________________
૪૧૬]
આદિ પદોની વ્યાખ્યા.
[વિશેષાવશ્યક ભાષ્ય ભાગ. ૨
વિવેચન :- નૈગમાદિ નયોની અપેક્ષાએ નમસ્કારને ઉત્પન્ન અને અનુત્પન્ન માનવો. સર્વસંગ્રાહી અને દેશસંગ્રાહી એમ બે પ્રકારે નૈગમનય છે. તેમાં સર્વસંગ્રાહી નૈગમ સામાન્ય માત્રનું જ અવલંબન કરતો હોવાથી તેના અભિપ્રાયે સર્વ કંઇ ઉત્પાદ-વ્યયરહિત છે. તેથી નમસ્કાર પણ ઉત્પાદવ્યયરહિત હોવાને લીધે અનુત્પન્ન છે. શેષ વિશેષગ્રાહી નૈગમ તથા બીજા નયો વિશેષગ્રાહી હોવાથી વસ્તુને ઉત્પાદ-વ્યયસ્વરૂપ માને છે.ઉત્પાદ-વ્યયશૂન્ય વસ્તુ વંધ્યાપુત્રની જેમ અવસ્તુરૂપ છે. તેથી કરીને નમસ્કારરૂપ વસ્તુ ઉત્પાદ-વ્યયસ્વરૂપ હોવાથી બીજા વિશેષગ્રાહી નયોની અપેક્ષાએ તે ઉત્પન્ન છે. કારણ કે સમુત્થાન (જેનાથી સમ્યક્ ઉત્પત્તિ થાય તે) એટલે નમસ્કારના આધારરૂપ દેહથી વાચના એટલે ગુરુ સમીપે શ્રવણ કરવાથી અને લબ્ધિ એટલે તદાવરણીયકર્મના ક્ષયોપશમથી એમ ત્રણ પ્રકારના કારણથી વિશેષગ્રાહી નૈગમ-સંગ્રહ અને વ્યવહારનયની અપેક્ષાએ નમસ્કાર ઉત્પન્ન થાય છે. ઋાસૂત્ર નયના અભિપ્રાયે દેહરૂપ સમુત્થાન સિવાય વાચના અને લબ્ધિથી નમસ્કાર થાય છે, કારણ કે એ બે કારણરહિત જીવને શરીરમાત્રના સદ્ભાવથી નમસ્કારાત્મક કાર્યનો વ્યભિચાર જણાય છે. શબ્દાદિ નયો એક લબ્ધિને જ નમસ્કારનું કારણ માને છે. કેમકે લબ્ધિરહિત અભવ્ય જીવોને વાચનાથી પણ નમસ્કારની ઉત્પત્તિ નથી થતી, અને લબ્ધિયુક્ત પ્રત્યેકબુદ્ધાદિને વાચનાના અભાવે પણ નમસ્કારની ઉત્પત્તિ થાય છે. માટે તે નયોના અભિપ્રાયે એક લબ્ધિ જ નમસ્કારોત્પત્તિનું કારણ છે. ૨૮૦૫ થી ૨૮૦૭.
હવે “ઉબન્નાનુબો તથા સેસાનું ૩ન્નો” એ વગેરે પદોની ભાષ્યકાર મહારાજ વ્યાખ્યા કરે છે ઃ
सत्तामेत्तग्गाही जेणाइमनेगमो तओ तस्स ।
उप्पज्जइ नाभूयं भूय न य नासए वत्युं ॥ २८०८।।
Jain Education International
तो तरस नमोक्कारो वत्थुत्तणओ नहं व सो निच्चो । सतं पि न तं सव्वो मुणइ सरूवं अवरणाओ ।। २८०९ ।। सेसमयं नत्थि तओऽणुप्पाय - विणासओ खपुष्पं व । जहित्थि तदुप्पाय - व्यय-धुवधम्मं जहा कुंभो ॥२८१०|| आवरणादग्गहणं नाभावाउ त्ति तत्थ को हेऊ ? ।
भत्ती य नमोक्कारो कहमत्थि य सा न यग्गहणं ।। २८११ ।।
આદ્ય નૈગમનય સત્તામાત્રગ્રાહી હોવાથી, તેના અભિપ્રાયે કોઇ વસ્તુ અવિદ્યમાન નથી અને કોઇ ઉત્પન્ન નથી થતી, જે વિદ્યમાન છે, તેનો નાશ નથી, તેથી તેના અભિપ્રાયે નમસ્કાર વસ્તુસ્વરૂપ હોવાથી, તે પ્રમાણે તે નિત્ય છે. તે વિદ્યમાન છે, તો પણ આવરણથી આત્માસ્વરૂપની જેમ તેને સર્વ કોઇ જાણતું નથી. શેષ નયોના મતે તે નમસ્કાર ઉત્પાદ-વ્યય રહિત હોવાથી આકાશપુષ્પની જેમ વસ્તુ નથી, જે વિદ્યમાન છે, તે ઘટની જેમ ઉત્પાદ, વ્યય અને ધ્રુવસ્વરૂપ ધર્મવાળું છે. અભાવથી નમસ્કાર નથી જણાતો એમ નહિ, પણ આવરણથી નથી જણાતો. એમ કહેવામાં આવે તો
For Private & Personal Use Only
www.jainelibrary.org