SearchBrowseAboutContactDonate
Page Preview
Page 414
Loading...
Download File
Download File
Page Text
________________ ભાષાંતર] સૂત્રસ્પર્શક નિયુક્તિ. ૪િ૧૩ तं चावसाणमंगलमन्ने मन्नंति तं च सत्थस्स । સરસ મજયમંતે રૂમા રં ગુરૂં ? ર૦૦રી अप्पग्गंथमहत्थ बत्तीसादोसविरहियं जं च । लखणजुत्तं सुत्तं अट्ठहि य गुणेहि उज्वेयं ॥८८०॥ अलियमुवघायजणयं निरत्थयमवत्थयं छलं दुहिलं । मिस्सारमधियमूणं पुणरुत्तं वाहयमजुत्तं ॥८८१॥ कमभिण्णवयणभिण्णं विभत्तिभिन्नं च लिंगभिन्नं च । ૩ મરિયમપયમેવ જ સમાવદીજું વહિયં ૮૮ कालजतिच्छविदोसा समयविरुद्धं च वयणमित्तं च । अत्थावत्तीदोसो य होइ असमासदोसो य ॥८८३॥ उवमारूवगदोसाऽनिद्देस पदत्थसंधिदोसो य । एए उ सुत्तदोसा बत्तीसं होंति णायब्बं ॥८८४॥ અછતી વાત કહેવી અથવા છતી વાત ઓલવવી તે કૂટ નામનો પ્રથમ દોષ (૧), હિંસા ધર્મને માટે થાય તે કહેવું તે ઉપઘાતજનક (૨), ડિત્યાદિ જેવા નક્કામા શબ્દ કહેવાથી નિરર્થક (૩), સંબંધ વગરનું બોલવું એ અનર્થ (૪), નવ (૯ નવ) કમ્બલવાળો દેવદત્ત એમ કહેવું તે છલવાક્ય (૫), હિંસા છતાં પાપ નથી અથવા પુણ્ય-પાપને ઓલવવું તે દ્રોહ નામનો દોષ (૬), વેદના વચનોની માફક બોલવું તે અસાર (૭), જેમાં વર્ણઆદિ વધારે હોય તો અધિક દોષ અને ઓછા હોય તો હીન દોષ અથવા હેતુ-ઉદાહરણ ઓછા-વત્તા કહેવા તે અધિક અને હીન દોષ (૮-૯), શબ્દ અથવા અર્થની સમજાતી વાત ફરીથી કહેવી તે પુનરૂક્ત દોષ (૧૦), કર્મ છે અને કર્તા નથી એવું બોલવું તે વ્યાહત દોષ (૧૧), અયુક્ત બોલવું તે દોષ (૧૨). પ્રક્રમ. વચન, લિંગ, અને વિભક્તિનો લોપ કરી બોલવું તે વ્યત્યયદોષ (૧૩,૧૪,૧૫,૧૬), પોતાના સિદ્ધાન્તવિરૂદ્ધ બોલવું તે અનભિહિતદોષ (૧૫), છેદ-ભેદ કરવું તે અપદ દોષ (૧૮), ઉલટો સ્વભાવ કહેવો તે સ્વભાવહીનદોષ (૧૯. પ્રાસંગિક વાત છોડીને વચમાં બીજી વાતો વિસ્તારથી કહેવી તે વ્યવહિતદોષ (૨૦), અતીતાદિ કાલનો વ્યત્યય કરવો તે કાલદોષ (૨૧), અસ્થાને વિરતિ કરવી અગર તે લેશમાત્ર ન કરવી તે યતિદોષ (૨૨), અલંકારરહિત બોલવું તે છબીદોષ (૨૩), જે વાત પોતાને ખંડન કરવાની હોય તે વાત સ્થાપવી તે સમયવિરૂદ્ધદોષ (૨૪), વિના પ્રમાણ બોલવું તે વચનમાત્ર દોષ (૨૫), જયાં ભાવાર્થથી અનિષ્ટ થાય તે અર્થોપત્તિદોષ (૨૬), સમાસમાં સમાસ ન કરે અથવા ઉલટો સમાસ કરે તે અસમાસદોષ (૨૭), હીનાધિક ઉપમા દેવી તે ઉપમાદોષ (૨૮), અન્યોન્ય અવયવનો વ્યત્યય કરે તે રૂપક દોષ (૨૯), એકવાક્યતા ન કરે તે અનિર્દેશદોષ (૩૦), છતો પદાર્થ કહેવો તે પદાર્થ દોષ (૩૧) સન્ધિનો વ્યત્યય કરવો તે સંધિ દોષ (૩૨) ૮૮૧ થી ૮૮૪. સૂત્રના આઠ ગુણ નીચે પ્રમાણે કહ્યા છે : Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004649
Book TitleVisheshavashyaka Bhasya Part 2
Original Sutra AuthorHemchandracharya
AuthorVajrasenvijay
PublisherBhadrankar Prakashan
Publication Year
Total Pages586
LanguageGujarati, Prakrit
ClassificationBook_Gujarati, Agam, Canon, Metaphysics, & agam_aavashyak
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy