________________
૩૯૯] ચારિત્ર પર્યાયની અલ્પતા. [વિશેષાવશ્યક ભાષ્ય ભાગ. ૨ અનભિલાપ્ય ભાવોમાં નથી પ્રવર્તતું, કેમકે તે તેનો વિષય નથી, પરંતુ અભિલાપ્ય ભાવોમાં જ તે પ્રવર્તે છે. ધર્માસ્તિકાયાદિ દ્રવ્ય અનભિલાપ્ય નથી, પણ અભિલાપ્ય જ છે, તેથી શ્રુતજ્ઞાન સર્વ દ્રવ્યોમાં પ્રવર્તે છે, સર્વ પર્યાયોમાં નથી પ્રવર્તતું, કેમકે પર્યાયો તો અભિલાપ્ય અને અનભિલાપ્ય છે, શ્રુતજ્ઞાન તો કેવળ અભિલાપ્ય વિષયવાળું જ છે. અભિલાપ્ય ભાવો અનભિલાપ્ય ભાવોના અનંતમે ભાગે છે.
બીજા મૃષાવાદદ્રત અને છેલ્લા પરિગ્રહવ્રતની અપેક્ષાએ ચારિત્ર સામાયિક, સર્વ દ્રવ્યોમાં પ્રવર્તે છે પણ સર્વ પર્યાયોમાં નથી; કેમકે મૃષાવાદ વચનરૂપ છે અને પરિગ્રહ મૂછત્મક છે, તેથી તે સર્વ દ્રવ્યોમાં પ્રવર્તે છે, કેમકે તે અભિલાપ્ય વિષયવાળા છે. સર્વપર્યાયો તો અનભિલાપ્ય વિષયવાળા છે, આથી જ ચારિત્રમાં સર્વ પર્યાયોનો ઉપયોગ નથી એમ કહ્યું છે. આ બે સિવાયના બાકીના ત્રણ વ્રતો સર્વ દ્રવ્યના વિષયવાળા નથી, તો પછી સર્વ પર્યાયના વિષયવાળા તો ક્યાંથી જ હોય ? એ કારણથી જ બીજા અને છેલ્લા વ્રતની અપેક્ષાએ ચારિત્રના સર્વ દ્રવ્યો અસર્વપર્યાયોયુક્ત વિષયરૂપ કહ્યા છે, અને દેશવિરતિ સામાયિક તો સર્વ દ્રવ્ય તેમજ સર્વ પર્યાયવાળું નથી. ૨૭૫૧ થી ૨૭૫૪. હવે ચારિત્રમાં સર્વ પર્યાયોનો ઉપયોગ નથી, તે કહે છે :
नणु सब्बनहपएसाणंतगुणं पढमसंजमट्ठाणं । छब्बिहपरिवुड्दिए छट्ठाणाऽसंख्या सेढी ॥२७५५॥ अण्णे के पज्जाया जेऽणुवउत्ता चरित्तविसयम्मि । जे तत्तोऽणंतगुणा जेसिं तमणंतभागम्मि ॥२७५६।। अन्ने केवलिगम्म त्ति ते मई, ते व के तदभहिया । एवं पि होज्ज तुल्ला नाणंतगुणत्तणं जुत्तं ॥२७५७।। सेढीय नाण-दंसणपज्जाया तेण तप्पमाणा सा । इह पुण चरित्तमेत्तोवओगिणो तेण ते थोवा ॥२७५८॥ नणु सामाइयविसओ किंदारम्मि वि परूविओ पुव्वं । कह न पुणरुत्तदोसो होज्ज इहं को विसेसो वा ? ॥२७५९।। किं तं ति जाइभावेण तत्थ इव नेयभावओऽभिहितो ।
इह विसय-विसइभेओ तत्थाभेओवयारो त्ति ॥२७६०।। સર્વ આકાશપ્રદેશથી અનન્તગુણું પ્રથમ સંયમ-સ્થાનક છે, તે છ પ્રકારની વૃદ્ધિવડે છે સ્થાનવાળી સંખ્યાતી શ્રેણીરૂપ છે. તે સિવાય બીજા ક્યા પર્યાયો છે, કે જે ચારિત્રના વિષયમાં અનુપયોગી છે ? અને તે ચારિત્રથી અનન્તગુણા, તથા તે ચારિત્ર પર્યાયોના અનન્તમા ભાગે છે, એમ શાથી કહેવાય છે? કેવળજ્ઞાનથી ગમ્ય બીજા (અનભિલાપ્ય) પર્યાયો છે, એમ કહેવામાં આવે, તો તે પણ તેનાથી અધિક કેવી રીતે થાય ? એથી પણ તે પર્યાયો તુલ્ય જ થાય, પણ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org