SearchBrowseAboutContactDonate
Page Preview
Page 392
Loading...
Download File
Download File
Page Text
________________ ભાષાંતર] સંસ્થાન, સંઘયણ, માન અને વેશ્યાહાર. ૩િ૯૧ શરીરનો જે આકાર વિશેષ તેને સંસ્થાન કહેવાય. તે સંસ્થાન સમચતુરસ્ત્ર, ન્યગ્રોધ પરિમંડળ, સાદિ, વામન, કુળ્યું અને હુંડક એમ છ પ્રકારે છે. તે સર્વ સંસ્થાનોમાં ચારે સામાયિક પ્રાપ્ત થાય છે, અને પૂર્વપ્રતિપન્ન પણ હોય છે. હાડકાંનો સંચય વિશેષ તે સંહનન કહેવાય. એ સંહનન વજઋષભનારાય, ઋષભનારાય, નારાચ, અર્ધનારાચ, કાલિકા, અને સેવા એમ છ પ્રકારે છે. તે છએ ભેદમાં સંસ્થાનની જેમ ચારે સામાયિક પ્રાપ્ત થાય છે અને પૂર્વ પ્રતિપન્ન પણ હોય છે. શરીરનું પ્રમાણ તે અવગાહના કહેવાય. મનુષ્યના શરીરની અવગાહના ઉત્કૃષ્ટથી ત્રણ ગાઉની અને જઘન્યથી અંગુલના અસંખ્યાતમા ભાગ પ્રમાણ છે. આ ઉત્કૃષ્ટ અને જઘન્ય અવગાહનાને વર્જીને શેષ મધ્યમ અવગાહનાવાળો મનુષ્ય ચારે સામાયિક પામે છે, અને પૂર્વપ્રતિપન્ન પણ હોય છે. જઘન્ય અવગાહનાવાળો મનુષ્ય સમ્યત્વસામાયિક અને શ્રુતસામાયિક કદાચ પૂર્વપ્રતિપન્ન હોય પણ પ્રતિપદ્યમાન ન હોય ઉત્કૃષ્ટ અવગાહનાવાળા મનુષ્ય સમ્યકત્વ અને શ્રત એ બન્ને સામાયિકનો પૂર્વપ્રતિપન્ન હોય અને પ્રતિપદ્યમાન પણ હોય. જઘન્ય અવગાહનાવાળા નારકી અને દેવો સમ્યકત્વ તથા શ્રુતસામાયિક કદાચ પૂર્વપ્રતિપન્ન હોય પણ પ્રતિપદ્યમાન ન હોય. મધ્યમ તથા ઉત્કૃષ્ટ અવગાહનાવાળા દેવ-નારકીઓ એ બે સામાયિક પ્રતિપદ્યમાન કદાચ હોય પણ પૂર્વપ્રતિપન્ન તો હોય જ. જઘન્ય અવગાહનાવાળા તિર્યંચ પંચેન્દ્રિય સમ્યકત્વ-શ્રુતસામાયિકના પૂર્વ પ્રતિપન્ન કદાચિતુ હોય, પરંતુ પ્રતિપદ્યમાન ન હોય. છગાઉની-ઉત્કૃષ્ટ અવગાહનાવાળા તિર્યંચો એ બન્ને સામાયિકના પૂર્વપ્રતિપન્ન અને પ્રતિપદ્યમાન પણ હોય. મધ્યમ અવગાહનાવાળા તિર્યંચ સર્વવિરતિ સિવાય બે અથવા ત્રણ સામાયિક પ્રતિપદ્યમાન કદાચિતું હોય અને પૂર્વપ્રતિપન્ન તો હોય જ. ૨૭૩૮-૨૭૩૯. હવે લેશ્યાદ્વાર કહે છે :(३९५) सम्मत्त सुयं सव्वासु लहइ सुद्धासु तिसुयचरित्तं । पुव्वपडिवन्नओ पुण अन्नयरीए उ लेसाए ॥२७४०॥८२२।। नणु मइ-सुयाइलाभोऽभिहिओ सुद्धामु तीसु लेसासु । सुद्धासु असुद्धासु य कहमिह सम्मत्त-सुयलाभो ? ॥२७४१॥ सुर-नेरएसु दुगं लब्भइ य, दबलेसया सब्वे । नाणेसु भावलेसाहिगया इह दव्वलेसाओ ॥२७४२।। સમ્યકત્વસામાયિક અને શ્રુતસામાયિક સર્વ લેશ્યાઓમાં પ્રાપ્ત થાય છે, અને ચારિત્ર સામાયિક છેલ્લી ત્રણ શુદ્ધ વેશ્યાઓમાં જ પ્રાપ્ત થાય છે પણ પૂર્વ-પ્રતિપન્ન તો છમાંથી કોઈ પણ એક લેગ્યામાં હોય છે. પૂર્વે મતિ-શ્રુતજ્ઞાનની પ્રાપ્તિ ત્રણ શુદ્ધ વેશ્યાઓમાં જ કહી છે, અને અહીં શુદ્ધ તથા અશુદ્ધ લશ્યામાં પણ સમ્યકત્વ અને શ્રુતનો લાભ કહો છો, તેનું શું કારણ? દેવ-નારકીમાં સમ્યકત્વ અને શ્રુતસામાયિકનો લાભ કહ્યો છે, કેમકે તે સર્વ અવસ્થિત દ્રવ્ય લક્ષાવાળા છે. જ્ઞાનપ્રાપ્તિમાં ભાવલેશ્યા અધિકૃત છે અને અહીં દ્રવ્ય લેશ્યા અધિકૃત છે. ૨૭૪૦ થી ૨૭૪૨. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004649
Book TitleVisheshavashyaka Bhasya Part 2
Original Sutra AuthorHemchandracharya
AuthorVajrasenvijay
PublisherBhadrankar Prakashan
Publication Year
Total Pages586
LanguageGujarati, Prakrit
ClassificationBook_Gujarati, Agam, Canon, Metaphysics, & agam_aavashyak
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy