________________
૩૮૮] યોગ, ઉપયોગ અને શરીરદ્વાર. વિશેષાવશ્યક ભાષ્ય ભાગ. ૨
पायं पवड्डमाणो लभए सागारगहणया तेण । ચરો ૩ ગચ્છા સમસમ્માત્રામમ્મિ મરછરૂરી ऊसरदेसं दड्डिल्लयं व विज्झाइ वणदवो पप्प । इय मिच्छस्स जणुदए उवसमसम्म मुणेयव्वं ॥२७३४॥ उवसामगसेढिगयस्स होइ उवसामगं तु सम्मत्तं । जो वा अकयतिपुंजो अखवियमिच्छो-लहइ सम्मं ॥२७३५।। जं मिच्छरसाणुदओ न हायए तेण तस्स परिणामो । जं पुण सयमुवसंतं न वढ्ढए तेण परिणामो ॥२७३६॥ दुगपडिवत्ती वेउब्बियम्मि सब्वाइं पुब्बपडिवन्नो ।
देसव्वयवज्जाहं आहाराईसु तीसुं तु ॥२७३७॥ ત્રિવિધ યોગમાં ચારે સામાયિક હોય છે, (સાકાર-અનાકાર રૂ૫) બે ઉપયોગમાં (પણ) ચાર સામાયિક પ્રાપ્ત થાય છે, ઔદારિક શરીરમાં ચારે સામાયિક હોય છે અને વૈક્રિય શરીરમાં સમ્યકત્વસામાયિક તથા શ્રુતસામાયિક ભજનાએ હોય છે. સર્વ લબ્ધિઓ જો સાકાર ઉપયોગમાં થાય છે, તો બન્ને ઉપયોગમાં ચારે સામાયિક પ્રાપ્ત થાય છે એમ અહીં શાથી કહો છો ? ઉત્તરએ નિયમ તો પરિવર્ધમાનપરિણામવાળા જીવની અપેક્ષાએ છે અને અહીં તો જે અવસ્થિતપરિણામવાળા જીવની અપેક્ષાએ (એક ઉપયોગમાં સામાયિક પામે) તે બીજામાં પણ પામે છે. પ્રાયઃ વૃદ્ધિ પામતા પરિણામવાળો જીવ લબ્ધિઓ પામે છે. તેથી સાકાર ઉપયોગ કહ્યો છે અને ઈતર (અવસ્થિતપરિણામવાળો જીવો તો યથેચ્છાએ-ઉપશમ સમ્યકત્વાદિ ગુણો પ્રાપ્ત થાય ત્યારે પામે છે. ઉખર ભૂમિ પામીને જેમ દાવાનળ ઓલવાઈ જાય છે, તેમ (અંતરકરણ પામીને) મિથ્યાત્વનો અનુદય થવાથી ઉપશમસમ્યકત્વ થાય છે એમ જાણવું. ઉપશમશ્રેણિ પામેલાને આ ઉપશમ સમ્યકત્વ થાય છે, અથવા જેણે ત્રણ પુંજ ન કર્યા હોય અને મિથ્યાત્વનો નાશ પણ ન કર્યો હોય તેને તે સમ્યકત્વ પ્રાપ્ત થાય છે. મિથ્યાત્વના અનુદયથી તેના પરિણામની હાનિ નથી થતી, અને સત્તામાં રહેલું મિથ્યાત્વ ઉપશાન્ત હોવાથી પરિણામની વૃદ્ધિ નથી થતી. (તેથી તે અવસ્થિત પરિણામવાળો થાય છે.) વૈક્રિયશરીરમાં બે સામાયિકની પ્રાપ્તિ થાય છે અને પૂર્વપ્રતિપન્ન તો સર્વ સામાયિકના હોય છે તથા દેશવિરતિ સિવાય ત્રણ સામાયિક આહારકાદિ ત્રણ શરીરમાં હોય છે. ૨૭૩૦ થી ૨૭૩૭.
વિવેચન :- મનોયોગ-વચનયોગ અને કાયયોગમાં સામાન્યથી વિચાર કરતાં વિવક્ષિતકાળે ચારે સામાયિકની પ્રાપ્તિ સંભવે છે અને તેઓ પૂર્વપ્રતિપન્ન તો હોય છે જ; પણ વિશેષ પ્રકારે વિચાર કરતાં દારિકશરીરવાળાને ત્રિવિધ યોગમાં ચારે સામાયિક ઉભયપ્રકારે હોય છે, વૈક્રિય શરીરવાળાને ત્રિવિધ યોગમાં સમ્યકત્વ સામાયિક અને શ્રુત સામાયિકની પ્રાપ્તિ બન્ને પ્રકારે હોય છે અને દેશવિરતિ તથા સર્વવિરતિ માત્ર પૂર્વપ્રતિપન્ન હોય છે. આહારક શરીરવાળાને ત્રિવિધયોગમાં દેશવિરતિ સિવાય ત્રણ સામાયિક પૂર્વપ્રતિપન્ન હોય છે. તેજસ-કાર્પણ કાયયોગ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org