SearchBrowseAboutContactDonate
Page Preview
Page 383
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૮૨] ઉચ્છવાસ-નિઃશ્વાસ અને દૃષ્ટિ દ્વાર. [વિશેષાવશ્યક ભાષ્ય ભાગ. ૨ એવો નિયમ નથી; કોઈ વખત કોઈને હોય અને કોઈને ન પણ હોય. પૂર્વપ્રતિપન્ન તો તેમાં સદૈવ હોય છે. જેને ભવિષ્યમાં મોક્ષ પ્રાપ્ત થનાર હોય, તે ભવ્યસિદ્ધિક કહેવાય છે. તેવો જીવ ચારમાંથી કોઈપણ એક સામાયિક પામે છે એટલે કે કોઈ વખત સમ્યક્ત્વ અને કોઈ વખત શ્રુતસામાયિક પામે છે, કોઈ વખત દેશિવરતિ પામે છે તથા કોઈ વખત સર્વવિરતિ પણ પામે છે. અનેક ભવ્યજીવોની અપેક્ષાએ પૂર્વપ્રતિપન્ન ચારે સામાયિકવાળા જીવો સદૈવ હોય છે. એ જ પ્રમાણે સંજ્ઞી પણ ચાર સામાયિકમાંથી કોઈ પણ એક સામાયિક કોઈ વખત પામે છે. પૂર્વપ્રતિપન્ન સંશી જીવો ભવ્યની જેમ સદૈવ હોય છે, તથા અસંજ્ઞી-સિદ્ધ અને અભવ્ય જીવોની અંદર ચારમાંથી કોઈપણ સામાયિક પૂર્વપ્રતિપન્ન નથી, તેમજ પ્રતિપદ્યમાન પણ નથી હોતા. પુન: શબ્દથી સાસ્વાદન ગુણસ્થાનવર્તી અસંજ્ઞિ જીવ સમ્યક્ત્વસામાયિક અને શ્રુતસામાયિકના પૂર્વપ્રતિપન્ન હોય છે. તથા ભવસ્થકેવલિ સમ્યક્ત્વસામાયિક અને ચારિત્રસામાયિકના પૂર્વપ્રતિપન્ન હોય છે. શિષ્ય :- એ પ્રમાણે તો સિદ્ધના જીવો પણ સમ્યક્ત્વસામાયિકના પૂર્વપ્રતિપન્ન કહી શકાય, તો પછી શા માટે તેમને સર્વસામાયિકનો નિષેધ કર્યો ? આચાર્ય :- સમ્યક્ત્વસામાયિક સિવાય બાકીના ત્રણ સામાયિક સંસારી જીવોને જ સંભવે છે; તેના સાહચર્યથી સમ્યક્ત્વ-સામાયિક સંસારી જીવોના સંબંધમાં વિચારાય છે. તેવો પ્રકાર સિદ્ધમાં નથી હોતો, તેથી તેમને તેનો નિષેધ કર્યો છે. ૨૭૧૧ થી ૨૭૧૩. હવે ઉચ્છ્વાસ-નિ:શ્વાસદ્વાર અને દૃષ્ટિદ્વાર કહે છે : (રૂ૮૭) સાસય-નીસાસય મીસે ડિસેહો યુવિજ્ઞપડિવો । दिट्ठी य दो नया खलु ववहारो निच्छओ चेव ।।२७१४ ।।८१४ || मीसो नोउस्सासयनोसासो तेहिं जो अपज्जतो । हुज्ज पवण्णो दोन्नि उ सेलेसिगओ चरितं च ॥ २७१५ ॥ Jain Education International पढमस्सासामयिगी पडिवज्जड़ बिइयगस्स सामयिगी । ववहार-निच्छयमयं नेयं मइनाणलाभो व्व ।।२७१६।। ઉચ્છ્વાસ-નિઃશ્વાસક જીવ ચારે સામાયિકનો પ્રતિપદ્યમાન હોય છે. મિશ્ર (શ્વાસોશ્વાસ પર્યાતિરહિત) ચાર સામાયિકનો પ્રતિપદ્યમાન નથી, પણ (બે સામાયિક) પૂર્વપ્રતિપન્ન હોય છે. અહીં બે દૃષ્ટિએ વિચાર કરવાનો છે, વ્યવહારનય અને નિશ્ચયનય. મિશ્ર એટલે ઉશ્વાસનિઃશ્વાસરહિત અયોગી કેવલિ અથવા શ્વાસોશ્વાસ પર્યાતિરહિત જીવ તે અપર્યાપ્તજીવ સમ્યક્ત્વ અને શ્રુતસામાયિક પૂર્વપ્રતિપન્ન હોય છે. તથા શૈલેશીગત (અયોગી કેવલિ) સમ્યક્ત્વસામાયિક અને ચારિત્રસામાયિક પૂર્વપ્રતિપન્ન હોય છે. પ્રથમ વ્યવહારનયની દૃષ્ટિએ સામાયિકરહિત જીવ સામાયિક પામે છે, અને બીજા નિશ્ચયનયની દૃષ્ટિએ સામાયિકવાન જીવ સામાયિક પામે છે, એ પ્રમાણે મતિજ્ઞાનના લાભની જેમ વ્યવહારનય અને નિશ્ચયનયનો મત જાણવો. ૨૭૧૪ થી ૨૭૧૬. For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004649
Book TitleVisheshavashyaka Bhasya Part 2
Original Sutra AuthorHemchandracharya
AuthorVajrasenvijay
PublisherBhadrankar Prakashan
Publication Year
Total Pages586
LanguageGujarati, Prakrit
ClassificationBook_Gujarati, Agam, Canon, Metaphysics, & agam_aavashyak
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy