होज्जाड़ मंगलं सो तं कयमाईए किं पुणो तेणं । अहवा कयं पि कीरइ कत्थावत्थाणमेवं ति ? || २८०३ || વિશેષાવશ્યક ભાષ્ય ભાગ. ૨ तम्हा सो सुत्तं चिय तदाइभावादओ तयं चेव । पुव्यं वक्खाणे पच्छा वोच्छामि सामाइयं ॥ २८०४|| એ પ્રમાણે આ સામાયિકનો ઉપોદ્ઘાત કહ્યો, હવે તે જ સામાયિકની સૂત્રસ્પર્શક નિર્યુક્તિસૂત્રવ્યાખ્યાન કહેવાશે. (‘મિમંતે ! સામાÄ' ઇત્યાદિ) સૂત્ર તે સૂત્રાગમ છે, તે નમસ્કારપૂર્વક કહેવાય છે, કારણ કે એ નમસ્કાર સર્વશ્રુતસ્તબંધની અત્યંતર છે, એમ પ્રથમ જ કહ્યું છે. આ નમસ્કારને બીજાઓ ઉપાત નિર્યુક્તિનું અંત્ય મંગળ માને છે, તે યોગ્ય નથી. કારણ કે અંત્યમંગળ (પડધ્યયનાત્મક) સમગ્રશાસ્ત્રના અંતે પ્રત્યાખ્યાન કહેવા રૂપે કહેલું છે, એટલે તે (સામાયિકની) આદિમાં કહેવું કેવી રીતે યોગ્ય કહેવાય ? તે નમસ્કાર સામાયિકનું આદિમંગળ થાય, તો તે યોગ્ય નથી, કેમકે આદિમાં મંગળ કર્યા છતાં ફરીથી કરવાનું શું કારણ ? કર્યા છતાં ફરી કરાય, તો એ પ્રમાણે તેનું અવસ્થાન ક્યાં થાય ? માટે તે નમસ્કાર સૂત્રની આદિમાં હોવાથી સૂત્રરૂપ જ છે, તેથી પ્રથમ તેનું વ્યાખ્યાન કરીને પછી સામાયિકનું વ્યાખ્યાન કરીશું. ૨૮૦૦ થી ૨૮૦૪. વિવેચન :- એ રીતે પૂર્વે કહ્યા મુજબ સામાયિકનો આ ઉપાત કહ્યો, હવે તે જ સામાયિકની સૂત્રસ્પર્શક નિર્યુક્તિ-સૂત્રવ્યાખ્યાન કહેવાશે. “મિમંતે ! સામાË” ઇત્યાદિ સૂત્ર છે, સૂત્રાનુગમરૂપ વ્યાખ્યાન છે, અને તે સૂત્રાનુગમ નમસ્કારપૂર્વક જ કહેવાય છે, કારણ કે નમસ્કાર સર્વ શ્રુતસ્કંધની અત્યંતર છે, એમ પ્રથમ જ કહેલું છે, તેથી પ્રથમ નમસ્કારનું વ્યાખ્યાન કરીને પછીથી સામાયિકસૂત્રનું વ્યાખ્યાન કરાશે. Jain Education International निद्दोसं सारखन्तं च हेउजुत्तमलंकियं । उवणीयं सोवयारं च मियं महुरमेव य ।। ८८५ ।। अप्पक्खरमसंदिद्धं सारखं विस्सओमुहं । अत्थोभमणवज्जं च सुत्तं सव्वण्णुभासियं ॥ ८८६ ॥ દોષરહિત હોય (૧), સામાયિકની માફક ઘણા પર્યાયવાળો હોય (૨), હેતુવાળો હોય (૩), ઉપમાદિ અલંકારવાળો હોય તે (૪), ઉપસંહારવાળો હોય તે (૫), ગામડીયા ભાષાવાળો ન હોય તે સોપચાર (૬), વર્ણાદિ નિયત પ્રમાણવાળો હોય તે (૭), અને સાંભળતાં મનોહર લાગે (૮), એ આઠ ગુણવાળા હોય તેને સૂત્ર કહેવાય છે. ॥ ૮૮૫ ॥ અથવા સૂત્રના બીજાગુણો હે છે ઃ સામાયિકની માફક અલ્પાક્ષરવાળું હોય (૧), સંદેહરહિત હોય (૨), ઘણા પર્યાયવાળું હોય (૩), દરેક સૂત્રમાં ચાર અનુયોગ હોવાથી અથવા અનેક અર્થવાળું હોવાથી સારવત્ હોય (૪) વૈયાદિ નકામા નિપાતો ન હોય તે હિંસાને જણાવનાર ન હોવાથી અનવદ્ય એવું સૂત્ર સર્વજ્ઞ ભગવંતોએ કહેલું છે. | ૮૮૬ ॥ For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004649
Book TitleVisheshavashyaka Bhasya Part 2
Original Sutra AuthorHemchandracharya
AuthorVajrasenvijay
PublisherBhadrankar Prakashan
Publication Year
Total Pages586
LanguageGujarati, Prakrit
ClassificationBook_Gujarati, Agam, Canon, Metaphysics, & agam_aavashyak
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy