SearchBrowseAboutContactDonate
Page Preview
Page 409
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૦૮]. નિરૂક્તિદ્વાર. [વિશેષાવશ્યક ભાષ્ય ભાગ. ૨ એ પ્રમાણે ક્ષેત્રની અપેક્ષાએ સ્પર્શના કહી, હવે ભાવની અપેક્ષાએ સ્પર્શના કહે છે. સંસારી અને મુક્ત એમ બે પ્રકારે જીવો જગતમાં છે. તેમાં સંસારી જીવો સંવ્યવહાર અને અસંવ્યવહાર રાશિના એમ બે પ્રકારે છે. આમાંના સંવ્યવહાર રાશિના સર્વ જીવોએ સામાન્યઅક્ષરાત્મક શ્રુત સ્પર્શેલું છે. કેમકે વ્યવહારી સર્વ જીવોએ બેઈન્દ્રિયાદિ ભાવ પ્રાપ્ત કરેલ હોય છે, તેથી તેઓને સામાન્ય શ્રતનો અભાવ હોય છે. અહીં સંવ્યવહારરાશિગત વિશેષણ પૂર્વના ટીકાકારોએ કરેલું છે, એમાં અમારી બુદ્ધિની સંભાવના નથી. સમ્યકત્વ અને ચારિત્ર સર્વ સિદ્ધાત્માઓએ પૂર્વે સ્પર્શેલ છે, કેમકે તેમને સ્પર્યા વિના સિદ્ધપણું જ ઘટે નહિ. સર્વ સિદ્ધોના અસંખ્યાતમા ભાગ પ્રમાણ જીવોએ પૂર્વે દેશવિરતિ સ્પર્શેલ છે. માત્ર એક મરૂદેવી માતાએ તેની સ્પર્શના નથી કરી. સમ્યકત્વ વગેરે જીવના પર્યાયો હોવાથી તે ભાવો કહેવાય છે, તેથી તેઓની સ્પર્શનાને ભાવસ્પર્શના કહેવાય છે. ૨૭૮૨ થી ૨૭૮૩. હવે નિરૂક્તિદ્વાર કહે છે :(४१६) सम्मद्दिठ्ठी अमोही सोही सब्भावदंसणं बोही। अविवज्जओ सुद्दिठ्ठी त्ति एवमाईनिरुत्ताई ॥२७८४॥८६१॥ (४१७) अक्खर सन्नी सम्मं साईयं खलु सपज्जवसियं च । गमियं अंगपविटुं सत्त वि एए सपडिवक्खा ॥२७८५।।८६२॥ (૪૨૮) રિયવિર સંપુરમસંવુ વાર્તપંgિ વેવ ! સેસવિર ૩rઘHો ૩૫TRધHો ત્તિ ર૭૮દાદરા (४१९) सामाइयं समइयं सम्मावाओ समास-संखेवो । अणवज्जं च परिन्ना पच्चखाणे य ते अट्ठा ॥२७८७॥८६४॥ સમ્યગ્દષ્ટિ અમોહિ-શુદ્ધિ-સભાવદર્શન-બોધિ-અવિપર્યય અને સુદૃષ્ટિ એ વગેરે સમ્યગ્દર્શનના શબ્દાર્થ છે. અક્ષરશ્રુત-સંજ્ઞીશ્રુત-સમ્યકશ્રુત-સાદિબ્રુત-સપર્યવસિતશ્રુત-ગમિકશ્રુત-અંગપ્રવિષ્ટકૃત. એ સાતના બીજા સાત પ્રતિપક્ષી (મળીને ચૌદ ભેદ શ્રુતના છે.) વિરતાવિરતિ કિંચિત્ ત્યાગ) - સંત્રતાસંગ્રત (સાવધના જોગનો કંઇક ત્યાગ અને કંઇક નહિ ત્યાગ.) બાલપંડિતપણુ-દેશ અને એક દેશની વિરતિ (પ્રાણાતિપાતાદિક અને એકદેશ તે વૃક્ષનું છેદનાદિ-એ બેનું વિરમણ તે) અણુધર્મ-(મહાવ્રતની અપેક્ષાએ અણુ નાનો) અને ગૃહસ્થ ધર્મ (એ દેશવિરતિના શબ્દાર્થ છે.) સામાયિક-સામાયિક-સમ્યગુવાદ-સમાસ-સંક્ષેપ- અનવદ્ય-પરિજ્ઞા અને પ્રત્યાખ્યાન એ આઠ (સર્વ વિરતિ) સામાયિકના પર્યાયો છે. ૨૭૮૪ થી ૨૭૮૭. ક્રિયા, કારકભેદ અને પર્યાયોવડે શબ્દના અર્થનું કથન કરવું, તેને નિરૂક્તિ કહેવાય. તેમાં પ્રથમ સમ્યકત્વસામાયિકની નિરૂક્તિ કહે છે : तच्चा सम्मद्दिठ्ठी त्ति दंसणं तेण सम्मदिहित्ति । मोहो वितहग्गाहो तदन्नहा दंसणममोहो ॥२७८८।। Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004649
Book TitleVisheshavashyaka Bhasya Part 2
Original Sutra AuthorHemchandracharya
AuthorVajrasenvijay
PublisherBhadrankar Prakashan
Publication Year
Total Pages586
LanguageGujarati, Prakrit
ClassificationBook_Gujarati, Agam, Canon, Metaphysics, & agam_aavashyak
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy