SearchBrowseAboutContactDonate
Page Preview
Page 396
Loading...
Download File
Download File
Page Text
________________ ભાષાંતર] નિર્વેષ્ટન તથા ઉદ્વર્તનધાર. ૩િ૯૫ હવે આશ્રવકરણ-અલંકાર-શયન-આસન-સ્થાન-અને ચંક્રમણ ધારો કહે છે. (४०१) नीसवमाणो जीवो पडिवज्जइ सो चउण्हमण्णयरं । पुबपडिवन्नओ पुण सिय आसवओ व नीसवओ ॥२७४९।८२८।। (४०२) उम्मुक्कमणुम्मुक्के उम्मुच्चंते य केसलंकारे । पडिवज्जेज्जन्नयरं सयणाईसुं पि एमेव ॥२७५०॥८२९।। સમ્યક્ત્વાદિ સામાયિકને આવરનાર મિથ્યાત્વાદિ કર્મની નિર્જરા કરતા અને શેષકર્મ બાંધતા જીવ, ચારમાંથી કોઈ પણ એક સામાયિક પામે છે. અને પૂર્વપ્રતિપન્ન તો કર્મ બાંધનાર અથવા નિર્જરા કરનાર પણ હોય છે. (ઉપરના નિર્વેષ્ટનદ્વારમાં કહેલી વાત જ અહીં બીજી રીતે કહી છે, વસ્તુતઃ કંઈ ભેદ નથી.) કેશ-કેયૂરાદિ અલંકારો ત્યાગ કર્યા પછી, ત્યાગ નહિ કરતા ચારમાંથી કોઈ પણ એક સામાયિક પામે છે. અહીં ભરતચક્રી આદિનાં ઉદાહરણ જાણવાં એ જ પ્રમાણે શયન-આસન-સ્થાન અને ચંક્રમણનો ત્યાગ કરવાથી, નહિ કરવાથી અને કરતા-ચારમાંથી એક સામાયિક પામે છે. અને પૂર્વપ્રતિપન્ન તો સર્વત્ર હોય છે. ૨૭૪૯ થી ૨૭૫૦. હવે ક્યા દ્રવ્ય-પર્યાયમાં સામાયિક હોય? તે દ્વાર કહે છે. (४०३) सव्वगयं सम्मत्तं सुत्ते-चरित्ते न पज्जवा सव्वे । देसविरइं पडुच्चा दोण्ह वि पडिसेहणं कुज्जा ॥२७५१॥८३०॥ एगं पि असद्दहओ जं दबं पज्जवं च मिच्छत्तं । विणिउत्तं सम्मत्तं तो सबदब्ब-भावेसु ॥२७५२।। नाणभिलप्पेसु सुयं जम्हा न य दबमणभिलप्पं ति । सब्बद्दब्वेसु तयं तम्हा न उ सव्वभावेसु ॥२७५३॥ बिइय-चरिमब्बयाई पइ चारित्तमिह सब्बदब्बेसु । न उ सब्वपंज्जवेसुं सव्वाणुवओगभावाओ ॥२७५४॥ સમ્યક્ત્વસામાયિક સર્વ દ્રવ્ય-પર્યાયગત છે. શ્રુતસામાયિક અને ચારિત્ર સામાયિકમાં સર્વ દ્રવ્યો છે, પણ પર્યાયો નથી. દેશવિરતિની અપેક્ષાએ તો બન્નેનો (દ્રવ્ય-પર્યાયનો) નિષેધ કરવો. એક પણ દ્રવ્ય અથવા પર્યાયને નહિ સદહતાં મિથ્યાત્વ કહ્યું છે, તેથી સર્વ દ્રવ્ય-પર્યાયમાં સમ્યકત્વ વિનિયુક્ત છે. અનભિલાખ ભાવોમાં શ્રત નથી, કેમકે દ્રવ્ય અનભિલાપ્ય નથી, તેથી તે સર્વ દ્રવ્યોમાં છે, પણ સર્વ ભાવોમાં પર્યાયોમાં નથી. અહીં બીજા અને છેલ્લા વ્રતોની અપેક્ષાએ ચારિત્ર સર્વ દ્રવ્યોમાં છે પણ સર્વ પર્યાયોમાં નથી, કેમકે ચારિત્રમાં સર્વ પર્યાયોનો ઉપયોગ નથી. ૨૭૫૧ થી ૨૭૫૪. એક પણ દ્રવ્ય અથવા પર્યાયની શ્રદ્ધા નહિ કરવાથી મિથ્યાત્વ ઉત્પન્ન થાય છે એમ પારમેશ્વર સિદ્ધાન્તમાં કહ્યું છે. તેથી શ્રદ્ધાનભાવે સર્વ દ્રવ્ય-પર્યાયોમાં સમ્યકત્વ વિનિયુક્ત છે. શ્રુતજ્ઞાન Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004649
Book TitleVisheshavashyaka Bhasya Part 2
Original Sutra AuthorHemchandracharya
AuthorVajrasenvijay
PublisherBhadrankar Prakashan
Publication Year
Total Pages586
LanguageGujarati, Prakrit
ClassificationBook_Gujarati, Agam, Canon, Metaphysics, & agam_aavashyak
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy