________________
૩૮૬ વેદ, સંશા અને કષાયકાર. વિશેષાવશ્યક ભાષ્ય ભાગ. ૨ અતિક્રમેલ, અંતકૃત્યેવળીપણું પામનાર ક્ષેપક આત્મા દેશવિરતિ સિવાય શેષ સમ્યકત્વ-શ્રુત-અને સર્વવિરતિ સામાયિક પૂર્વ પ્રતિપન્ન હોય છે. આ જીવને અતિવિશુદ્ધિપણા વડે અતિજઘન્ય સ્થિતિ બંધાય છે, વળી તે ક્ષેપકને દેશવિરતિ નથી હોતી, સમ્યકત્વાદિકની પ્રાપ્તિ તો તેને પૂર્વે જ થયેલી હોય છે.
આઠે કર્મની અજઘન્યોત્કૃષ્ટ મધ્યમ સ્થિતિમાં વર્તનાર જીવ ચારે સામાયિકનો પ્રતિપદ્યમાન (પામનાર છે) હોય છે અને પૂર્વપ્રતિપન્ન (પામેલ) પણ હોય છે. ૨૭૨૩ થી ૨૭૨૫. હવે વેદદ્વાર-સંજ્ઞાદ્વાર અને કષાયદ્વાર કહે છે. (३९१) चउरो वि तिविहवेए चउसुवि सण्णासु होइ पडिवत्ती ।
દેટ્ટા નહી હસાણું માર્યા તાં વેવ રૂડું જ ર૭ર૬૮૨૮ ચારે સામાયિકની પ્રાપ્તિ ત્રિવિધ વેદમાં થાય છે, ચાર સંજ્ઞાઓમાં પણ ચાર સામાયિકની પ્રતિપત્તિ થાય છે, અને કષાયોમાં પણ જેમ પૂર્વે કહ્યું છે, તેમ અહીં સમજવું. ૨૭ર૬.
વિવેચન :- સ્ત્રીવેદ પુરૂષવેદ-અને નપુંસકવેદ. એ ત્રિવિધ વેદમાં વિવક્ષિત કાળે ચારે સામાયિકની પ્રાપ્તિ થાય છે, અને પૂર્વ પ્રતિપન્ન તો હોય છે જ. અવેદી આત્માઓ દેશવિરતિ સિવાય ત્રણ સામાયિકના પૂર્વપ્રતિપન્ન હોય છે, પણ પ્રતિપદ્યમાન નથી હોતા.
આહાર સંજ્ઞા, ભયસંજ્ઞા, મૈથુનસંજ્ઞા અને પરિગ્રહસંજ્ઞા. આ ચારે પ્રકારની સંજ્ઞાઓમાં ચારે સામાયિકની પ્રાપ્તિ થાય છે, અને પૂર્વમતિપત્ર પણ હોય છે જ.
સામાન્યથી સકષાયી આત્મા ચારે સામાયિક પામે છે અને પૂર્વપ્રતિપન્ન પણ હોય છે. અકષાયી-છવસ્થવીતરાગ દેશવિરતિ સિવાય બાકીના ત્રણ સામાયિકના પૂર્વપ્રતિપન્ન હોય છે, પણ પ્રતિપદ્યમાન નથી હોતા. હવે આયુલાર અને જ્ઞાનદ્વાર કહે છે :(३९२) संखेज्जाऊ चउरो भयणा सम्म-सुयऽसंखवासाणं ।
ओहेण विभागेण य नाणी य पडिवज्जए चउरो ॥२७२७।।८१९।। दोसु जुगवं चिय दुगं भयणा देसविरइए य चरणे य ।
ओहिम्मि न देसवयं पडिवज्जइ होइ पडिवन्नो ॥२७२८॥ देसव्वयवज्जं पवन्नो माणसे समंपि च चरितं ।
भवकेवले पवन्नो पुवं सम्मत्त-चारित्तं ॥२७२९।। સંખ્યાત વર્ષના આયુવાળા ચારે સામાયિક પામે છે, અને અસંખ્યાતવર્ષના આયુવાળાને સમ્યકત્વ તથા શ્રુતસામાયિક ભજનાએ પ્રાપ્ત થાય છે. જ્ઞાની ઓથે ચાર સામાયિક પામે છે. અને વિભાગથી બે સામાયિક પામે છે. મતિ અને શ્રુતજ્ઞાનમાં સમ્યક્ત્વ સામાયિક તથા શ્રુતસામાયિક યુગપદ્ એકી સાથે પ્રાપ્ત થાય છે, અને દેશવિરતિ તથા સર્વવિરતિ ભજનાએ પ્રાપ્ત થાય છે,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org