SearchBrowseAboutContactDonate
Page Preview
Page 398
Loading...
Download File
Download File
Page Text
________________ ભાષાંતર] ચારિત્ર પર્યાયની અલ્પતા. [૩૯૭ અનન્તગુણા કહેવા યુક્ત નથી. શ્રેણિમાં જ્ઞાન-દર્શનના પર્યાયો જ કહ્યા છે, તેથી તે શ્રેણિ તેટલા પ્રમાણવાળી કહી છે. અહીં માત્ર ચારિત્રોપયોગી પર્યાયો જ કહ્યા છે, તેથી તે થોડા છે, પૂર્વે કિંતારમાં સામાયિકનો વિષય કહ્યો હતો, અને અહીં પણ (સમ્યકત્વ સર્વ દ્રવ્ય પર્યાયગત છે.) એમ કહેવાથી પુનરૂક્તિ દોષ કેમ ન થાય ? અથવા એ બેમાં શો તફાવત છે ? ત્યા (કિંતારમાં) તે સામાયિક શું છે ? એ પ્રશ્નના ઉત્તરમાં સામાયિક જાતિભાવે કહ્યું છે અને અહીં શેયભાવે કહ્યું છે, ત્યાં વિષય-વિષયનો અભેદ ઉપચાર છે, અહીં ભેદ છે. (એટલો એમાં ને આમાં તફાવત છે.) ૨૭૫૫ થી ૨૭૬૦. શિષ્ય :- સંયમશ્રેણિમાં સર્વ જઘન્યથી પ્રથમ સંયમસ્થાનક સર્વ આકાશ પ્રદેશથી એટલે લોકાલોકના અનંતા પ્રદેશથી અનન્તગુણા પર્યાય રાશિયુક્ત છે, એમ આગમમાં કહ્યું છે. તેનાથી વિશુદ્ધ બીજું સંયમસ્થાનક ૧ અનન્તમાં ભાગે વધારે છે. વળી તેથી બીજાં ૨ અસંખ્યાતમા ભાગે વધારે છે, વલી તેથી બીજે ૩ સંખ્યાત ભાગે વધારે છે, વલી તેથી બીજું ૪ સંખ્યાત ગુણ વધારે છે, વલી તેથી બીજાં ૫ અસંખ્યાતગુણ વધારે છે અને તેથી બી ૬ અનંત ગુણ વધારે છે. એ પ્રમાણે વારંવાર કરાતી છ પ્રકારની વૃદ્ધિવડે અસંખ્યાત લોકાકાશ પ્રદેશ પ્રમાણ છ સ્થાનકવડે નિષ્પન્ન સંયમશ્રેણિ છે. તેથી કરીને હવે આ સિવાય બીજા કયા અધિક પર્યાયો છે, કે જેને આપ ચારિત્રના વિષયમાં અનુપયોગી કહો છો ? અને એ ચારિત્રથી પર્યાયો અનન્તગુણા તથા તે પર્યાયોના અનન્તમા ભાગે ચારિત્ર છે, એમ પણ શાથી કહો છો? અભિલાપ્ય પર્યાયના વિષયવાળું ચારિત્ર છે. અને તે પર્યાયો અનભિલાપ્ય પર્યાયોના અનન્તમાં ભાગ્યે જ છે, તેથી અનુપયોગી પર્યાયો ચારિત્રથી અનન્તગુણા છે, અને ચારિત્ર તેના અનન્તમા ભાગે છે. આ પ્રમાણે કદાચ આપ કહો તો તે પણ યોગ્ય નથી. કારણ કે સર્વથી જઘન્ય સંયમ-સ્થાન પણ સર્વ આકાશપ્રદેશથી અનન્તગુણા પર્યાયના વિષયવાળું છે. પર્યાયો પણ જગતની અંદર તેટલા જ છે, તેથી ચારિત્રમાં અનુપયોગી પર્યાયો તો છે જ નહિ. એટલે અનુપયોગી પર્યાયો અનન્તગુણા અને ચારિત્ર તેનાથી અનન્તમાં ભાગે છે, એમ ક્યાંથી બને ? હવે આપ કદાચ એમ કહેશો, કે કેવળજ્ઞાનથી ગમ્ય અનન્તા અનભિલાપ્ય પર્યાયો છે, તે ચારિત્રથી અનન્તગુણા છે, અને ચારિત્ર તેના અનન્તમાં ભાગે છે. આ કથન પણ ઠીક નથી, કેમકે સર્વ જગતના પર્યાયરાશિનો સંયમસ્થાનના પર્યાયમાં સંગ્રહ કરી લીધો છે, એટલે ચારિત્રોપયોગી પર્યાયોથી બીજા અતિરિક્ત અધિક પર્યાયો છે જ નહિ. વળી એ પ્રમાણે પણ ચારિત્રના પર્યાયો કેવળજ્ઞાનમયગત પર્યાયોના જેટલા જ થશે. પણ તે અનન્ત ગુણા નહીં થાય. કારણ જેટલા શેયના પર્યાયો હોય તેટલા જ તેને જણાવનારા જ્ઞાનના પર્યાયો માનવા જોઈએ, અન્યથા તેનું જ્ઞાનત્વ ઘટે નહિ. માટે જ્ઞાન-દર્શન-ચારિત્રના અધ્યવસાયાત્મક સંયમશ્રેણિની અન્તર્ગત કેવળજ્ઞાન હોવાથી, સંયમ-શ્રેણ્યાત્મક ચારિત્રના પર્યાયો કેવળજ્ઞાનથી ગમ્ય શેયગત પર્યાયોની તુલ્ય જ છે, પણ તેથી હીન નથી. આચાર્ય - જ્ઞાન-દર્શન-ચારિત્રના અધ્યવસાયાત્મક સંયમશ્રેણિમાં જ્ઞાન-દર્શનના પર્યાયો મધ્યમાં કહ્યા છે, તેથી સર્વ આકાશપ્રદેશથી અનન્તગુણા પર્યાયરાશિ પ્રમાણ સંયમશ્રેણિ કહેલ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004649
Book TitleVisheshavashyaka Bhasya Part 2
Original Sutra AuthorHemchandracharya
AuthorVajrasenvijay
PublisherBhadrankar Prakashan
Publication Year
Total Pages586
LanguageGujarati, Prakrit
ClassificationBook_Gujarati, Agam, Canon, Metaphysics, & agam_aavashyak
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy