________________
ભાષાંતર] યોગ, ઉપયોગ અને શરીરનાર.
[૩૮૭. અવધિજ્ઞાનમાં દેશવિરતિ સામાયિક પ્રાપ્ત થતું નથી. (પણ) પૂર્વપ્રતિપન્ન હોય છે, મન:પર્યવજ્ઞાનમાં દેશવિરતિ સિવાય (ત્રણ સામાયિક) પૂર્વપ્રતિપન્ન હોય છે, સમ્યકત્વસામાયિક અને ચારિત્ર સામાયિક પણ પૂર્વપ્રતિપન્ન હોય છે. ભવસ્થ કેવળી સમ્યકત્વ સામાયિક અને ચારિત્ર સામાયિક પૂર્વપ્રતિપન્ન હોય છે. ૨૭૨૭ થી ૨૭૨૯.
સંખ્યાતા વર્ષના આયુષવાળો જીવ ચારે સામાયિક પામે છે, અને પૂર્વપ્રતિપન્ન પણ હોય છે. તથા અસંખ્યાત વર્ષના આયુષવાળા જીવને સમ્યકત્વસામાયિક અને શ્રત સામાયિકની પ્રાપ્તિ ભજનાએ હોય છે. મતલબ કે અસંખ્યાતવર્ષના આયુષવાળાને અમુક કાળે સમ્યકત્વ અને શ્રુતસામાયિકની પ્રાપ્તિનો સંભવ છે, અને પૂર્વપ્રતિપન્ન તો હોય છે જ.
જ્ઞાનદ્વારમાં સામાયિકની પ્રતિપત્તિનો વિચાર કરતાં સામાન્યથી નિશ્ચયનયના અભિપ્રાયે જ્ઞાની જીવ ચારે સામાયિક પામે છે અને વ્યવહારનયના અભિપ્રાયે અજ્ઞાની જીવને સમ્યકત્વ તથા શ્રુતસામાયિકની પ્રાપ્તિ થાય છે, બન્નેના અભિપ્રાયે પૂર્વપ્રતિપન્ન તો ચારેય સામાયિક હોય છે.
વિભાગથી એટલે જુદા જુદા ભેદથી જ્ઞાની જીવનો વિચાર કરવામાં આવે, ત્યારે મતિશ્રુત જ્ઞાની યુગપતુ સમ્યકત્વસામાયિક અને શ્રુતસામાયિક પામે છે, દેશવિરતિ અને સર્વવિરતિ સામાયિક ભજનાએ પામે છે. પૂર્વપ્રતિપન્ન તો ચારે સામાયિકના આ જ્ઞાનવાળા હોય છે. અવધિજ્ઞાની સમ્યકત્વસામાયિક અને શ્રુતસામાયિકના પૂર્વપ્રતિપન્ન હોય છે, પણ પ્રતિપદ્યમાન નથી હોતા, દેશવિરતિસામાયિક પણ અવધિજ્ઞાની ન પામે, કારણકે દેવ-નારક-યતિ અને શ્રાવક એ ચાર અવધિજ્ઞાનના સ્વામી છે, તેમાં પ્રથમના ત્રણને તો દેશવિરતિનો સંભવ જ નથી, અને શ્રાવક પણ અવધિજ્ઞાન પામ્યા પછી દેશવિરતિ ન પામે, પરંતુ પ્રથમ દેશવિરતિ ગુણ અનુભવેલ હોય, તો પછી અવધિજ્ઞાનની પ્રાપ્તિ થાય, કેમકે દેશવિરતિ આદિ ગુણની પ્રાપ્તિપૂર્વક અવધિજ્ઞાનની પ્રાપ્તિ થાય છે, એમ ગુરૂજન પાસેથી અમે જાણ્યું છે. તત્ત્વ તો કેવળી જાણે. અવધિજ્ઞાની સર્વવિરતિ સામાયિક પામે, અને પૂર્વપ્રતિપન્નમાં તો સર્વ સામાયિક હોય. મનઃપર્યવજ્ઞાની દેશવિરતિ સિવાય પ્રથમના ત્રણ સામાયિકના પૂર્વપ્રતિપન્ન હોય છે, પણ પ્રતિપદ્યમાન નથી હોતા. અથવા “વિશ્વ રિતે ઉનાળો નાવ છ૩મત્ય” એ વચનથી તીર્થકરની અપેક્ષાએ મન:પર્યવજ્ઞાનની સાથે સર્વવિરતિ ચારિત્રસામાયિક પણ પામે છે. ભવસ્થ કેવળી સમ્યકત્વસામાયિક અને ચારિત્રસામાયિકના પૂર્વપ્રતિપન્ન હોય છે, પણ પ્રતિપદ્યમાન નથી હોતા. ૨૭ર૭ થી ૨૭૨૯. હવે યોગદ્વાર-ઉપયોગદ્વાર અને શરીરદ્વાર કહે છે. (३९३) चउरोवि तिविहजोए उवओगद्गम्मि चउर पडिवज्जे ।
ओरालिए चउक्कं सम्म-सुय विउब्बिए भयणा ॥२७३०॥८२०॥ सब्बाओ लद्धीओ जइ सागरोवओगभावम्मि । इह कहमुवओगदुगे लब्भइ सामाइयचउक्कं ? ॥२७३१॥ सो किर निअमो परिवड्ढमाणपरिणामयं पइ, इहं तु । जोऽवट्ठियपरिणामो लभेज्ज स लभिज्ज वीएवि ॥२७३२॥
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org