SearchBrowseAboutContactDonate
Page Preview
Page 408
Loading...
Download File
Download File
Page Text
________________ ભાષાંતર ભવ, આકર્ષ અને સ્પર્શના દ્વાર. ૪િ૦૭ જેમ એક ભવ સુધી પામે છે, તે પછી મોક્ષ પામે.) આકર્ષણ એટલે ખેંચી લેવું તેનું નામ આકર્ષ એટલે પ્રથમ અથવા મુકેલાનું ગ્રહણ કરવું તે - સમ્યકત્વ સામાયિક - શ્રત સામાયિક અને દેશવિરતિ સામાયિક મુકેલાનું ગ્રહણ કરનારા એવા આકર્ષ એક ભવમાં વધારેમાં વધારે હજાર પૃથકત્વ હોય છે. (બે હજારથી નવ હજાર) સર્વવિરતિ મુકેલાનું ગ્રહણ કરનારા એવા આકર્ષ એક ભવમાં વધારેમાં વધારે શતપૃથકત્વ (બસોથી નવસો) હોય છે. (અને જઘન્ય સઘળા એક ભવમાં એક જ હોય છે.) નાનાવિધ ભવોની અપેક્ષાએ સમ્યકત્વ સામાયિક અને દેશવિરતિસામાયિક મુકેલાનું ગ્રહણ કરનારા આકર્ષ અસંખ્યાતા હજાર પૃથકત્વ હોય છે. ચારિત્ર મુકેલાનું ગ્રહણ કરનારા આકર્ષ હજાર પૃથકત્વ હોય છે, અક્ષરાત્મક શ્રુત પામનારા આકર્ષ અનંતા ભવોમાં અનંતા હોય છે. ૨૭૭૯ થી ૨૭૮૧. હવે સ્પર્શનાદ્વાર કહે છે. (४१४) सम्मत्त-चरणसहिया सव्वं लोगं फसे निखसेसं । सत्त य चोद्दसभागा पंच य सुय-देसविरईए ॥२७८२॥८५९॥ (४१५) सव्वजीवहिं सुयं सम्म-चरित्ताई सव्वसिद्धेहिं । મોહિં ૩રરસંવ્રિન્નહિં [સિયા સવિર ૩ ર૭૮રૂ૮િ૬૦નો. સમ્યકત્વ અને ચારિત્રસહિત જીવ સમગ્ર લોકને નિરવશેષપણે સ્પર્શે છે. શ્રત અને દેશવિરતિવાળા જીવો અનક્રમે ચૌદ યા સાત અને પાંચ ભાગ સ્પર્શે છે. સર્વ જીવોએ શ્રુત સ્પર્શેલું છે, સમ્યકત્વ અને ચારિત્ર સર્વ સિદ્ધોએ સ્પર્શેલું છે. અને દેશવિરતિ (સર્વ સિદ્ધોના) અસંખ્યાતમાં ભાગ પ્રમાણ જીવોએ સ્પર્શેલ છે. ૨૭૮૨ થી ૨૭૮૩. વિવેચન :- સમ્યકત્વ અને ચારિત્રયુક્ત જીવો ઉત્કૃષ્ટથી દરેક પ્રદેશની વ્યાપ્તિવડે અસંખ્ય પ્રદેશાત્મક સમગ્ર લોકને સ્પર્શે છે. આ સ્પર્શના કેવલિસમુઘાત અવસ્થામાં કેવલિની અપેક્ષાએ જાણવી. તથા જઘન્યથી તે જીવો લોકના સંખ્યાતમા ભાગને સ્પર્શે છે. કોઇક તપસ્વી શ્રુતજ્ઞાની અનુત્તર વિમાનમાં ઇલિકા ગતિએ ઉત્પન્ન થઈને સાત રાજલોકને સ્પર્શે છે, અને કોઈક સમ્યગુષ્ટિ શ્રુતજ્ઞાની પૂર્વે નરકાયુષ બાંધ્યું હોય, તે પછીથી સમ્યકત્વ વિરાધીને ઇલિકાગતિએ છઠ્ઠી નરકમૃથ્વીમાં ઉત્પન્ન થાય, તે પાંચ રાજલોકને પણ સ્પર્શે છે. દેશવિરતિવાળો જીવ અશ્રુત દેવલોકમાં ઇલિકા ગતિએ ઉત્પન્ન થઇને પાંચ રાજલોકને સ્પર્શે છે, અને ચ શબ્દથી બીજા દેવલોકને વિષે ઇલિકાગતિએ ઉત્પન્ન થતો બે આદિ રાજલોકને સ્પર્શે છે. શિષ્ય :- અમ્રુત દેવલોક સુધીમાં છ રાજ કહેવાય છે, તો પછી આપ અશ્રુતમાં ઉત્પન્ન થનારાને પાંચ રાજની સ્પર્શના કેમ કહો છો ? આચાર્ય - અય્યત અને ગ્રેવેયકની અપેક્ષાએ અન્યત્ર છ રાજ કહ્યા છે, પરંતુ અહીં તો અશ્રુત દેવલોકની અપેક્ષાએ પાંચ રાજ છે એમ વૃદ્ધ પુરુષોનો સંપ્રદાય છે, તેથી પાંચ રાજની સ્પર્શના કહી છે. વળી દેશવિરતિવાળા જીવો તે પરિણામ તજીને નીચે નરકાદિમાં નથી જતા, તેથી ઊર્ધ્વલોકમાં જ તેની સ્પર્શના કહી છે, પણ અધોલોકમાં નથી કહી. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004649
Book TitleVisheshavashyaka Bhasya Part 2
Original Sutra AuthorHemchandracharya
AuthorVajrasenvijay
PublisherBhadrankar Prakashan
Publication Year
Total Pages586
LanguageGujarati, Prakrit
ClassificationBook_Gujarati, Agam, Canon, Metaphysics, & agam_aavashyak
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy