________________
ભાષાંતર] આહાર, પર્યાપ્ત, સુખ અને જન્મારો.
[૩૮૩ વિવેચન :- ઉશ્વાસ-નિશ્વાસક એટલે શ્વાસોશ્વાસ પર્યાપ્તિવાળો જીવ, તેને ચારે સામાયિકની પ્રતિપત્તિ સંભવે છે, અને પૂર્વપ્રતિપન્ન હોય છે જ. તથા મિશ્ર એટલે શ્વાસોશ્વાસ પર્યાપ્તિ રહિત જીવ, તેને ચાર પ્રકારના સામાયિકની પ્રતિપત્તિ નથી સંભવતી, પણ સમ્યકત્વ અને શ્રુતસામાયિક દેવાદિના જન્મકાળે પૂર્વપ્રતિપન્ન હોય છે. અથવા મિશ્ર એટલે સિદ્ધાત્મા કે શૈલેશીગત અયોગી કેવલિ. તેમાં સિદ્ધાત્માને પૂર્વોક્ત યુક્તિથી ચારે પ્રકારના સામાયિકની પ્રતિપત્તિ ઉભય પ્રકારે પણ નથી, એટલે પ્રતિપદ્યમાન નથી, તેમ પૂર્વપ્રતિપન્ન પણ નથી. અહીં ઉશ્વાસનિઃશ્વાસરહિતપણા વડે શરીરરહિત હોવાથી મિશ્ર એટલે શેલેશીગત અયોગી કેવલિ ગ્રહણ કરેલ છે, અને અયોગીકેવલિ સમ્યકત્વસામાયિક અને ચારિત્રસામાયિકના પૂર્વપ્રતિપન્ન હોય છે, પણ પ્રતિપદ્યમાન નથી હોતા.
આ પ્રતિપત્તિના સંબંધમાં વ્યવહારનય અને નિશ્ચયનયની દૃષ્ટિએ વિચાર કરીએ તો જેમ મતિજ્ઞાનના વિચારમાં વ્યવહારનયની અપેક્ષાએ અજ્ઞાની જ્ઞાન પામે છે, તેમ અહીં પણ સામાયિકરહિત જીવ સામાયિક પામે છે, તથા અસામાયિકી (દીર્ઘકાલિકી) તેની પ્રતિપત્તિ હોય છે. બીજા નિશ્ચય નયની અપેક્ષાએ જેમ જ્ઞાની જ્ઞાન પામે છે, તેમ અહીં પણ સામાયિકવાન જીવ સામાયિક પામે છે. અને સામાયિકી તેની પ્રતિપત્તિ હોય છે, કેમકે ક્રિયાકાળ અને નિષ્ઠાકાળનો ભેદ નથી. ૨૭૧૪ થી ૨૭૧૬. હવે આહારકતાર અને પર્યાપ્તકલાર કહે છે :(३८८) आहारगो उ जीवो पडिवज्जइ सो चउण्हमण्णयरं ।
एमेव य पज्जतो सम्मत्त-सुए सिया इयरो ॥२७१७॥८१५।। पुब्बपवण्णोऽणाहारगो दुगं सो भवंतरालम्मि ।
चरणं सेलेसाइसु इयरोत्ति दुगं अपज्जत्तो ॥२७१८॥ આહારક જીવ ચારમાંથી કોઈ પણ એક સામાયિક પામે છે, (પૂર્વપ્રતિપન્ન તો હોય છે જ.) એ જ પ્રમાણે (છ પર્યાપ્તિએ) પર્યાપ્ત જીવ પણ (પ્રતિપદ્યમાન અને પૂર્વપ્રતિપન્ન) હોય છે. એથી ઈિતર એટલે અનાહારી અને અપર્યાપ્ત જીવ તેમાં અપાન્તરાલગતિમાં રહેલ અનાહારી જીવ સમ્યકત્વ અને શ્રુતસામાયિકના પૂર્વ પ્રતિપન્ન હોય છે, પણ પ્રતિપદ્યમાન નથી હોતા. તથા સમુઘાતઅવસ્થામાં અને શૈલેશીઅવસ્થામાં અયોગકેવલિ અનાહારક હોય, તે સમ્યકત્વસામાયિક અને ચારિત્રસામાયિક પૂર્વના પ્રતિપન્ન હોય છે, પણ પ્રતિપદ્યમાન નથી હોતા. અપર્યાપ્ત જીવ (દેવાદિ-) તેના જન્મકાળે સમ્યકત્વ તથા શ્રુતસામાયિકના પૂર્વપ્રતિપન્ન હોય છે, પણ પ્રતિપદ્યમાન નથી હોતા. ૨૭૧૭ થી ૨૭૧૮. હવે સુસકાર અને જન્માર કહે છે. (३८९) निदाए भावओऽवि य जागरमाणो चउण्हमण्णयरं ।
अंडयं तह पोय-जरो-ववाइ दो तिण्णि चउरो वा ॥२७१९।।८१६॥ सम्मद्दिठी किर भावजागरो दुण्णि पुवपडिवन्नो । होज्ज पडिवज्जमाणो चरणं सो देसविरई च ॥२७२०॥
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org