________________
૪૧૦] સમ્યકત્વસામાયિક અને સર્વવિરતિ ચારિત્રના પર્યાય. [વિશેષાવશ્યક ભાષ્ય ભાગ. ૨ (४२०) दमदंते मेयज्जे कालगपुच्छा चिलाय अत्तेय ।
धम्मरुइ इला तेयलि समाइए अटुंदाहरणा ॥२७९९।। સમ એટલે રાગદ્વેષનો અભાવ, આય એટલે અયન અથવા ગમન, સમતા પ્રત્યે ગમન તે સમાય (એકાન્ત પ્રશાંત ગમન) તે જ સામાયિક છે. સમ્યફ અય એટલે સર્વે જીવો ઉપર દયાપૂર્વક પ્રવૃત્તિ જેને હોય અથવા જેને વિષે હોય, તે ભેદોપચારવડે સામાયિક છે. સમ્યગુ એટલે રાગદ્વેષરહિત, વાદ એટલે વચન-અભિધાન-અથવા ઉક્તિ, અર્થાતુ રાગદ્વેષરહિતવાદ તે સમ્યગુવાદસામાયિક છે. (મહાઅર્થવાળું છતાં “સામાયિક”) અલ્પ અક્ષરવાળું હોવાથી સમાસ કહેવાય છે. અથવા જીવંથી કર્મને દૂર ફેંકવા તે સમાસ અથવા સમનો એટલે રાગદ્વેષરહિત જીવનો કર્મક્ષેપ, તે સમાસ-સામાયિક છે. સંક્ષેપ કરવો તે સંક્ષેપ. કેમકે તે થોડા અક્ષરવાળું અને મહા અર્થવાળું હોવાથી તેમાં ચૌદ પૂર્વના અર્થનો સંગ્રહ છે, તેથી તે સામાયિકને સંક્ષેપ કહેવાય છે. અવદ્યા એટલે પાપ જેમાં નથી તે, પાપરહિત સામાયિક હોવાથી તે અનવદ્ય કહેવાય છે. અથવા અન એટલે પાપ જેનાથી સર્વથા વજર્ય થાય તે અનવદ્ય કહેવાય છે. પાપનો પરિત્યાગ કરવાને સર્વ હેયોપાદેય વસ્તુનું સમસ્ત પ્રકારે જ્ઞાન તે પરિજ્ઞા. દરેક વસ્તુનું ગુરૂસમીપે નિવૃત્તિ કથન તે પ્રત્યાખ્યાન. સામાયિક અર્થના અનુષ્ઠાન ઉપર દમદંત ઋષિનું દષ્ટાંત, સામાયિકના અર્થાનુષ્ઠાન ઉપર મેતાર્ય મુનિનું દષ્ટાંત, સામાયિક ઉપર સામ્યવાદ ઉપર કાલિકાચાર્યની પૃચ્છાનું દાંત, સમાસ ઉપર ચિલાતિપુત્રનું, સંક્ષેપ ઉપર આત્રેય તથા કપિલાદિનું દૃષ્ટાંત, અનવદ્ય ઉપર ધર્મરૂચિનું, પરિજ્ઞા ઉપર ઈલાપુત્રનું, પ્રત્યાખ્યાન ઉપર તેતલી પુત્રનું ઉદાહરણ જાણવું. ર૭૯૨ થી ૨૭૯૯.
અહીં ૩દેસે નિદેશે ઈત્યાદિ બે ગાથામાં કહેલા દારોના સમુદાયરૂપ ઉપોદઘાત નિર્યુક્તિ પૂરી થઈ.
निक्खंतो हत्थिसीसा दमदंतो कामभोगमवहाय ।
णवि रज्जइ तेसु दुढेसु ण दोसमावज्ज ॥२५२॥ मू. भा. મુનિઓ કેવા હોય તે જણાવે છે :
वंदिज्जमाणा न समुक्कसंति, हीलिज्जमाणा न समुज्जलंति ।
दंतेण चित्तेण चरंति धीरा, मुणि समुग्धाइयरागदोसा ।।८६६॥ ચક્રવર્તિ આદિ મહાસમૃદ્ધિવંતની જેઓને વંદના મળતી હોય તો પણ અભિમાન ન કરે, અધમ મનુષ્યો નિંદા કરતા હોય તો પણ જેઓ ક્રોધ ન કરે, શાંત ચિત્તથી રહે, રાગ-દ્વેષને છોડે અને જેઓ ધર્યવાળા હોય, તે મુનિઓ કહેવાય છે. ૮૬૬.
तो समणो जइ सुमणो भावेण य जइ ण होइ पावमणो । सयणे य जणे य समो समो व माणावमाणेसुं ॥८६७।। णत्थि य सि कोइ वेसो पिओ न सब्बेसु चेव जीवेसु । एएण होइ समणो एसो अण्णोवि पज्जाओ ॥८६८॥
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org