SearchBrowseAboutContactDonate
Page Preview
Page 413
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૧૨] સૂત્રસ્પર્શક નિયુક્તિ. [વિશેષાવશ્યક ભાષ્ય ભાગ. ૨ सुत्तं सुत्ताणुगमो तं च नमोक्कारपूब्बयं जेण । सो सबसुयक्रोधभंतरभुओ त्ति निद्दिट्ठो ॥२८०१॥ સુંદર સત્ત્વવાળા તે ચિલાતીપુત્રને કીડીઓએ ચાલણી જેવા કર્યા તો પણ કડીઓથી ખવાતા એવા તે મુનિ ઉત્તમ આરાધનાને પામ્યા. l૮૭૪ अढ्ढाज्जेहिं राइदिएहिं पत्तं चिलाइपुत्तेणं । देविंदामरभवणं अच्छरगणसंकुलं रम्मं ॥८७५॥ તે ચિલાતીપુત્રે અઢી દિવસની આરાધના કરવાના પ્રભાવથી દેવીઓના સમુદાયવાળું અને દેવેન્દ્રના જેવું મનોહર સુરવિમાન પ્રાપ્ત કર્યું. ૧૮૭૫ll सयसाहस्सा गंथा सहस्स पंच य दिवड्डमेगं च । ठविया एगतिलोए संखेवो एस णायब्बो ॥८७६॥ सोऊण अणाउट्टी अणभीओ वज्जिऊण अणगं तु । अणवदज्जयं उवगओ धम्मरूईणाम अणगारो ॥८७७॥ જેવી રીતે લાખ લાખ શ્લોકના ગ્રન્થોનો સંક્ષેપ હજારમાં, પાંચસોમાં, દોઢસોમાં યાવદ્ ચારો ઋષિએ એક શ્લોકમાં કર્યો. (એવી રીતે સામાયિક ચૌદપૂર્વનો અતિ સંક્ષેપ સાર છે.) જે ધર્મરૂચિ સાધુ પેલાં તાપસપણામાં અગ્યારશના દિવસે અનાકુટ્ટિ (હિંસારહિતપણું) કરતો સાધુને હંમેશાં અનાકુટ્ટિપણું હોય,’ એવું સાંભળીને પાપથી ડરેલો સાવદ્ય છોડીને નિરવદ્યપણાને પામ્યો, તેથી સામાયિકનું નામ અનાકુટ્ટિપણું પણ છે. ૮૭૭થી __ परिजाणिऊण जीये अज्जीवे जाणणापरिणाए । सावज्जजोगकरणं परिजाणइ सो इलापुत्तो ॥८७८॥ જ્ઞાનથી જીવ અને અજીવનું સ્વરૂપ જાણીને સાવઘયોગની ક્રિયાનો ત્યાગ કરનાર ઈલાચીપુત્ર થયો, તેથી સામાયિકને પરિજ્ઞા કહેવાય છે. ૫૮૭૮ पच्चक्ने दट्ठणं जीवाजीवे य पुण्णपावं च । पच्चक्खाया जोगा सावज्जा तेतलिसुएणं ॥८७९।। પોટ્ટિલ દેવતાને પ્રત્યક્ષ દેખવાથી જીવ, અજીવ અને પુણ્ય-પાપના ફળને પ્રત્યક્ષ જાણીને કનકધ્વજ રાજાના પ્રધાને સર્વ સાવઘયોગનાં પચ્ચકખાણ કર્યા, તેથી સામાયિકને પ્રત્યાખ્યાન તરીકે પણ કહેવાય, એવી રીતે નિરૂક્તિધાર અને ઉપોદ્દાતનિર્યુક્તિ સમાપ્ત થઈ. . ૮૭૯ In હવે સૂત્રનાં લક્ષણો જણાવે છે :જેમાં શબ્દો થોડા હોય, અર્થ ઘણો હોય, તથા અલીક વગેરે ૩૨ દૂષણો જેમાં ન હોય. એવું લક્ષણયુક્ત અને ૮ ગુણવાળું હોય તેને સૂત્ર કહેવાય. ઉપર જણાવેલા વર્જવા યોગ્ય ૩૨ દોષો નીચે પ્રમાણે કહ્યા છે : Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004649
Book TitleVisheshavashyaka Bhasya Part 2
Original Sutra AuthorHemchandracharya
AuthorVajrasenvijay
PublisherBhadrankar Prakashan
Publication Year
Total Pages586
LanguageGujarati, Prakrit
ClassificationBook_Gujarati, Agam, Canon, Metaphysics, & agam_aavashyak
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy