SearchBrowseAboutContactDonate
Page Preview
Page 391
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૯૦] યોગ, ઉપયોગ અને શરીરદ્વાર. [વિશેષાવશ્યક ભાષ્ય ભાગ. ૨ સમ્યકત્વ-ચારિત્ર તથા અવધિજ્ઞાનાદિ લબ્ધિઓ ઉત્પન્ન થાય છે, તે સર્વ લબ્ધિઓ સાકાર ઉપયોગવંતને જાણવી; અને પ્રથમ સમ્યકત્વ પામતી વખતે અંતકરણમાં આવેલા અવસ્થિત અધ્યવસાયવાળા જીવને જે સમ્યકત્વાદિ લબ્ધિઓ થાય છે, તે અનાકાર ઉપયોગવંતને પણ હોય છે - એમ જાણવું. અંતકરણમાં વર્તનાર જીવ સમ્યકત્વ સામાયિક અને શ્રુતસામાયિકનો લાભ થતાની સાથે જ કોઈક અતિ વિશુદ્ધપણાથી દેશવિરતિ પામે છે, કોઈ વળી તેથી પણ અતિવિશુદ્ધિથી સર્વવિરતિ પણ પામે છે, એ પ્રમાણે ઔપથમિક સભ્યત્વની પ્રાપ્તિ વખતે અવસ્થિત પરિણામવાળા અનાકાર ઉપયોગમાં વર્તનારા કોઈ જીવને ચારે સામાયિક હોય છે. પરંતુ તે અલ્પપણાથી કોઈ વખત જ થાય છે, તેથી આગમમાં અનાકાર ઉપયોગનું ગ્રહણ નથી કર્યું. શિષ્ય :- એ ઔપથમિક સમ્યકત્વ ક્યારે અને કેવી રીતે જીવને પ્રાપ્ત થાય છે ? આચાર્ય - ઉખર (વાસાદિરહિત) ભૂમિ પામીને વનનો અગ્નિ જેમ સ્વયં ઓલવાઈ જાય છે, તેવી રીતે અંતરકરણ પ્રાપ્ત કરીને મિથ્યાત્વનો અનુદય થયેથી મિથ્યાત્વરૂપ અગ્નિ શાંત થાય છે એટલે જીવ ઉપશમ સમ્યકત્વ પામે છે. એ ઉપશમ સમ્યકત્વ-ઉપશમશ્રેણિગત જીવને અથવા જેણે મિથ્યાત્વના ત્રણ પુંજ ન કર્યા હોય, અને તેનો ક્ષય પણ ન કર્યો હોય, તેને પ્રાપ્ત થાય છે. શિષ્ય :- ઉપશમ સમ્યકત્વની પ્રાપ્તિમાં અવસ્થિત પરિણામ કેવી રીતે હોય ? આચાર્ય - જેમ કાષ્ઠાદિ દાહ્ય પદાર્થના અભાવે દાવાનળ વધતો નથી પણ ઓલવાઈ જાય છે, તેવી રીતે અંતરકરણમાં મિથ્યાત્વના અનુદયથી જીવના પરિણામ હાનિ પામતા નથી અને સત્તામાં રહેલ મિથ્યાત્વ ઉપશાન્ત હોવાથી તેના પરિણામ વૃદ્ધિ પણ પામતા નથી. આ કારણથી ઉપશમ સમ્યકત્વની પ્રાપ્તિમાં જીવના અવસ્થિત પરિણામ હોય છે, આહારક શરીરમાં દેશવિરતિ વર્જીને ત્રણે સામાયિકના પૂર્વપ્રતિપન્ન હોય છે અને તેજસકાર્પણમાં કેવલી મુઘાતના ત્રીજે, ચોથે અને પાંચમે એ સમયોમાં સમકિત અને ચારિત્રસામાયિક અને વિગ્રહગતિમાં સમકિત અને શ્રુતસામાયિક પમાય છે, અને તેના પૂર્વપ્રતિપન્ન હોય છે. ૨૭૩૪ થી ૨૭૩૭ હવે સંસ્થાન-સંઘયણ અને માનદ્વાર કહે છે :(३९४) सब्वेवि संठाणेसु लहइ एमेव सव्वसंघयणे । उक्कोसजहन्नं वज्जिऊण माणं लभे मणुओ ॥२७३८॥८२१॥ न जहन्नोगाहणओ पवज्जए, दोण्णि होज्ज पडिवन्नो । उक्कोसोगाहणगो दुहावि दो तिन्नि उ तिरिक्खो ॥२७३९॥ સર્વસંસ્થાનોમાં સર્વ સામાયિક બન્ને પ્રકારે પ્રાપ્ત થાય છે. એ જ પ્રમાણે સર્વે સંઘયણમાં થાય છે. ઉત્કૃષ્ટ અને જઘન્ય શરીર પ્રમાણ વર્જીને (મધ્યમ પ્રમાણવાળા) મનુષ્યને સર્વ સામાયિક બંને પ્રકારે હોય છે. જઘન્ય અવગાહનાવાળાને કોઈ સામાયિક પ્રાપ્ત થતું નથી, (પણ) પહેલા બે સામાયિક પૂર્વપ્રતિપન્ન હોય છે. ઉત્કૃષ્ટ અવગાહનાવાળો બે સામાયિક બન્ને પ્રકારે પામે છે, અને તિર્યંચો છે અને ત્રણ સામાયિક બન્ને પ્રકારે પામે છે. ૨૭૩૮ થી ૨૭૩૯. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004649
Book TitleVisheshavashyaka Bhasya Part 2
Original Sutra AuthorHemchandracharya
AuthorVajrasenvijay
PublisherBhadrankar Prakashan
Publication Year
Total Pages586
LanguageGujarati, Prakrit
ClassificationBook_Gujarati, Agam, Canon, Metaphysics, & agam_aavashyak
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy